Thursday 27 August 2020

https://m.facebook.com/story.php?story_fbid=3260568134036196&id=100002491241209&extid=o97k4xCB9QreswyY&d=null&vh=i

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"Joy of giving"☺️😊😀


    વર્ષો વીતી જાય ને...
         સ્પંદન રહી જાય ....એવું પણ થાય...

થોડુંક જીવ્યાં ના અણસાર... જીવાયા કરે છે આમ                    જીવનભર....

      આનંદ ની પરિભાષા શું હોઈ શકે? આનંદ ની પરિભાષા તેની અનુભૂતિથી જ છે. બાકી અત્ર-તત્ર સર્વત્ર આપણી ચારે તરફ આનંદ તો છે જ ... પણ તમે તેને  અનુભવી શકો તો જ તમે આનંદ માં રહી શકો. એ અનુભૂતિ ક્યારેય સ્વાર્થી માણસો ને કે દંભી કે ઢોંગી માણસો ને નથી થતી. અથવા તેઓ  જો દાવો કરતાં હોય તો તે માત્ર દેખાડો છે. આનંદ તો ભીતરથી ઉદભવે છે. નિઃસ્વાર્થતા, કોઈકને મદદરૂપ થવાની ભાવના, માત્ર પોતે જ ભેગું કરી લેવાનું નહીં થોડોક ભાગ બીજાના માટે વાપરવાની મહેચ્છા, કોક દુઃખી કે તકલીફ માં જીવતા માણસને શબ્દો રૂપી,હુંફરુપી, લાગણીરૂપી કે આર્થિકરૂપી..સહકાર આપવાની વૃત્તિ માંથી ઉદભવે છે. તમે કોઈ એવોર્ડ મેળવ્યો પણ તે આનંદની જ્યાં સુધી અન્ય આત્મીયજનો સાથે વહેંચો નહીં ત્યાં સુધી તમે તે આનંદને અનુભવી ન શકો. તમારી જિંદગીમાં આવતી કોઈ પણ આનંદની ક્ષણ તમારાં આત્મીયજન સાથેની વહેંચણીથી બમણી થઇ જાય છે.આથી જ નાની-નાની ક્ષણોને લોકો એકબીજા સાથે વહેંચીને જીવતાં શીખી જાય તો દરેક નું જીવન એક ઉત્સવ બની જાય.

            ક્યારેક પગારમાંથી થોડોક ભાગ જરૂરીયાત મંદ બાળકો અને લોકોને ખોરાક કપડાં કે અન્ય રીતે મદદ કરી ને અનુભવી જોજો. ઘરડા ઘરમાં કે મૂંગા બહેરા બાળકો ની સંસ્થાઓ કે પછી અનાથાશ્રમમાં થોડાંક સમય નું દાન આપી જોજો. તેમને પોતીકાપણાનો ભાવ તમે આપો છો. તે તેમનાં માટે સૌથી મોટો આનંદનો દિવસ બની રહેશે.  તેમાંથી તમને જે આનંદ મળશે તે અવર્ણનીય હશે. સૌથી મોટું દાન વિદ્યાનું દાન છે.કોઈ બાળકનું આગળનું ભણતર માત્ર પૈસાને લીધે અટકતું હોય તો તેને આર્થિક મદદ કરી જોજો. જો તમે શિક્ષક હોય તો તમે વિદ્યાના દાન આપવા માટે તમને ઈશ્વરે સામેથી દિવ્ય અવસર આપ્યો છે. તેને ભરપૂર જીવજો મનથી. તો તમે જે આનંદ મળશે તેની સામે પગાર ગૌણ બની જશે. પગાર જરૂરિયાત છે તે શિક્ષકત્વ થી તમારાં દ્વારા થતું કાર્ય તમને નિમિત્ત બનાવી ઈશ્વર જે બાળક માં રોપવા માંગે છે તે સત્વ થકી તમે ઈશ્વરની ખૂબ નજીક જીવવાની તક પૂરી પાડશે. તેનાથી વધુ આનંદ ની વસ્તુ બીજી શું હોઈ શકે!!

               અમદાવાદ અને બીજી કેટલીક સિટીમાં અમુક અમુક વિસ્તારમાં "વોલ ફોર નીડેડ"બનાવવામાં આવી છે. તેના પર લોકો પોતાના જુના કપડા રમકડા અને અન્ય તેમને ઉપયોગી ન હોય પણ જરૂરીયાત મંદને કામ લાગી શકે તેવી વસ્તુઓ મૂકી જાય છે જ્યાંથી જરૂરિયાત મંદ માણસો પોતાને જોઈતી વસ્તુ લઈ શકે છે. આ એક એવો શ્રેષ્ઠ વિચાર છે કે જેનાથી કોઈને કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે અને કપડાં ખોરાક અને અન્ય સુવિધા દરેક લેવલના વ્યક્તિ સુધી અવેલેબલ થઈ શકે. કેટલી જગ્યાએ પુસ્તકો માટે ફ્રી લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ત્યાં લોકો પોતાના જૂના પુસ્તકો મૂકી જાય  અને  કોઈપણ વ્યક્તિ ત્યાં ઊભા રહી વાંચી શકે. પોતાના માટે નવા કપડાંની ખરીદી કરીને તો બધા નવું વર્ષ ઊજવે. પણ ક્યારેક રસ્તે રઝળતા બે ત્રણ બાળકોને નવા કપડા ની ભેટ આપી નવું વર્ષ ઉજવી જોજો. તમે સાચે કંઈક નવું સંચાર કરી રહ્યા છો પોતાનામાં અને તે બાળકોમાં એવો અનુભવ થશે. દરેક તહેવાર હોય ઉત્તરાયણમાં પતંગ હોય કે દિવાળીમાં દારૂખાનું .....તે પતંગ, દારૂખાનું જેઓ  તે લાવી શકવા સક્ષમ નથી તેમને વહેચીને ઉજવી જુઓ. આ તહેવારોનો આનંદ બમણો થઇ જશે. અને હા "જોય ઓફ ગિવિંગ" છે "જોય ઓફ ફોટો "નથી. તેથી કંઈ પણ કરો "હું કરું છું" તેવો ભાવ મનમાં ન લાવો. પછી આ બધી પ્રવૃત્તિના તમે ફોટો પાડી શેર કરશો તો તમે ભલે લોકો વાહ વાહ કરશે પણ તેનો જે અમૂલ્ય આનંદ છે તે તમે ગુમાવી દેશો. માત્ર ભાવવાહી મેળવવા જ તમે તે કર્મ કરો છો એવો અર્થ સરશે. ને બીજું જે લોકો આ મદદ મેળવે છે તેમને પોતે નાના છે એવી લાગણી અનુભવાશે. કોઈ નાનું કે મોટું નથી કર્મો અને વિચારથી માણસની વૃત્તિ અને સ્થાન પરખાય છે.

તું નાનો હું મોટો  ...
     એ ખ્યાલ જગતનો ખોટો
આ નાનો આ મોટો
     એવો મૂરખ કરતા ગોટો
ખારા જળનો દરિયો ભરિયો
    મીઠા જળનો લોટો
તરસ્યાને તો દરિયાથીયે
   લોટો લાગે મોટો
નાના છોડે મહેકી ઊઠે
    કેવો ગુલાબ ગોટો!
ઊંચા ઊંચા ઝાડે તમને
    જડશે એનો જોટો?
મન નાનું તે નાનો
    જેનું મન મોટું તે મોટો

-પ્રેમશંકર. ન. ભટ્ટ


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ


Sunday 23 August 2020

આ પુસ્તક વાંચતા મનમાં સહજ ઉદ્ભવેલ ભાવ...

       આ દુનિયામાં  ઠગ કોણ નથી...???
            કોક બીજાને ઠગે.. તો કોક પોતાની જાતને...

      ક્યારેક ને ક્યારેક તો આ ઠગ વૃત્તિ દેખા દે જ છે

કોઈ શબ્દથી ઠગે.. તો કોઈ ભાવથી...
       તો કોઈ પ્રવૃત્તિ થી...

પણ શરૂઆત તો પોતાની જાતને ઠગવા થી જ થાય છે...

  હકીકતમાં કુદરત થી મોટો ઠગ આ દુનિયામાં કોઈ નથી..!

       આપણે સૌ તો માત્ર તેની કઠપૂતળી છે.... અને આપણે કોઈને ઠગી શકીએ છીએ  એ આપણાં મનનો વહેમ છે..!!! સુખ નું મૃગજળ બતાવી આખી જિંદગી દોડાવ્યા કરે..... એ સૌથી મોટો ઠગ એટલે કુદરત.

       "અપરિગ્રહ "નો ભાવ કેળવી શકીએ તો જ આ ઠગ વૃત્તિમાંથી મુક્ત થઈ શકીએ છીએ..!!


મિત્તલ પટેલ
 "પરિભાષા "

Thursday 20 August 2020

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

💫કોઈપણ બીમારીથી બચવા કે તેમાંથી ઉગરવા દવા કરતાં માનસિક મનોબળ વધુ અસર કરે છે💫🗝️


         તમે ગંભીર બીમારીમાં  પટકાયા હોવ.. ને તમારી જીવવાની જીજીવિષા મરી પરવારી હોય તો કોઈપણ ડોક્ટર કે કોઈ પણ દવા તમને બચાવી નહીં શકે ‌. તેની અસરકારકતા જ નહિ રહે.કારણ કે તમારા અર્ધજાગ્રત મન એ તમારા શરીરને સંદેશો આપી દીધો છે કે હવે મારે જીવવું નથી. તો શરીરની દવા ને ટ્રીટમેન્ટ સામે પ્રતિક્રિયા પણ તે મુજબની જ રહેશે. એવું નથી કે દવા ક્યારેય અસર નથી કરતી પણ પહેલા તમારે મનથી મક્કમ અને પોઝિટિવ થવું પડશે કે... "મારે "જીવવું" છે"...."હું ચોક્કસ આ બીમારીમાંથી સાજા થઇશ"...."હું હજુ આ દુનિયાને મન ભરીને જીવવા ઇચ્છું છું".."હું એક યોદ્ધાની જેમ આ બીમારી સામે લડીશ ને જીતીશ". આ એટીટ્યુડ તમારે કેળવવો પડશે.

        આ કોરોના નામની મહામારીમાં પણ જો તમે તમારાં ડરને તમારાં પર હાવી થવા દેશો.. તો બીમારી સામેથી એટ્રેક્ટ થઈ તમારાં તરફ આવશે. કેમકે તમે ડરને લીધે સતત તેના વિશે વિચારો છો. આ ડર આવે છે ક્યાંથી?? સમાચાર નાં માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, કેટલાક નેગેટીવ લોકોના સંસર્ગથી. જો તમે આ ડરથી 'પર' થઈ શક્યાં ને પ્લાનિંગ પૂર્વક આ ઇન્ફેક્શન સામે લડવા માટે માનસિક શારીરિક રીતે પોતાને સ્ટ્રોંગ બનાવી લીધું તો પછી તમે આ બીમારીથી દૂર રહેશો અથવા બીમારી થશે તો પણ તમે તેમાંથી સહેલાઇથી ઉગરી જઈ બહાર આવી શકશો. નિયમિત યોગા, પ્રાણાયામ ,એક્સરસાઇઝ, હેલ્ધી ફૂડ ,પોતાને ઈમ્યૂન કરતાં થોડાંક આર્યુવેદિક ઉપચાર રોજ કરતા રહો તો આ સમય તમારી જૂની લાઇફ-સ્ટાઇલને ધરમૂળમાંથી ચેન્જ કરી કાયમ માટે હેલ્ધી જીવન જીવવા સંજીવની પૂરી પાડશે.

        " ડિપ્રેશન"એક બીમારી છે તેવી તો થોડાક વર્ષોમાં ઉજાગર થયું. વર્ષો પહેલાં પણ માણસ નિરાશામાં સપડાઈને જીવન સંકેલી લેતાં હતાં તેનાં કેટલાય ઉદાહરણ છે. હા પ્રમાણ થોડું ઓછું હતું કારણકે પોતીકાપણું, આત્મીયતા ,સંવેદન સોશિયલ મીડિયા પર આટલું નિર્ભર ન હતું. આજે પોતાના વ્યક્તિ સાથેનાં સંબંધોમાં પણ મોબાઈલ ફેક્ટર..ઘણો અસર કરે છે. પહેલા ના સમયમાં માણસ પાસે બીજા માણસ ને છેતરવા માટે નાં આટલાં બધાં માધ્યમો ન હતાં માણસ પોતાનાં વ્યક્તિઓ સાથે સાચા અર્થમાં "કનેક્ટેડ" હતો....."મારા મેસેજનો રિપ્લાય કેમ ન આપ્યો?".."ત્રણ-ચાર કોલ કર્યા ઉપાડતા કેમ નહતાં?"..."whatsapp પર રાત્રે મોડા સુધી ઓનલાઇન કેમ હતા?"... આ બધી વસ્તુઓ પર આજે આપણે સંબંધની મુલવણી કરીએ છીએ. સંબંધને, પોતાનાપણાને ,લાગણીને આ બધાંથી માપીએ છીએ.શું ખરેખર આપણે સોશિયલ મીડિયાને આપણાં સંબંધો પર હાવી થતાં "જોઈ" શકીએ છે ખરાં!! જો આ રીતે વિચારીએ તો તમે કોઇપણ સંબંધમાં ક્યારેય સ્થિર રહી શકવાનાં જ નથી. તમે એક આખાં વ્યક્તિત્વને, એક વાવાઝોડાને ફોનની 5 બાય 5 ની સ્ક્રીન માં લોક કરવા મથો છો. આનાથી ઉત્પન્ન થાય છે એકલતા,ડિપ્રેશન ની બીમારી. એન્ટી સોશિયલ પર્સનાલિટી નો ઉદ્ભવ. હા તે કોઈપણ બીજી બીમારી કરતાં વધુ પીડાદાયક અને જીજીવિષા ને મારી નાખનાર બીમારી છે હા આમાં પણ "પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર" સૂત્ર ચોક્કસ લાગું પડે છે.

            તમારાં સોશિયલ મીડિયામાં કેટલું ફ્રેન્ડ લિસ્ટ છે તેનાં કરતા થોડા પણ સાચાં મિત્રો કેટલાં છે તેને મહત્વ આપો. તેમને સમય આપો. 'આત્મીયતા' પોતાનાં વ્યક્તિએ જોડે જાળવી રાખવાં તેનું જતન કરવા, તેમનાં માટે સમય આપો. સોશિયલ મીડિયાના અથવા મોબાઇલના સ્પંદનો, ખોખલી દુનિયાને વધુ મહત્વ આપવાને બદલે પોતાનાં વ્યક્તિ, તેનાં સ્વતંત્ર વ્યક્તિત્વને અને પોતાની સાથે તેના સંવેદનશીલ આત્મિક જોડાણને વધુ મહત્વ આપો. તે વ્યક્તિને તે સંબંધને એક અતૂટ વિશ્વાસ ની જરૂર છે. સ્વીકાર ની જરૂર છે. ભૂલો સાથે, ખામીઓ સાથે સંપૂર્ણ સ્વીકારની.

         તમે તો તે માણસને ,સંબંધને ઈશ્વર જોડે ત્રાજવામાં તોલવા બેસી ગયાં!!! સહેજ કાટલું નમ્યુ એટલે બસ કાપી કાઢ્યાં સબંધ. અરે તે તો નમવાનું જ છે. એક બાજુ ઈશ્વર છે ને એક બાજુ ખામી ખૂબી વાળો સામાન્ય માણસ. તેનાથી તો ભૂલો થવાની. આ પરિસ્થિતિના અનુરૂપ, તેની સામે આવતા પડકારને અનુરૂપ તેને જીવવું પડવાનું. પણ એ બધાથી પર થઈ સંગાથે સતત જીવી શકે તેનું નામ "સમ-બંધ". અને આ સમ-બંધ હશે ત્યાં એકલતા ડિપ્રેશન ક્યારેય નહીં આવે. આ સોશિયલ મીડિયાના સંબંધ પરનાં આ પ્રભાવથી પર થવાં પણ મજબૂત માનસિક મનોબળ ની માનસિક મક્કમતા ની જરૂર પડે છે.

           કોન્ટ્રોવર્સી એ જીવન નો સ્વભાવ છે.તેમાં બીમારીઓ, તકલીફ, મુશ્કેલીઓ,અણધાર્યાં વળાંકો ...જાણે કોઈ રોલરકોસ્ટર રાઇડ માં બેઠા હોઈએ તેમ આવવાનાં જ છે. તેમાં "આત્મવિશ્વાસ" અને "આત્મ શ્રદ્ધા" રૂપી દીવાદાંડી હંમેશા સાથે રાખશો તો તમને કશું પણ ડગાવી નહિ શકે. ને દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન થઈને જીવી શકશો.


           "સંજુ" મુવી નું એક ગીત છે... "કર હર મેદાન ફતેહ".. ક્યારેક નિરાશ આવે ત્યારે સાંભળી જોજો. એક ઉર્જાનો આવિર્ભાવ થશે. એમાં કેટલાક ઉસ્તાદ ના ગીતો નો ઉલ્લેખ પણ છે. જે ખરેખર દરેક વ્યક્તિમાં જીજીવિષા નો દીવો જીવતો રાખવાં મદદરૂપ થાય એવાં છે. જ્યારે તમને એ દીવાઓ હોલવાતા દેખાય!

"ન મુંહ છુપા કે જીઓ ઔર ન સર જુકાકે જીઓ...
      ગમો કા દોર ભી આયે..તો...
                 મુસ્કુરા કે જિઓ..."

"રુક જાના નહીં તું કભી હાર કે"

"કુછ તો લોગ કહેગે...
      લોગો કા કામ હૈ કહેના..."


મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

💫કોઈપણ બીમારીથી બચવા કે તેમાંથી ઉગરવા દવા કરતાં માનસિક મનોબળ વધુ અસર કરે છે💫🗝️

         તમે ગંભીર બીમારીમાં  પટકાયા હોવ.. ને તમારી જીવવાની જીજીવિષા મરી પરવારી હોય તો કોઈપણ ડોક્ટર કે કોઈ પણ દવા તમને બચાવી નહીં શકે ‌. તેની અસરકારકતા જ નહિ રહે.કારણ કે તમારા અર્ધજાગ્રત મન એ તમારા શરીરને સંદેશો આપી દીધો છે કે હવે મારે જીવવું નથી. તો શરીરની દવા ને ટ્રીટમેન્ટ સામે પ્રતિક્રિયા પણ તે મુજબની જ રહેશે. એવું નથી કે દવા ક્યારેય અસર નથી કરતી પણ પહેલા તમારે મનથી મક્કમ અને પોઝિટિવ થવું પડશે કે... "મારે "જીવવું" છે"...."હું ચોક્કસ આ બીમારીમાંથી સાજા થઇશ"...."હું હજુ આ દુનિયાને મન ભરીને જીવવા ઇચ્છું છું".."હું એક યોદ્ધાની જેમ આ બીમારી સામે લડીશ ને જીતીશ". આ એટીટ્યુડ તમારે કેળવવો પડશે.

        આ કોરોના નામની મહામારીમાં પણ જો તમે તમારાં ડરને તમારાં પર હાવી થવા દેશો.. તો બીમારી સામેથી એટ્રેક્ટ થઈ તમારાં તરફ આવશે. કેમકે તમે ડરને લીધે સતત તેના વિશે વિચારો છો. આ ડર આવે છે ક્યાંથી?? સમાચાર નાં માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, કેટલાક નેગેટીવ લોકોના સંસર્ગથી. જો તમે આ ડરથી 'પર' થઈ શક્યાં ને પ્લાનિંગ પૂર્વક આ ઇન્ફેક્શન સામે લડવા માટે માનસિક શારીરિક રીતે પોતાને સ્ટ્રોંગ બનાવી લીધું તો પછી તમે આ બીમારીથી દૂર રહેશો અથવા બીમારી થશે તો પણ તમે તેમાંથી સહેલાઇથી ઉગરી જઈ બહાર આવી શકશો. નિયમિત યોગા, પ્રાણાયામ ,એક્સરસાઇઝ, હેલ્ધી ફૂડ ,પોતાને ઈમ્યૂન કરતાં થોડાંક આર્યુવેદિક ઉપચાર રોજ કરતા રહો તો આ સમય તમારી જૂની લાઇફ-સ્ટાઇલને ધરમૂળમાંથી ચેન્જ કરી કાયમ માટે હેલ્ધી જીવન જીવવા સંજીવની પૂરી પાડશે.

        " ડિપ્રેશન"એક બીમારી છે તેવી તો થોડાક વર્ષોમાં ઉજાગર થયું. વર્ષો પહેલાં પણ માણસ નિરાશામાં સપડાઈને જીવન સંકેલી લેતાં હતાં તેનાં કેટલાય ઉદાહરણ છે. હા પ્રમાણ થોડું ઓછું હતું કારણકે પોતીકાપણું, આત્મીયતા ,સંવેદન સોશિયલ મીડિયા પર આટલું નિર્ભર ન હતું. આજે પોતાના વ્યક્તિ સાથેનાં સંબંધોમાં પણ મોબાઈલ ફેક્ટર..ઘણો અસર કરે છે. પહેલા ના સમયમાં માણસ પાસે બીજા માણસ ને છેતરવા માટે નાં આટલાં બધાં માધ્યમો ન હતાં માણસ પોતાનાં વ્યક્તિઓ સાથે સાચા અર્થમાં "કનેક્ટેડ" હતો....."મારા મેસેજનો રિપ્લાય કેમ ન આપ્યો?".."ત્રણ-ચાર કોલ કર્યા ઉપાડતા કેમ નહતાં?"..."whatsapp પર રાત્રે મોડા સુધી ઓનલાઇન કેમ હતા?"... આ બધી વસ્તુઓ પર આજે આપણે સંબંધની મુલવણી કરીએ છીએ. સંબંધને, પોતાનાપણાને ,લાગણીને આ બધાંથી માપીએ છીએ.શું ખરેખર આપણે સોશિયલ મીડિયાને આપણા સંબંધો પર હાવી થતાં "જોઈ" શકીએ છે ખરાં!! જો આ રીતે વિચારીએ તો તમે કોઇપણ સંબંધમાં ક્યારેય સ્થિર રહી શકવાનાં જ નથી. તમે એક આખાં વ્યક્તિત્વને, એક વાવાઝોડાને ફોનની 5 બાય 5 ની સ્ક્રીન માં લોક કરવા મથો છો. આનાથી ઉત્પન્ન થાય છે એકલતા,ડિપ્રેશન ની બીમારી. એન્ટી સોશિયલ પર્સનાલિટી નો ઉદ્ભવ. હા તે કોઈપણ બીજી બીમારી કરતાં વધુ પીડાદાયક અને જીજીવિષા ને મારી નાખનાર બીમારી છે હા આમાં પણ "પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર" સૂત્ર ચોક્કસ લાગું પડે છે.

            તમારાં સોશિયલ મીડિયામાં કેટલું ફ્રેન્ડ લિસ્ટ છે તેનાં કરતા થોડા પણ સાચાં મિત્રો કેટલાં છે તેને મહત્વ આપો. તેમને સમય આપો. 'આત્મીયતા' પોતાનાં વ્યક્તિએ જોડે જાળવી રાખવાં તેનું જતન કરવા, તેમનાાટે સમય આપો. સોશિયલ મીડિયાના અથવા મોબાઇલના સ્પંદનો, ખોખલી દુનિયાને વધુ મહત્વ આપવાને બદલે પોતાના વ્યક્તિ, તેનાં સ્વતંત્ર વ્યક્તિત્વને અને પોતાની સાથે તેના સંવેદનશીલ આત્મિક જોડાણને વધુ મહત્વ આપો. તે વ્યક્તિને તે સંબંધને એક અતૂટ વિશ્વાસ ની જરૂર છે. સ્વીકાર ની જરૂર છે. ભૂલો સાથે, ખામીઓ સાથે સંપૂર્ણ સ્વીકારની.

         તમે તો તે માણસને ,સંબંધને ઈશ્વર જોડે ત્રાજવામાં તોલવા બેસી ગયાં!!! સહેજ કાટલું નમ્યુ એટલે બસ કાપી કાઢ્યાં સબંધ. અરે તે તો નમવાનું જ છે. એક બાજુ ઈશ્વર છે ને એક બાજુ ખામી ખૂબી વાળો સામાન્ય માણસ. તેનાથી તો ભૂલો થવાની. આ પરિસ્થિતિના અનુરૂપ, તેની સામે આવતા પડકારને અનુરૂપ તેને જીવવું પડવાનું. પણ એ બધાથી પર થઈ સંગાથે સતત જીવી શકે તેનું નામ "સમ-બંધ". અને આ સમ-બંધ હશે ત્યાં એકલતા ડિપ્રેશન ક્યારેય નહીં આવે. આ સોશિયલ મીડિયાના સંબંધ પરનાં આ પ્રભાવથી પર થવાં પણ મજબૂત માનસિક મનોબળ ની માનસિક મક્કમતા ની જરૂર પડે છે.

           કોન્ટ્રોવર્સી એ જીવન નો સ્વભાવ છે.તેમાં બીમારીઓ, તકલીફ, મુશ્કેલીઓ,અણધાર્યાં વળાંકો ...જાણે કોઈ રોલરકોસ્ટર રાઇડ માં બેઠા હોઈએ તેમ આવવાનાં જ છે. તેમાં "આત્મવિશ્વાસ" અને "આત્મ શ્રદ્ધા" રૂપી દીવાદાંડી હંમેશા સાથે રાખશો તો તમને કશું પણ ડગાવી નહિ શકે. ને દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન થઈને જીવી શકશો.

           "સંજુ" મુવી નું એક ગીત છે... "કર હર મેદાન ફતેહ".. ક્યારેક નિરાશ આવે ત્યારે સાંભળી જોજો. એક ઉર્જાનો આવિર્ભાવ થશે. એમાં કેટલાક ઉસ્તાદ ના ગીતો નો ઉલ્લેખ પણ છે. જે ખરેખર દરેક વ્યક્તિમાં જીજીવિષા નો દીવો જીવતો રાખવાં મદદરૂપ થાય એવાં છે. જ્યારે તમને એ દીવાઓ હોલવાતા દેખાય!

"ન મુંહ છુપા કે જીઓ ઔર ન સર જુકાકે જીઓ...
      ગમો કા દોર ભી આયે..તો...
                 મુસ્કુરા કે જિઓ..."

"રુક જાના નહીં તું કભી હાર કે"

"કુછ તો લોગ કહેગે...
      લોગો કા કામ હૈ કહેના..."

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
    

Sunday 9 August 2020

 
      બાળકો વિજ્ઞાન અનુભવ દ્વારા કદાચ વધારે સહજ અને સરળ રીતે શીખી શકે... 👷👩‍🔬👩‍🌾👩‍🏭🕵️🧙

        ધોરણ 8 માં unit-4 ધાતુ અને અધાતુઓ...... બાળકો ઘરમાં અને બહાર ધાતુ ની વસ્તુઓ અને  અધાતુની વસ્તુઓ ની શોધખોળ કરી.... વસ્તુઓ એકઠી કરી.. પછી ગ્રુપ માં બેસી તેનું બે ભાગમાં વર્ગીકરણ કરે. તો ધાતુ અને અધાતુ ની સંકલ્પના ,તેના ગુણધર્મ, તેના ઉપયોગ... સહજ પણે તે આત્મસાત કરી શકે.

This activity done by std8 students ...

પ્રાંતવેલ વર્ગ  પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી...

Saturday 8 August 2020

નવસંસ્કાર સાપ્તાહિક માં મારો લેખ.....

"આત્મસ્લાઘા --પિત્તળ પર ચઢાવેલ સોનાનો ઢોળ"..✍️🤯🤖🗿🎭

              આત્મસ્લાઘા પોતાના અહમને પંપાળી ને સતત તેને પોષતું એક સાધન માત્ર છે.તે વ્યક્તિના અમને એટલી હદ સુધી તરબતર કરી દે છે કે પછી પોતાની ટીકા કે વાંક તે ક્યારેય જોઈ શકતા નથી .સહન કરી શકતા નથી.પોતાની  બધી આવડત, પોતાની ક્ષમતાઓ ની આગળ એક આડશ ઉભી કરી દે છે. જે વ્યક્તિ સતત આત્મસ્લાઘા અટવાયેલો રહે છે તે સતત એક ભ્રમમાં જીવતો હોય છે. તેનો "હું" નો ભાવ એટલો સમૃદ્ધ હોય છે કે "આપણે" કે "સહિયારા" નો ભાવ અને તેની સંકલ્પના તે સમજી કે સ્વીકારી જ નથી શક્તાં. તેનાથી ધીમે ધીમે તે ઘરના અને સમાજના તેમજ વર્ક પ્લેસ ના બીજા વ્યક્તિ ઓથી દૂર થતો જાય છે. વ્યક્તિ "સ્વ" કેન્દ્રિત બની જાય છે. પોતાની આસપાસની બધી પ્રવૃત્તિઓ પોતાની કેન્દ્રમાં રાખીને જ થવી જોઈએ. પોતાને સૌથી વધુ મહત્વ મળવું જોઈએ એવું ઇચ્છે છે. અને જો આવું ન થાય તો તે ધુઆપુઆ બની જાય છે. રઘવાયો બની જાય છે. આમ આત્મસ્લાઘા પોતે પોતાને જ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. દુઃખી કરે છે તકલીફ આપે છે. આત્મસ્લાઘા માં સતત રાચતો માણસ ઇચ્છવા છતાં પોતાના વ્યક્તિઓને પ્રેમ લાગણી હૂંફ આપી શકતો નથી. પોતે તેમની સાથે આત્મીયતા થી જીવી શકતો નથી. પોતે ઈચ્છવા છતાંય. તેમ કરતાં તેમનો અહમ્ વચ્ચે આવી જાય છે.

ઓથાર કરીને ઉભો એક બગલો...
         ચાચે ...ચંપકની...પીન.....

"હું" ..."મારો"...નો  નાં છોડે તંતુ તે ક્યારેય...
           ખટકે સહિયારા ની ભીંત.....

             આત્મસ્લાઘા એક વ્યસન છે. જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને બાણમા લે છે. હા અન્ય વ્યસનની જેમ તેને પણ ખુદથી અળગું કરી શકાય છે. જો પોતે મક્કમ મનોબળથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ તો. આત્મસ્લાઘા માં રાચતો માણસ હિતેચ્છુઓ અને કપટી માણસો વચ્ચેનો ભેદ પારખી શકતા સાવધ નથી રહી શકતો. કેમકે તેને માત્ર ખુશામત, વખાણ સાંભળવા.... ને પોતે બોલતા હોય તો શ્રોતા જે બને તે જ ગમતાં હોય છે. માટે કેટલાક કાવતરાનો ભોગ બને છે. કપટી લોકો પોતાના કામ તેમની પાસેથી ખૂબ સહેલાઇથી કઢાવી શકે છે. આ વ્યસન માંથી બહાર આવવા... સ્વકેન્દ્રી પણામાંથી બહાર આવવા પોતે પ્રયત્ન કરવો પડે. "હું" માંથી "અમે"... "મારું" માંથી "આપણું"... મારાથી ની જગ્યાએ આપણાંથી... ની સહિયારી ભાવના વિકસાવવી પડે..

                 "મેં કર્યુઁ" નો ભાવ જાય..  ."હું તો માત્ર નિમિત્ત છું"... હું ન હોત તો  બીજું કંઈ હોત. એ નિમિત્તતા નો ભાવ સતત મનમાં રાખી વ્યવહાર કરતાં શીખી જઈએ તો આત્મસ્લાઘા નો ભાવ  દૂરદૂરથી પણ તમને સ્પર્શશે નહી......

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 5 August 2020

One of the my favourite article....

ગુર્જર ગર્જના ન્યૂઝ પેપર માં મારી કોલમ "પરિભાષા"નો લેખ

"બાળકને જ્યારે પરાણે ભણવા બેસાડવું પડે ત્યારે...."📝✍️📚

          જરા વિચારો આપણને પરાણે કોઈ કામ કરાવે ત્યારે તે કામમાં ભલીવાર આવે ખરો?? ન  જ આવે... સાવ  કૃત્રિમતાથી ભરેલુ અને બીબાઢાળ કામ જ સંભવે... કારણ કે તે કાર્ય અનિચ્છાએ તમે કરો છો. તેમાં તમારું મન નથી ,રસ નથી ...તો તે કાર્ય તમે ધ્યાનપૂર્વક, એકાગ્રતાપૂર્વક કેવી રીતે કરી શકો?? કોઈપણ કાર્ય તે નાનું હોય કે મોટું પ્રસન્ન ચિત્તે કરો તો જ તે સુંદર અને શ્રેષ્ઠ રીતે થઈ શકે. તે ક્યારે થાય?? જ્યારે તમે તેમાં રસ કેળવ્યો હોય ,પૂરા મનથી ઉત્સાહ અને ઉમંગથી તમે તે કાર્ય કરવામાં જાતને પરોવો છો ત્યારે. તમે પેસીવ (કોઈના દ્વારા તમારી પાસે પરાણે કરાવાયેલુ)....નહીં........ એક્ટિવ(પૂરા મનથી લાઈવ) વર્ક કરો છો. કોઈપણ કાર્ય તમે કરો છો તે કામ કરતા.. તમે તેને કેટલા લાઈવલી જીવો છો તે મહત્વનું છે. કારણકે ભણતી વખતે ભણવાનું, નોકરી કરતી વખતે જોબરુપી વર્ક, તમને જે શોખ હોય તે કાર્યો વગેરે.. તમારું જીવન છે. તેમાંજ તમારું જીવન પસાર થાય છે. તમારે લાઈફને lively જીવવું હોય તો આ દરેક કાર્યને lively જીવવા પડશે. કરવા ખાતર નહીં, પરાણે નહીં, "મને ગમે છે" ને "હું કરું છું" એ એટીટ્યુડથી....

             હવે જરા વિચારો!! સાવ નાનાં ભૂલકાઓ મોટી મોટી બેગ ખભે નાખી... ટ્યુશન ને શાળા રૂપી માનસિક ભાર વહન કરતા હોય ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શું આ બાળકો ખરેખર ક્યારેય પોતાનાં નાનાં મોટા કાર્યોને લાઈવલી જીવી શકશે ખરાં!!.. "ભણવા બેસ", "હોમવર્ક કરવાં બેસ" , "રમવા નથી જવાનું", "કાલે એક્ઝામ છે...૧૫ દિવસ રમવાનું બંધ.","આ કવિતા તૈયાર કરી દે, "આટલા પ્રશ્નો મોઢે કરી દે"......આવા માહોલમાં બાળક શું ખરેખર ભણે છે ખરો??.. શીખે છે ખરો??તેનામાં રહેલા કંઈ કેટલીયે ક્ષમતાઓ, શક્યતાઓ, આશ્ચર્ય , પ્રશ્નો ,તર્કને વ્યક્ત કરી શકે છે ખરો!! હા ભણે છે સ્થૂળ વસ્તુઓ. જીવનની કેળવણી માં જોતરાય છે ખરો??? સ્પષ્ટપણે.."ના".... આ વર્તમાન સમયની તાસીર છે. તમે મોર ને બાંધીને તેને નૃત્ય ન કરાવી શકો. ચકલીને હાથમાં કચોકચ પકડી રાખી મધુર કલરવ ન રેલાવી શકો. તેના માટે તમારે તેને મુક્ત કરવા પડે. મુક્ત મને ભણવાની તક આપવી પડે.ભણવું તેને ગમે તેવું વાતાવરણ તમારે તેને પૂરું પાડવું પડે. જેટલું એન્જોયમેન્ટ તે ભાઈબંધો સાથે રમવામાં કરતો હોય તેટલું જ ભણવા ને પણ એન્જોય કરી શકે તેવો માહોલ આપણે તેને આપવો પડે. એક્ઝામ છે તેનાં આગલાં દિવસથી રમવાનું બંધ ,ખુશ રહેવાનું બંધ શા માટે? રોજ lively ભણતા હોય તો એક્ઝામ નાં આગલાં દિવસે તો માત્ર નજર કરવાની જ જરૂર રહે. બે માર્કસ ઓછા આવશે તો શું આભ તૂટી પડવાનું છે!!!

           આપણે બાળકને ખુશ રહેતાં શીખવવાનું છે. આપણે ભણતાં શીખવીએ ,મેનર્સ શીખવીએ, સંસ્કાર આપી એ, સારી નોકરી મેળવતા શીખવીએ, પણ જો ખુશ રહેતા જ નહીં શીખવીએ તો બધું જ વ્યર્થ રહેવાનું. બાળક પ્રસન્ન ચિત્ત રહેશે તો ભણવાનું, કેળવણી બધું સાવ સહજ અને આનંદનો વિષય બની રહેશે. તે પ્રસન્ન ચિત્ત ક્યારે રહી શકશે?.તેના મિત્રો સાથે મન ભરીને રમશે, ખુલ્લા મને બૂમો પાડીને ઉછળકૂદ કરતો હશે, દોડાદોડ કરતો હશે. કપડાં ભિના થવાનો ડર વગર પાણીમાં છબ છબીયા કરતો હશે. તેના એકાંતમાં ક્યારેય ખલેલ ન પહોંચાડતા. ક્યારેક તે પોતાની જાત જોડે વાતો પણ કરતો હશે. કંઈક સ્વયં સ્ફુરણાથી કોઈ કાર્ય કરતો હોય ત્યારે માત્ર કચરો થવાના ડરથી કે નકામું કાર્ય સમજી તેને રોકશો નહીં. તે કેળવણીના એક ભાગરૂપે જ હશે.

          " સતત ટોકવુ"એ બાળકના મન પર સતત કરવામાં આવતો પ્રહાર છે. તેની "સહજતા"માં અને "ઉત્સાહ" પર પૂર્ણવિરામ મૂકી દે તું શસ્ત્ર છે. આ ના કર , તે ના કર,ની  જગ્યાએ 'આ કામ તું આવી રીતે બધું સારું કરી શકીશ', 'આ કામને તું આ રીતે કરીશ તો તને વાગશે નહીં'.... આ શબ્દોમાં કહી શકો. પોતાનાં રૂટિનમાં માત્ર ડિસ્ટર્બ ન થાય..ટાઈમ પર ખાવાનું પતી જાય ,ટાઈમ પણ તમે કામ કરી શકો બસ એ માત્ર થી એટલો સમય બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દેવો શું એ વ્યાજબી છે??? કેટલાક તો પોતે શાંતિથી જમી શકે તે માટે એટલો સમય સારું નાના દોઢ કે બે વર્ષના બાળકને પણ ફોન પકડાવી બેસાડી દેતા હોય છે... શું તે વ્યાજબી છે?? આ બીજ રોપો છો તમે પોતે જ. તેનામાં કુટેવ ના. પછી જ્યારે તે કુટેવ તેનું વ્યસન બની જાય ત્યારે તમે તેના હાથમાંથી મોબાઇલ ખૂંચવી પુસ્તક પકડાવો તો શું તે સહજતાથી ભણી શકશે??

      
           ભણવું એ બાળક માટે બોજારૂપ ક્યારેય ન બનવું જોઈએ. તેને મન ભરી રમવા દો. તે પ્રસન્ન ચિત્ત રહેશે પછી તેને ભણવા તરફ વાળો. ચલ આપણે થોડી વાર ગણિત ભણી લઈએ, હિન્દી ની કવિતા ગાઈ લઈએ, વિજ્ઞાનમાં નવું નવું શીખી લઈએ, થોડું પણ ભણે .. કંઈક નવું શીખે...તો તેને સતત પ્રોત્સાહન આપો શાબ્દિક અને અશાબ્દિક... "તને તો આ દાખલા સરસ આવડી ગયાં"..."વેરી ગુડ"..."તને વિજ્ઞાન માં કેટલી સરસ આકૃતિ દોરતાં આવડે છે"..."હિન્દી ની કવિતા તું મસ્ત ગાય છે".. હેન્ડરાઇટિંગ સારા નથી તો એવું કહી શકો.."ચલ  હવેથી આપણે મસ્ત અક્ષર કરતાં શીખીએ".."તું આનાથી વધારે સરસ અક્ષર કાઢી શકે છે"... થોડું પણ પ્રયત્ન કરે તો સરસ, વેરી નાઇસ જેવાં ઉદીપકો વડે તેનાં ઉત્સાહની જ્યોત  સતત પ્રજ્વલિત રાખો... પછી જુઓ જાદુ. ગણિત ,વિજ્ઞાન ,અંગ્રેજી, હિન્દી તેનાં મિત્રો બની જશે. તે તેના બહારના મિત્રો સાથે રમવામાં જેટલું એન્જોય કરશે તેના જેવું જ તે મિત્રો સાથે પણ એન્જોય કરશે.

          "સરખામણી"તો ભૂલથીએ ના કરતાં....  જ્યારે તમે ભણવાની બાબતમાં કે કોઈ પણ બાબતમાં તમારા બાળકની અન્ય સાથે સરખામણી કરો છો તો તમે તેના "સ્વ" ને હાનિ પહોંચાડો છો.. તેના આત્મવિશ્વાસ અને આત્મસન્માન ને ઘા કરો છો. જે ક્યારેય રૂઝાશે નહી.ને આત્મવિશ્વાસ અને આત્મસન્માન તો ખુશ રહેવા માટેની ,જિંદગીમાં સફળ થવા માટેની ગુરુચાવી છે.

       તમે પંખી ને પાંજરા માં પૂરી ને કહો કે હવે મુક્ત ગગનમાં વિહારો તો શું તે શક્ય છે ખરું?? પાણીની અંજલિ હથેળીમાં રાખી મુઠ્ઠી વાળી એ તો પાણી ખૂણે ખાંચરેથી બહાર નીકળી જવાનું છે. બાળકની "સહજતા".." કુતુહલતા" "આશ્ચર્ય"ને જાળવી રાખો. તેને ખીલવા દો. હકારાત્મક સુદ્ઢકો, શાબ્દિક સતત પ્રોત્સાહન થી તેને સીંચો. તેને વ્હાલ ની પણ જરૂર હોય છે. પ્રેમ ની પણ જરૂર હોય છે. સંવાદ ની પણ જરૂર હોય છે તે પણ ભરપૂર આપો. તો તેનો સર્વાંગી વિકાસ થતા કોઈ નહી રોકી શકે. "ભણવું" તે જીવનનો એક ભાગ છે જીવન નથી. સતત પ્રસન્ન રહેવું ,ખુશ રહેવું, દરેક કામ ઉમંગથી, ઉત્સાહથી કરવાં... lively જીવવું તે જીવન છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

           

 

આવ આવ આવ..
     ઓ શ્રાવણિયા વરસાદ...

ઝાડવા રોજ સાદ આપે...
     વરસ તું ઓ વરસાદ...

ગોકળગાયો લીટી દોરે....
      તું જોને ઓ વરસાદ....

અળસિયા ભાઈ ડોકિયાં કરે..
       પધાર ઓ વરસાદ.....
 
વાદળા આવે પાણી લાવે..
         તોય ન આવે તું વરસાદ...

પવન ખેંચી જાય તેને...
         કેમ સંતાય તું વરસાદ....

ઉની ઉની રોટલી ને ...
          કારેલાનું શાક....

ચલને સાથે જમીએ આપણે...
        મારા વ્હાલાં... ઓ વરસાદ...

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

  

Sunday 2 August 2020

બાળસાહિત્યમાં..... બાળ નાટક, બાળવાર્તાઓ ,બાળગીત.... લખવા તે મારી સૌથી પ્રિય અને મનને સૌથી વધારે પ્રસન્નતા બક્ષતી લેખન પ્રવૃત્તિ રહી છે.....

       તેનાં ભાગરૂપે જ....."ઉડ્ડયન"....ઈ -મેગેઝીન માં એક બાળ નાટક શ્રેણી શરૂ કરવા જઇ રહી છું......

        "ઉડ્ડયન"  મેગેઝિનનાં ચોથા અંકમાં મારું બાળનાટક......."પક્ષી વૈભવ"...