Thursday, 30 July 2020
Wednesday, 29 July 2020
"સ્વ" સાથેનો અવિરત સંગાથ
Saturday, 25 July 2020
નવસંસ્કાર સાપ્તાહિક માં મારો લેખ.....
"બાળક સંવાદ ઈચ્છે છે....."☺️😊🤔🤗😒😣😔😌
ક્યાંક ખોવાય .. કોઈ કૂંચી..
ને ક્યાંક ખોવાય છે ...સંવાદ..
બાળ ચાહે... મને ભેટ ધરે કોઇ...
શબ્દ ભાવ તણો.. મીઠો નાદ...
ક્યારેક તમે અનુભવ્યું છે કે અમુક સમયે બાળક સ્વભાવે ચીડિયુ થઈ જાય છે...?? નાની નાની વાતમાં રડવું આવે... ,ક્યારેક એ સાવ સુનમુન થઇ જાય, ત્યારે શું સમજવું?? શું તે તમને વિતાડવા આવું કરે છે?? શું તમને હેરાન કરવું એ તેમનો હેતુ હોય છે?? ક્યારેક સાચા અર્થમાં બાળકને સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાશે કે તેને એવું હોય છે કે કોઈ તેની સાથે બેસી વાત કરે, વાર્તા કહે, તેના નાના નાના પરાક્રમો, તેની વાતો ને સાંભળે... માટે ધ્યાન ખેંચવા તે આવું કરતો હોય છે.બધા પોતાના કામમાં ડૂબેલા હોય ને બાળકને તો રમવા સિવાય કોઈ કામ જ ન હોય એટલે તેને એવું ફીલ થાય છે કે બધાં મને ઈગ્નોર કરે છે, મારી કોઈને પડી નથી. હા તે આ બધું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો.માત્ર કામ કરતાં કરતાં થોડો સંવાદ તેની સાથે કરતાં રહીએ .....,તે શું કરે છે? તેને જમવામાં આજે શું ખાવું છે? સ્કૂલ માં આજે શું ભણ્યો?તેના મિત્ર સાથે આજે શું રમ્યો? તેના મિત્રો આજે લંચબોક્સમાં શું લાવ્યા હતા? આવા નાના-નાના સંવાદ કરવાં પ્રયોજાયેલા પ્રશ્નો કરશો તો તરત જ તેની બધી શાળા, મિત્રો સંબંધી,રમવાની બધી વાતોનો ટોપલો તમારી આગળ ઢોળી દેશે. તેની વાતો ક્યારેય ખૂટશે જ નહીં. ને આ સંબંધ તમારા બાળકો સાથેના આત્મીયતાના સંબંધો વિકસાવવામાં, બાળકોનો આત્મવિશ્વાસ વધારવામાં ,તેને વ્યક્ત થવામાં ખૂબ મદદરૂપ થાય છે. તેનાથી બાળક ખીલે છે. ખુશ રહે છે હસતું રમતું રહે છે.
વિચારો તમારા ઘરમાં પહેલેથી જ દર્પણ જ ન હોય તો તમે ખુદને ક્યારેય જોઈ શકો ખરા!! તો આપણે બાળક માટે એક દર્પણ બનવાનું છે.જે તેને તેનું પ્રતિબિંબ , તેનાં સ્વ'ને ઓળખવામાં ,સમજવામાં, જીવવામાં.. મદદ કરે. તેને ખુશ રાખે. માત્ર મોંઘા મોંઘા રમકડા આપી દેવાથી બાળક તેનું બાળપણ નહીં જીવી શકે.તેને તેના જેવા મિત્રો જોઈએ, ભાઈ બેન જોઈએ ...સંવાદ કરવાં અને માતા-પિતાનો સંવાદ પણ ખરો જ.સાથે-સાથે બા દાદાને, ઘરનાં બાકીના સભ્યો સાથે ના રૂબરૂ ,ફોન ના માધ્યમથી પણ સંવાદ ટકાવી રાખવો્.. સતત સંપર્કમાં બાળકને પણ રાખવું તે પણ ખૂબ જરૂરી છે. જેથી બાળકનો સામાજિક, સાવેગિક વિકાસ થાય છે. બાળક વધું સમજદાર, જવાબદાર અને મળતાવડું...બને છે. ક્યારેય એકલતા નથી અનુભવતું.
હા મમ્મી પપ્પા સતત બાળકને ટોકતાં રહે..,સતત લડતા રહે, સતત તેની સરખામણી અન્ય બાળકો સાથે કરતાં રહે, બાળકનું સ્વમાન હણાય તેવાં શબ્દો ટોન્ટ માં કે બીજી આડકતરી રીતે તેને સંભળાવતાં રહે, તો તેને સંવાદ નથી કહેવાતો. વિખવાદ કહેવાય છે. સામેવાળાના "સ્વ"ને સાચવીને કરેલ વાદ એટલે સંવાદ. તે બાળક પણ એક સંવેદનશીલ જીવ છે. કદાચ સૌથી વધુ સંવેદનશીલ. કારણકે આપણને તો ખબર છે કે આપણને કોઈ ગમે તેવા શબ્દો આપણા માટે બોલશે તો તેને ગણકારવાનું નહીં પણ તે દુનિયાદારીથી અજાણ છે. તેને તમે કહેશો કે તું તો ડફોળ છે. તને તો આટલુંય જ નથી આવડતું. તારામાં તો આટલીય આવડત નથી. તો તે એ સાચું જ માની લેશે. મમ્મી પપ્પાએ કહ્યું છે બા દાદાએ કહ્યું છે તો આ સાચું જ હશે ...કદાચ નહીં જ આવડત હોય મારામાં. હું સાચે જ ડફોળ હોઈશ. આમાં મા-બાપ કે કોઈનો બાળકનો અહિત કરવાનો કોઈ ઇન્ટેન્સ નથી હોતો. માત્ર સજાગ નથી હોતા પોતાના દ્વારા બોલાયેલા શબ્દો માટે. ને તેનાથી ઉદભવનારા પરિણામો માટે. તે સજાગતા કેળવવી ખૂબ જરૂરી છે.
તમે વૃક્ષ ને છોડ સ્વરૂપમાં જ તેના મૂળિયા આગળ એસિડ નાખી દો પછી ગમે તેટલું ખાતર પાણી આપો તેનો હેલ્ધી વિકાસ નથી જ થવાનો. બસ આવું જ નકારાત્મક સંવાદોથી બાળકના મનો આવરણ પર અસર કરતાં હોય છે. અને તેનાથી ઊલટું તમે તેની નાની નાની સિદ્ધિ માટે તેને બિરદાવો છો સતત પ્રોત્સાહન આપતાં શાબ્દિક ઉદ્દીપકો આપો છો ત્યારે બાળકોનું નાનપણથી જ ઈ-ક્યુ લેવલ બહુ સારી રીતે ડેવલપ થાય છે. આત્મવિશ્વાસ જબરજસ્ત કેળવાય છે. જે ભવિષ્યમાં તેનાં માટે ભવ્ય સફળતા ના બધા દ્વાર ખોલી નાખે છે.
બાળકનું મોટાભાગનું શિક્ષણ સંવાદ દ્વારા જ થતું હોય છે. શાળામાં શિક્ષક સાથે થતો સંવાદ. જેમાં તેનો જ્ઞાનાત્મક અને મુલ્યાત્મક વિકાસ થાય છે. મિત્રો સાથે રમતા રમતા થતો સંવાદ જેનાથી ભાઈચારો ,સંપ, પ્રમાણિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. માતા-પિતા જો બાળકની હાજરીમાં ત્રીજી વ્યક્તિ સાથે કે એકબીજા સાથે ખોટું બોલતાં હોય, કોઈનું ખરાબ કરવા માટેની નીતિઓ ઘડતા હોય, તેમના માતા-પિતા સાથે તોછડાઈ થી વર્તતા હોય તો... બાળક માં તે મૂલ્યો આ નિ:શબ્દ સંવાદ દ્વારા આપોઆપ આવી જાય છે તે મોટો થઈ તે મુજબ જ વર્તે છે. માટે બાળકોમાં હકારાત્મક મૂલ્યોનું સિંચન કરવા પોતે પહેલા એ એથિક્સ સાથે જીવવાની ટેવ પાડવી પડે.
બાળકના જન્મથી આપણે માં બાપ નથી બનતા.તે બાળકના શારીરિક ,માનસિક ,સામાજિક ,સાવેગિક વિકાસ કરવા માટે જ્યારે આપણે પૂરતાં પરિપક્વ થઈએ છીએ ત્યારે આપણે સાચા અર્થમાં માબાપ બનીએ છીએ.
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Sunday, 19 July 2020
Thursday, 16 July 2020
Wednesday, 15 July 2020
સર્જનહાર મેગેઝિનના દર વખત ના ટોપિક ખૂબ જ રસપ્રદ..... સંવેદન થી ભરપૂર હોય છે. એવાં પર્ટિક્યુલર શબ્દ ભાવને કલમ દ્વારા વાચા આપવી મને હંમેશથી ખૂબ ગમ્યું છે. આ વખતનો સર્જનહાર મેગેઝિનનો ટોપિક છે "વાત".. અને આ ટોપિક પર મારા આર્ટીકલ નું નામ છે..
"વાતો કરવી અને સંવાદ થવો એ બંનેમાં શું ફરક??"✍️💫🗣️👤🌾
હકીકતમાં વાતો કરવી પડે છે.. જ્યારે સંવાદ થાય છે આપોઆપ....
માણસને જીવવા માટે શું જોઈએ ??રોટી, કપડા મકાન ??આમ તો કંઈ કેટલુંય ઈશ્વર આપી દે.... ત્રણ- ચાર બંગલા, ગાડી... પણ માણસને સંતોષ નથી થતો ...આ અસંતોષ શાનો છે??તે કંઈ વધુ મિલકતનો નથી...(જે ભલે બાહ્ય રીતે લાગતો હોય) તો અસંતોષનો શાનો છે?... કદાચ સુખનો હોઈ શકે. તે સુખની શોધમાં આ બધી વસ્તુઓ પાછળ એટલા માટે ફરે છે કારણ કે સુખની સાચી વ્યાખ્યા તેને ખબર નથી હોતી. માત્ર દુનિયામાં આ બધું વધુને વધુ ભેગુ કરવામાં આખી જિંદગી પૂરી કરી નાખે છે. છતાં આખરમાં એકલતા જ અનુભવે છે.વાસ્તવમાં આ "દુ:ખે પેટ અને કૂટે માથું"...... જેવી પરિસ્થિતિ છે. વાસ્તવમાં ઘર ભલે નાનું હોય..પણ જીવનમાં એવા વ્યક્તિઓ હોય..કે જે તેની લાગણીને ઝીલે , તેની નાની નાની જીવેલી ક્ષણોને સાંભળે, તે જેની સાથે ખુલીને વાતો કરી શકે. જે તેની નાની-નાની સિદ્ધિઓને બિરદાવતુ હોય, અને તેની નાની-નાની ભૂલોની સાથે અને નાની મોટી ખામીઓ સાથે તેને સ્વીકારતા હોય તો અસંતોષ થવો શક્ય જ નથી.... એ સ્થુળ વસ્તુઓમાં શું તાકાત કે તમને વાસ્તવિક માનસિક જરૂરિયાતો, લાગણીની ભીનાશ અને હૂંફના સતત સથવારાની ગરજ સારી શકે!!!...
હકીકતમાં વ્યક્તિ માત્ર એક મૃગજળ પાછળ આખી જિંદગી ભાગતો ફરે છે. ભગવાન પૂરતું બધું આપી દે. પણ સંતોષ ન થાય એટલે ખુશી નો અહેસાસ ન થાય. ખુશી તો ત્યાં જ છે પણ તેને અનુભવી ન શકે પછી મનોમન અકડાઈને ગૂંચવાયા કરે. ને છેવટે તે એવું માનવા માંડે છે કે હજી વધુ મોટો બંગલો ગાડી લઇ પછી મને તે ખુશી ફીલ થશે. પણ પછી એ ન થાય ત્યારે માણસ વધુને વધુ રઘવાયો થાય ને પછી હજી વધુ મેળવવા તે કટિબદ્ધ થાય ...તે મેળવે પણ ખરો પણ છતાંયે તેને તે ખુશી ફીલ નથી જ થવાની ...કેમકે જ્યાં ખુશી છે ..જેમા ખુશી સમાયેલી છે.. તે ત્યાં નહીં અવળી વસ્તુઓમાં જ તેને શોધી રહ્યો છે. ને છેલ્લે કંટાળીને તે ભયંકર એકલતાનો અને ઇનસિક્યોરિટી નો અનુભવ કરે છે. ખુશી કોઈ વસ્તુમાં નહીં સંબંધોમાં છે. પોતાની વ્યક્તિઓ સાથે છે. સંગાથે જીવનને માણવામાં છે. નાની નાની વસ્તુ ને સાથે શેર કરીને જીવવામાં છે. નાના નાના સંવાદો , થોડાક તોફાન ,થોડાક રીસામણા- મણામના ,થોડીક ઉગ્રતા, થોડાક વ્હાલ થી મળતાં સંવાદને ઝીલીને સાથે જીહવળવામાં છે. જો આટલું થઈ શકે તો "અસંતોષ" નામની વસ્તુ શક્ય જ નથી.
. કેટલીક વાર બે વ્યક્તિ એકબીજા સાથે કલાકો સુધી વાત કરે છે પણ એ માત્ર વાતો જ હોય છે. સંવાદ નથી હોતો. કેટલાક લોકો થોડોક સમય સાથે જીવે છે, વાતો સાવ નહિવત. પરંતુ મૌન સંવાદ પણ તેમાં ભરપૂર હોય છે. જે જિવાડે છે જીવંત રાખે છે
વાતો અને સંવાદ માં શું ફરક???
વાતો શબ્દોથી થાય છે. સંવાદ ભાવથી. વાતો કરવા માટે શબ્દોની જરૂર પડે છે. સંવાદ નિ:શબ્દ પણ હોઈ શકે છે. વાતો કરવા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હાજરી હોવી જરૂરી છે. સંવત ગેરહાજરીમાં પણ થતો અનુભવી શકાય છે.કેટલીક વાર કોઈને પૂરા મનથી યાદ કરતા હોઈએ ને તે જ સમયે તેનો ફોન આવે કે એ વ્યક્તિ રૂબરૂ મળવા આવે એવું બને જેને આપણે "ટેલીપથી" કહીએ છીએ. એ પણ એક પ્રકારનો સંવાદ જ છે. સંવાદ આત્મિક છે સીધેસીધો આત્માથી આત્માનો. માટે જ આ સંવાદ છે માટે જ..
"જ્યાં સંવાદ છે ત્યાં આત્મીયતા છે."
ને જ્યાં માત્ર વાતો છે ત્યાં ઉપરછલ્લી લાગણીના થપેડા છે.
રજાઇ ઓઢીને સૂઈ ગયા "શબ્દો"
ત્યારે કરવટ બદલી ને જાગી ગયા "ભાવ"
આવિર્ભાવ આ તે કેવો!!!
વાતો કરવા લાગી આંખો...
ને સંવાદે ચડી ગયાં.. હાવ -ભાવ..!!
કોઈ પણ સંબંધને ટકાવી રાખવા સંવાદ ટકાવી રાખજો. સંવાદ ક્યારેય બંધ ન કરતા.ગમે તેટલા ઝઘડા થાય પણ અહમને વચ્ચે રાખી તે ઝઘડાને લાંબો ન ખેંચતા. જેટલો સમય સંવાદ વિહીન વધારે જાય છે તેમ તેમ કડવાશ વધી જાય છે. માટે "સંવાદનો સેતું" હંમેશા જોડેલા રાખજો. ભલે થોડો હોય પણ તે થોડા માં પણ ભરપૂર હોય છે. જે પોતાના વ્યક્તિઓને ગુમાવતા અટકાવે છે.
આજે દરેક વ્યક્તિ ઘરડું હોય, નાનું બાળક હોય કે પુખ્ત વયનું હોય, દરેકને એવું હોય છે કે મારી સાથે કોઈ વાતો કરે, મને કોઈ સાંભળે... ઉપરછલ્લું નહીં બસ થોડું મનથી સાથે રહીને. આજે કોઈની પાસે સમય નથી કોઈને આપવા માટે,વાતો કરવા માટે કે સાંભળવા માટે. તો સમય કાઢવો ક્યાંથી??? હકીકતમાં તો આ આપણી વ્યસ્તતા ઘણાખરા અંશે આભાસી છે. તમે થોડીક ક્ષણો વિચારશો તો ખ્યાલ આવશે કે મોબાઈલ પાછળ, ટીવી પાછળ તમે દિવસનો કેટલો સમય આપો છો??. આ સમયને થોડો બચાવી 10 15 મિનિટ ફોનમાં મેસેજ ચેક કરવાનું બંધ રાખી ,ઘરનાં ઘરડા મા-બાપ , પત્ની,બાળકો સાથે બેસી વાતો સાંભળી લઈએ. થોડોક ક્વોલિટી ટાઈમ આપી સંવાદ કરી લઈએ.
જ્યારે તમે તેમની વાતો સાંભળશો તો એમને ફીલ થશે કે આ મારું પોતાનું વ્યક્તિ છે તમને તેમના માટે લાગણી છે તમે તેમને સમય આપો છો તો તમે તેમના સુખમાં ખુશ છો ને તેમના દુઃખમાં દુઃખી છો આ વસ્તુ તમને આત્મસંતોષ આપશે હળવાશ આપશે. "વ્યક્ત થઈ શકવાની હળવાશ.." જે જીવવા માટે ખૂબ જરૂરી છે.અને સામે તમને પણ સંબંધની હુંફ, છાંયડાની અનુભૂતિ થશે. જે વધુ સારું કામ કરવાં માટે ઉર્જા પૂરી પાડશે. પ્રસન્ન થઈને જીવવાનું ઇંધણ પુરું પાડશે.
દરેક વ્યક્તિને એક શ્રોતા ની જરૂર હોય છે જ્યાં પોતે વ્યક્ત થઈ શકે.....
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ