Thursday 15 November 2018

માં..સ્તર......

એ..બાળ....તારી આંખોમાં વિસ્મય છે ઉગ્યું.
      તેમાં તન્મય થઈ... હું ખુદને વિસારું છું....

સહેજે નિરખી લઉ છું એ કીકીની ભીતર..
      એ ઈશ્વર નાં ઐશ્વર્યને.. સ્તબ્ધ થઈ નિહાળું છું...

બંધ મુઠ્ઠીમાં પડેલ એ સંભાવનાં અનંત..ની
      નિસરણી બનવા હું ખુદને મઠારું છું....
‌           
            

Wednesday 14 November 2018

ધૂળની ડમરી...઼

આખાએ આખા... ઓગળીને જોયું..
       તળિયાંની ટોચે..ય.. પહોંચીને જોયું...

રસ્તામાં.. રાખેલ.. એક રસ્તો ઈશ્વરે....
        પગલાં પાડયાં વગર ત્યાં ફરકીને જોયું..

ભૂલું પડાયું... કે જડી હું મુજને....
         સમજફેર થઈ.. ને ફેર રમવાનું થયું....

સદી ગયેલ ગૂમડાંને... છંછેડ્યો તે સિદ્ ને.....
         પાટા ઉપર પાટું ફરી મારવાનું થયું....

વછૂટીને ઉડી ગયેલ ...એ રજકણ મળતાં જ....
          ધૂળની ડમરી ને....ફરી ઉડવાનું થયું.......
   
             મિત્તલ પટેલ
             "પરિભાષા"
  

Monday 12 November 2018

રાજીપો....

સવારની આજુબાજુ એક સાંજનો ઓથારો હોય છે...
    એટલે જ રોશની સાથે અંધકારનો એક વિસામો હોય છે...

સાવ સાદાઈથી કહીએ તો....સળગી ઉઠ્યાં પછી..
     રાખને સળગાવવાનો....સૌનો ઓવારો હોય છે...

રંગમંચ પર નાટ્ય ભજવતાં નથી થાકવાનુ એ "મિત"
     સદંતર "અંતર"માં અંતર રાખીને..ય
                             રોજ રોજ મરવાનું હોય છે....

વ્હાલું હોય વજૂદ તો ...
            જીવી બતાવ.. તું ..પળવાર..ય

રાજીપો રાખવા..ય....,રાજી થઈ....
             માત્ર રઝળવાનું હોય છે.......!!

દોરીની કિનારે બાંધેલ પથ્થરની
             વિસાત શું??... તું જણાવ....

તોય ગાંઠ વાળીને .. બાંધી દઈ...
              કાયમ વિઝવાનું હોય છે.....

                                    મિત્તલ પટેલ
                                    "પરિભાષા"