Monday 29 April 2019

પાનખરનાં વળામણાં...

પાનખરમાં પાનનાં ..
         વળામણાને જોને…

તું જ સંવેદી શકે…
         તે રિસામણાને જોને….

પવનથી નહી…
         હવે ડાળીને લાગ્યો છે ભાર…
સંગાથ છુટતા …
       હવે જોડાણનો તુટ્યો છે તાર…

પાદડાં ખરે એ નહી..
     એ બુઠ્ઠા ઝાડવાંને જોને…

છાયડો નથી જેનો…
      એ ઉભા પહાડ ને જોને…

શ્યામ વગર વાંસળી,
       લઈ ઉભેલ રાધાને જોને…

સાવ ઉજ્જડ વેરાન,
     એવાં એ મનડાને જોને…

             મિત્તલ પટેલ
              “પરિભાષા”
              અમદાવાદ




Tuesday 23 April 2019

રંગહીન સંવાદ

રાતી-પીળી થતી જીંદગી…
     રંગહીન સંવાદ એક શોધતી જાય…

વિના ગળપણ ને વિના મેળવણનો
      આસ્વાદ ભાવનો ઘોળતી જાય…

કૃત્રિમતાનો હાર દૂર ફગાવી….
     “ સહજાનંદ”ને મમળાવતી જાય….

રાતી-પીળી થતી જીંદગી….
      રંગહીન સંવાદ એક શોધતી જાય…

ક્યાં છે ઠોકર !!
      ક્યાં છે પીડા!!
ભેખડો તો ભીતરમાં છે…

ભીંત હટાવી ભાળીએ જો સૌને
     એ અભીત વ્યવહાર શીખવાડતી જાય….

ખોટેખોટા આભાસ બતાવી…
     શાશ્વત ને બતલાવતી જાય….

રાતી-પીળી થતી જીંદગી..
      રંગહીન સંવાદ એક શોધતી જાય.

                             મિત્તલ પટેલ
                              “પરિભાષા”
                               અમદાવાદ

Friday 12 April 2019

ફૂટેલું અજવાળું....

અંધારામાં કોડિયું કરવાં....
       જાતે અહીં મથવું પડે છે...

અસિમિત તકલીફોમાંય...
        જીવતેજીવ ઝઝુમવુ પડે છે..

વ્યક્તિવિશેષ કે સંજોગોવશાત.....
         કંઈ ખાસ નથી હોતું સમયથી વિશેષ....

ખાણાખોપચામાં છુપાયેલ...
         એ સાચાં ભાવને શોધવો પડે છે...

વહેમ લાગે કે વળગણ હરપળ...
        " જુગાર" હરરોજ એક જ રમવો પડે છે...

"તું નથી તારાં માં" ... જોને...
           તોય તારામાં જ તને શોધવો પડે છે....

વખતોવખત "મ્હારુ" બનીને...
          મહિયરમાં મહીપતને.... ખોળવુ પડે છે....

ક્યાંક ફૂટેલું અજવાળું જોવા....
        અંધારામાં ડોકિયું રોજ કરવું પડે છે....

                   મિત્તલ પટેલ
                   "પરિભાષા"