Monday 27 September 2021

નિબંધ સ્પર્ધા...અને ઈનામ વિતરણ....

પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી....

Wednesday 22 September 2021


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


પ્રાકૃતિક ઘટનાઓનું ક્યારેય "પ્લાનિંગ" કરી શકાતું નથી તે "સહજપણે" નિર્મિત થતી હોય છે... ⛈️🌊🏞️🌪️🌫️🌄



      આકાશમાં વીજળીની લંબાઈ, પહોળાઈ ,ઉંચાઈ, ક્ષેત્રફળ માપી શકાય ખરું? જન્મ અને મૃત્યુની ક્ષણોને નિર્ધારિત કરી શકાય ખરું? સાચા મિત્રનો સંગાથ સાપડશે તેની આગાહી થઈ શકે ખરી? જીવનની યાદગાર ક્ષણો હંમેશા સહજ રીતે નિર્મિત થતી હોય છે.

          કેટલીકવાર માર્ગ પોતે શ્વાસ લેતો હોય છે અને આપણે માત્ર જીવતાં હોઈએ છીએ. એટલે આપણે વટેમાર્ગુ જ છીએ.....જે સહમાર્ગી બનીને જ કદાચ જીવંત થઈ શકે...

         ઓળખાણ ક્યારેક સાચી પરખ બની જતી હોય છે. અને પારખીને વચનબદ્ધ થયેલ ક્યારેક આપણી સાચી ઓળખ કરી શકતાં નથી, એવું પણ થાય. ઉપરછલ્લી જીવવાની જિંદગીનું પ્લાનિંગ શક્ય છે. હૃદયથી અનુભવાતી, આત્માને ખુબ નજીક રાખીને જીવાતા સંવાદો, સંવેદનાની અનુભૂતિ તો સહજ રીતે જ થાય છે .તેને કોઈ ચોકઠામાં ન બાંધી શકાય. કોઈ સરનામું ન આપી શકાય. કે તેનું પંચનામું  કરીને માલિક પણ ન બની શકાય. તેને બાંધી શકાય પણ નહીં અને છોડી શકાય પણ નહીં.


     જે ઘટના સ્વયંનિર્મિત છે, તે પોતાની ઇચ્છાથી જ આપણાં જીવનમાં ઘટે છે. અને પોતાની ઇચ્છાથી જ આપણને "આપણાં"માં ભેળવી જાય છે.


               અમુક સંવેદનાને તમે કોઈપણ વ્યાખ્યામાં ન બાંધી શકો. તે અવ્યાખ્યાયિત જ રહી જાય છે. તેને તમે કોઈ નિયમોમાં, કોઈ સૂચનોમાં ,કોઈ સાચાં જુઠાનાં તર્કમાં ન બાંધી શકો. તે તો માત્ર સંવેદી જાણે છે. અનુભવી જાણે છે. આપણે હજી જીવતાં છીએ, જીવંત છીએ, તેવી અનુભૂતિ આપણને કરાવી જાય છે. માટે જ પૈસા કમાવવા, દુનિયાદારીની વસ્તુઓમાં મગજ વાપરી શકાય પણ સંબંધોને તો હ્રદયથી જ જીવી શકાય . તેમાં જો મગજ કે એમ કરવાં ગયા તો માત્ર અને માત્ર ગૂંચવાળા અને માનસિક વેદના જ મળશે કારણ કે ત્યાં મન અને મગજ નો સંઘર્ષ થશે . એનું કારણ એ છે કે હૃદય તર્ક નથી સમજતું અને મગજ તર્કથી 'પર' કંઈ જ નથી સમજતું. પણ આ દુનિયામાં તર્કથી પર પણ એક વિશાળ દુનિયા છે જે અજ્ઞેય છે. તેને જીવી શકાય છે  પણ તેનું રિસર્ચ ન થઈ શકે. તેને સ્પર્શી શકાય, અડકી ન શકાય. તે અનામી હોય છે. નામકરણ કરતાં તે ગાયબ થઈ જાય.



  કુછ લોગ અક્ષર ખુદ સે બાતે કરતે રહતે હૈ, 
           વો ખુદ કો ખુદ સે, બહેતર બનાના જાનતે હૈ....

 વજહ કુછ ભી હો, વો અક્સર એક અક્સ ઢૂંઢા કરતે હૈ,
            જિસ મેં ખુદ કો ખુદ સે જ્યાદા દેખા કરતે હૈ......


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

Friday 10 September 2021

"હું એવી ધુમ્મસ છું જે વરસાદમાં અપરિવર્તિત રહી છે."

"મોટાભાગના લોકો, અહીં હું મને પણ જોડું છું, ધુમાડા અને રાખનાં શોખીન હોય છે; પણ તેઓ અગ્નિથી ડરે છે કારણ કે તે આંખોને આંજી નાખે છે અને આંગળાને દઝાડે છે. મોટાભાગનાં લોકો એકબીજા સાથે સપાટી પરનાં વ્યવહારમાં એકમેકમાં વ્યસ્ત રહે છે: તેઓ સત્ય તરફ દુર્લક્ષ સેવે છે કારણ કે તે તેમની પ્રત્યક્ષીકરણની ક્ષમતા પારનું છે. કોઈ વ્યક્તિ માટે "સ્વયંનું હૃદય" ફાડીને અન્યને દેખાડવું કે આમાં શું સંતાયેલું છે અને મેડમ આ એકલતા છે અને આ વિષાદ છે, તે સહેલું નથી."

"મૈત્રીમાં તમે વસ્તુ આપો છો ત્યારે કંઈ નથી આપતા પણ જ્યારે તમે " સ્વ"આપો છો ત્યારે તમે "સર્વસ્વ" આપો છો."

"પોતાના લોકોમાં અજાણ્યા થઇને ફરવા કરતાં અજાણ્યા લોકોમાં અજાણ્યા થઈને ફરવું સહેલું છે."

"જે આપણી સૌથી નજીક હોય છે, તેની આપણાં જીવનમાં મૂંઝવણ સર્જવાની અને ખલેલ પાડવાની ક્ષમતા સૌથી વધારે હોય છે."

"તારાં આત્માની ભાષા જાણનારા આ જગતમાં કેટલા?  કેટલી વખત તું એવાં માણસના સંપર્કમાં આવી છો જેણે તને તારાં મૌનમાં સાંભળી છે. જે તને તારી નિ:સ્તબ્ધતામાં પણ સમજે છે  અથવા જેણે જીવનની પવિત્રતર ક્ષણોમાંની પવિત્ર તમ્ ક્ષણો દરમિયાન અન્ય ઘરોની હરોળમાં આવેલાં તારાં ઘરની સામે બેસીને તને સાથ આપ્યો છે?"

"ઝંઝાવાતમાં એવું શું છે જે મને હચમચાવી નાખે છે? દરેક ઝંઝાવાત બાદ હું વધું શક્તિશાળી અને સુંદર બનું છું. જીવનને વધું પામું છું. પ્રકૃતિમાં મને ઝંઝાવાત સૌથી વધુ ગમે છે."

"This prophet had already written me before I attempted to 'write' him, had created me before I created him."

"I have compulsive force with me to create"

"Be mad, madness is the first step towards unselfishness"

"We are infinitely more than we think"

--ખલિલ જિબ્રાન

" મિત્તલ પટેલ"

Wednesday 8 September 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મેગેઝીન "શિક્ષકજ્યોત"નાં સપ્ટેમ્બર 2021 અંકમાં મારો આર્ટિકલ...

"દરેક બાળકની શીખવાની ક્ષમતાની અસમાનતાને ધ્યાનમાં લઈને થતું અધ્યાપનકાર્ય.."....💫✍️📚

       ખૂબ જ નિષ્ઠાપૂર્વક ભણાવતાં શિક્ષક પણ ભલે  અભ્યાસક્રમ ખુબ સરસ રીતે ભણાવતા હોય પણ થોડાંક જ વિદ્યાર્થીઓ તેને ગ્રહણ કરે છે. બાકીનાં થોડાં માત્ર સાંભળે છે અને થોડાંક વિદ્યાર્થી એવાં પણ હોય છે જે શીખ્યાં વગરનાં જ રહી જાય છે. અને આવું અધ્યાપનકાર્ય રોજ એક ઘરેડની માફક ચાલ્યા કરે છે. શિક્ષકને સંતોષ રહે છે કે તેમને ભણાવ્યું. બાળકોને થોડોક આભાસી સંતોષ રહે છે કે તેઓ ભણ્યાં પણ સાવ ભણવામાં કોરા રહી જતાં વિદ્યાર્થીઓ રોજ ભરેલાં દફતર સાથે આવે છે અને ખાલી મન અને ઘડતર લઈને પાછાં ઘેર જાય છે. તેમને નવું શીખવાનું મળતું નથી એટલે શાળાએ આવવાની ઈચ્છા ધીમે-ધીમે ઓછી થઈ જાય છે અને ડ્રોપ આઉટનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. દરેક બાળક વર્ગમાં શિક્ષક પાસેથી થોડું ઘણું પણ કંઈક નવું શીખીને રોજ ઘરે જતું હોય તો જ તેમનામાં ફરી નિશાળે જવાની તાલાવેલી જીવતી રહેશે. બાકી સતત ગેરહાજર રહેતાં વિદ્યાર્થીની સંખ્યા અને ડ્રોપ આઉટ રેશિયો વધારે અને વધારે ઘટતો રહેશે .ભલે શિક્ષક ઉત્તમ શિક્ષણ આપતાં હોય તો પણ.

        સંવેદનશીલ શિક્ષક કે જે દરેક બાળક જોડે આત્મીયતાથી જોડાયેલા છે, તે ચોક્કસપણે આ પરિસ્થિતિને કળી શકશે અને તેનો ઉપાય શોધવા પ્રયત્નશીલ પણ રહેતાં જ હશે. બાળકને ગુણાકાર કરતાં જ ન આવડતું હોય તો તે ગુ.સા.અ નાં દાખલા કેવી રીતે કરી શકશે? અને જેની શીખવાની ક્ષમતા ખૂબ ઝડપી હોય, તેવાં બાળકોને તમે ગણનના દાખલા કરાવ્યા કરો તો પણ તે કંટાળી જશે. માટે વિદ્યાર્થીની વ્યક્તિગત ક્ષમતા અને કક્ષાને ધ્યાનમાં લીધા વગર, એક જ અધ્યાપન પદ્ધતિથી, દરેક બાળકનો વ્યક્તિગત સંપર્ક રાખ્યા વગર જનરલમાં ભણાવ્યા કરવાથી બધાં બાળકોને પુરતો ન્યાય નહીં આપી શકાય. 

       આ સમસ્યાનો ઉકેલ શોધવા થોડું પ્લાનિંગપૂર્વક એક ફર્મો નક્કી કરીને અધ્યાપન કાર્ય કરવામાં આવે તો, દરેક બાળકને તેની કક્ષાએથી ઉપર લઇ જઇ શકાશે. દરેક બાળક દરરોજ શાળાએથી નવું નવું કંઇક શીખીને જ ઘરે જશે. એક વર્ષમાં તો વર્ગનું કોઈ બાળક વાંચન લેખન ગણન ન આવડતું હોય એવું નહીં રહે.

         આ મુશ્કેલી નિવારવા "ગ્રુપ ટીચીગ પદ્ધતિ" ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. વર્ગના બાળકોને તેમની કક્ષા મુજબ ગ્રૂપમાં વહેંચી શકાય. પછી દરેક ગ્રુપને વારાફરતી બોલાવી ભણાવી શકાય. વ્યક્તિગત ટીચિંગ થઈ શકે. ઘડીયા પણ ન આવડતાં હોય તેમને સ્ટેપ બાય સ્ટેપ ગુણાકાર સુધી શીખવી ,ત્યારબાદ ભાગાકાર સુધી શીખવાડ્યા પછી, પાઠ્યપુસ્તક લર્નિંગ સુધી પહોંચાડી શકાય. A,B,C એવાં અલગ-અલગ ગ્રુપના  નામ આપી શકાય. દરેક ગ્રુપને "A ગ્રુપ" કે જેમને વાંચન-લેખન-ગણન માં કપ્લિટ આવડે છે. અને આગળ અભ્યાસક્રમ ભણે છે ત્યાં સુધી પહોંચાડવાનું ધ્યેય રાખી શકાય. દરેક ગ્રુપના બાળકોને જેમ જેમ આવડતું જાય તેમ તેમ ગ્રુપમાં આગળ બઢતી આપી શકાય. C~B~A.... છેવટે વર્ગના બધાં વિદ્યાર્થીઓ A ગ્રુપમાં આવી જશે. આ એક મેથડ છે. આવી ઘણી મેથડ શિક્ષક જાતે વિચારીને પોતાને અનુકૂળ આવે તે રીતે અમલમાં મૂકી શકે.

         દરેક બાળક સાથેની આત્મીયતા શિક્ષકને એકેએક બાળકનો સર્વાંગી વિકાસ થાય એવાં વ્યક્તિગત શિક્ષણ તરફ આપોઆપ દોરી જાય છે. કોઈ બાળક શિક્ષણ વગરનું ન રહેવું જોઈએ. દરેક બાળક રોજ નવું નવું શીખે. દરેક બાળકનો સર્વાંગી વિકાસ થાય. આ "મારી" શાળા છે અને આ "મારા" બાળકો છે. એવો ભાવ જ્યારે આવે ત્યારે બધી મુશ્કેલીઓ સાવ સહજ પણે સોલ્વ થઈ જાય છે.સૌથી મોટો પ્રશ્ન કોઈ બાળક વાંચન લેખન ગણનમાં કચાસ ધરાવે છે તો "એકબીજા પર ઢોળવાની વૃત્તિ",   "વર્ગનાં આટલાં બાળકો ડફોળ છે એમને તો ગણિત ન જ આવડે"  એવી ગ્રંથિ. "આવતો જ નહોતો એક થી પાંચ ધોરણમાં એટલે નથી આવડતું" ‌ એવું કારણ દર્શાવી છટકબારી શોધીને પોતાની ફરજમાંથી 'પલાયન થવાની વૃત્તિ' આમાં અડચણરૂપ બની શકે. જેને જે કર્યું તે, બાળક જે પણ કારણસર ન આવતો હોય, હવે આપણી પાસે બાળક ભણવા આવે છે તો આપણે તેને આગળ લઈ જવાં શું પ્રયત્ન કરીએ છીએ, આપણે તેને શાળામાં રોજ આવવું ગમે, હાજરી સો ટકા થાય એવું ભણાવવાનું કાર્ય કંઈ રીતે કરીએ, એ વિચારવાનું છે.જ્યાં સુધી "બીજાઓએ શું કર્યું" ને "કોઈ શું કરે છે".... "હું આ રીતે ભણાવીશ તો કોઈ શું વિચારશે" , "બીજા શિક્ષકોને કાંઈ પડેલી નથી તો મારે શી પડેલી રાખવાની". આ માનસિકતામાંથી આપણે બહાર આવીશું તો જ આપણે સાચાં શિક્ષક બની શકીશું. આપણે શાળામાં જઇએ છે, માત્ર ને માત્ર બાળકો માટે. કોઈનાં માટે સારાં બનવા, કોઈનાં સ્વીકાર, અસ્વીકારના આવિર્ભાવની અપેક્ષા વગર, શાળા સમયમાં આપણાં મનમાં, મગજનાં કેન્દ્રમાં માત્ર અને માત્ર બાળકો હોવાં જોઈએ. તો બધી મુશ્કેલીઓના ઉપાય આપોઆપ મળી જશે. બહાનાબાજી, છટકબારી શોધવી તે શિક્ષકનો સ્વભાવ તો ન જ હોઈ શકે. "મારાં બાળકને નથી આવડતું તો તે માટે જવાબદાર હું છું" એવી જવાબદારી લેતાં આપણે જ્યારે શીખીશું, ત્યારે જ આપણામાંથી શિક્ષકત્વ પ્રગટશે અને આપણે પોતે એક સારાં માણસ બની શકીશું તો જ સારાં નાગરિક, માનવતાભર્યા અભિગમવાળા માણસોનું ઘડતર કરી શકીશું.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

Monday 6 September 2021

ગુજરાત સમાચાર ન્યુઝ પેપરમાં

Friday 3 September 2021

આજનાં સંદેશ ન્યૂઝપેપરમાં.....

Thursday 2 September 2021

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી....💫
"બાળ દેવો ભવ:"નાં ભાવ સાથે આરંભાયેલી શિક્ષક તરીકેની યાત્રામાં સતત નવું શીખતી રહી છું અને આ પારિતોષિક મને બાળકો માટે સતત સારું કામ કરવાં પ્રોત્સાહનરુપી ઈંજન પૂરું પાડશે..... 😊✨