Friday 28 May 2021

Listen me on you tube channel.....🥰😍🤩🤗🌧️📨💦

https://youtu.be/Zr_Se7ePgrE

Saturday 22 May 2021

અનુરાગ

નજર જુએ, નજરીયો જુએ... તે જ નજારો હોય એવું થોડું હોય છે...!
        હસ્તરેખામાં કોતરાયા વગરનું જીવવું જેવું હશે કંઈક...

તરતાં આવડે ને તરણું બનાય, એવું થોડું હોય છે..!
          પોતાનાથી 'પર' સુધી વિસ્તરવું... જેવું હશે કંઈક....

સળવળતું સંવેદન વેદ જ કહેવાય એવું થોડું હોય છે...!
           ભીતરથી ઉઠતાં તોફાનોના પડઘાં જેવું હશે કંઈક...

આજુબાજુ લાગે રજવાડું હાજરીનું, તે હાજર થોડું હોય છે..!
                 અતિશયોક્તિના દર્પણ મહી, વસતા નગર જેવું હશે કંઈક...

સાવ છલોછલ ડોકાતી આભા, અક્ષ હોય મારો જ એવું થોડું હોય છે..!
         ‌‌‌          અગ્નિમાં દેખાતી ધગધગતી ધૂણી સમ ભાવ જેવું હશે... કંઈક...

એ 'મિત'... તું કહે ને તારી પ્રકૃતિ બદલાય એવું થોડું હોય છે...!
                   શ્વાસને તિમિર સાથે અનુરાગ જેવું હશે કંઈક.....

મિત્તલ પટેલ
"પરિભાષા"

Friday 21 May 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં મે- 2021 અંકમાં મારો લેખ...

🌀🙈🙉🙊   જિંદાદિલીથી જીવવાની આદત....🤗✨📖

આદત હસવાની કેળવી લે એ મનેખ....
       ભલે અશ્રુની લીટી હથેળી પર લંબાતી જતી લાગે....

તોતિંગ મુશ્કેલીની ઈમારતોની ભીતર...
       ઝિંદાદિલી ની ટેબલેટ એકમાત્ર જીવાદોરી લાગે...

        તકલીફમાં માણસની કસોટી થાય એ વાત સાચી પણ કેટલીકવાર એ તકલીફ સાથે સંઘર્ષ કરતાં કરતાં માણસ હસવાનું ભૂલતો જાય છે. માટે દરેક તકલીફ એ નાની હોય કે મોટી ગમે તેટલી કપરી લાગે પણ તેની આંખોમાં આંખ મિલાવી તકલીફને "હું તો તનેય જીવી લઈશ" એવું કહી હંફાવી શકીએ. પોતાનાં નિર્દોષ નિર્લેપ સ્મિતના ઘરેણાને ન વિસરીને મક્કમ મનોબળથી સામનો કરી, જિંદાદિલીથી તેની સામે જજુમી શકીએ તો ચોક્કસથી તકલીફો હારશે અને તમે જીતશો જ.

જો ડર ગયા વો મર ગયા...

ને બદલે

જો મનસે મજબૂત રહેગા વહી જીતેગા.....

એ યાદ રાખવું ઘટે....

         જ્વાળામુખી સમ લાગતી ચારેકોરથી ઊભરી આવેલી મુશ્કેલીઓ વચ્ચે હદયની ભીતરથી ઉગતું હાસ્ય કંઈ રીતે ટકાવી રાખવું જે પોઝિટિવિટીનું બુસ્ટર ડોઝ છે. આપણું સૌથી બેઝિક મનોબળને પોષતું અને માનસિક immune system નું સૌથી મોટું એન્ટીબોડી છે. તેથી મન ભરીને હસો. પોતીકી વ્યક્તિઓને સ્મિત સાથે સતત હકારાત્મક ડોઝ આપતા રહો. જે તેમને પણ એક અદ્રશ્ય ઉર્જાનો અનુભવ કરાવશે. હુંફની છાલક મળશે.

તરતાં આવડે ને તરી જઈએ...
      એમાં ત્રેવડ કંઈ  નવી નથી...!!

ડૂબતાં ડૂબતાં તરતાં શીખી જવાય..
         એ જીંદાદિલી માણસમાં તકલીફો કેળવે છે...

         યુદ્ધ તો શસ્ત્રોથી જીતાય. તકલીફો અને એ પણ જેમાં પોતાની સાથે પોતાનાઓ પણ involve હોય તેને હરાવવા મનોબળને કેળવવું, ટકી રહેવું ,સક્ષમ બની ને સંઘર્ષ કરવો ખૂબ કપરું હોય છે. અને તેમાંય માણસ એ સંઘર્ષ કરતાં કરતાં શારીરિક અને માનસિક રીતે પણ નીચોવાઈ જતો હોય છે. સતત ભીતરથી વલોવાતા હોય છે. આ વલોપાત તેમને ક્યારેય તોડી પણ નાખે. પણ આમાં ટકી રહેવા પોલાદ જેવું માનસિક મનોબળ કેળવવું અનિવાર્ય છે. પરિસ્થિતિને સ્વીકારી, ઈશ્વર ને સાથે રાખી અને હકારાત્મકતાના દિપકને સાથે રાખી સતત મથવું પડે.

         ઘરની બારસાખ પર તોરણ જોઈને જેમ ઘરમાં ઉત્સવ જેવું અનુભવાય, કંઈ કારણ વગર હાથમાં મહેંદી મુકતાં આનંદના પ્રસંગ ની અનુભૂતિ થાય તેવી જ રીતે સ્મિત સાથે મુશ્કેલીઓને વધાવીને, જિહવળીએ તો તકલીફ કદાચ જતી નહીં રહે પણ તમે તેમાંથી બહુ ઝડપથી પસાર ચોક્કસ થઇ જશો અને પોતાના સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય સાથે.

એ તકલીફ તું રંજાડ મને...
         હું સ્મિત દઈશ તને તારી આંખોમાં નિહાળી.....

ઝરણું બની વહેતી રહીશ...
          તું નહીં ડહોળી શકે મુજ મનોબળને પથરાળા કોતરાવી.....


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

Thursday 13 May 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

💫"ઓળખવું" અને "પારખવુ" માં ફરક હોય છે...💫

              વ્યક્તિને તેનાં બાહ્ય વ્યવહારથી "ઓળખી" શકાય તેનાં અંતરમનનો ખ્યાલ તો તેની જગ્યા પર પોતાની જાતને મુકી, તેની તકલીફો, પરિસ્થિતિ ,ભાવાવરણનો અનુભવ કરી તેનાં સાથેનાં આત્મિક સંબંધને સવેદવું એટલે પારખવું......


              અનુભવે વ્યક્તિ થોડો તોછડો, જક્કી, અહમ્ પ્રેરીત અને અસંવેદનશીલ લાગી શકે. તમે તેની સાથે થોડો સમય જીવતાં , એની જીંદગીમાં આવેલ વિવિધ પડાવે પોતાને મુકીને જોતાં, તેના ઘડતરના નકશીકામમાં પોતે જોતરાઇ ને જોતાં, તેનાં મનને સાચાં અર્થમાં સંવેદી શકીએ તો જણાશે કે તેની આ કઠોરતા પાછળ સમાજમાં કુટુંબોમાં તેની પર જબરજસ્તી લાદવામાં આવેલ નિર્ણયોના ભાર હેઠળ દબાયેલી તેની માનસિક સ્થિતિ જે સતત રીબાતી હોય છે. અને સ્વભાવની આડઅસરો તેની નીપજ છે. બસ તેને થોડા સ્વીકારની જરૂર હોય છે તે જેવાં હોય છે તેવા ખામી ખૂબી સાથે તેના "માનસ"નાં સ્વિકારની.મૃદુતા એ કોઈ ઘરેણું નથી તે તમારા જીવનમાં બધું સહજપણે મળી ગયું હોય સંઘર્ષ ઓછો હોય અથવા નહિવત ભાગમાં આવ્યો હોય તો તેની લાક્ષણિકતા છે. અઘરું અઘરું જેનાં ભાગમાં જીહવળવાનું આવ્યું હોય. તેના સ્વભાવમાં તે કઠોરતા જાણે-અજાણે વણાઇ જતી હોય છે. જેમ નદીનાં માર્ગમાં આવતાં પથ્થરોથી જ તેનામાં મધુર સંગીત રેલાય છે. તેનામાં વૈવિધ્યતા ખળખળ વહેવાનો આહલાદક રસાસ્વાદ તો પથ્થરો સાથે અથડાવાથી, ટીપાવાથી અને તેને પાર કરી વહેવામાંથી જ આવે છે.


             તર્ક-વિતર્ક મગજથી જીવતાં માણસો માટે કરાય. જે હૃદયથી જીવે છે તેને તો હૃદયથી જ જોવાનાં, સાંભળવાના ને પારખવાના હોય છે. સ્વભાવગત ગુણો એ બાહ્ય છે. હૃદયસ્થ ગુણો, ભાવ આંતરિક હોય છે તેને જોવાં તો નખશીખ સોનાર જેવું, આરપાર જોઈ શકે તેવું નિર્લેપ મન જોઈએ. કદાચ આવાં લોકો એટલે જ વધુ દુઃખી થાય છે કારણ કે તેઓ કોઈની સાથે ક્યારેય કપટ નથી કરી શકતાં. અને જે માણસો સંબંધમાં પણ પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરતા હોય તેવાં પોતીકા માણસોથી સતત પીડાતા હોય છે. દુઃખી થતાં હોય છે. તેમની પાસે એવો કોઈ સ્વાર્થી અરીસો નથી હોતો કે જેમાં પરાવર્તન થઈને સામેવાળી વ્યક્તિને તે જ કપટ પાછુ આપી શકે. જે આજકાલ મોટાભાગનાં લોકો સાથે લઈને ફરે છે. માટે ક્યારેય ઉપરછલ્લા અનુભવથી કોઈ વ્યક્તિને જજ ન કરવું. પારખવાની તક મળે તો પારખું કર્યા પછી જ તેમના વિશે કંઈક વિચારો. બાકી માણસ સૌથી જટિલ પ્રાણી છે કોઈપણ વ્યક્તિ માટેનાં વિચાર, અભિપ્રાય, દ્રષ્ટિકોણ સતત બદલાતાં રહે છે સંજોગો અનુસાર.


થોડું થોડું હું..ય.. મને ઓળખું છું ખરો...!!
        બીજાને પારખવામાં એટલે જ અક્સર અક્સીર નીવડુ છું....


મિત્તલ પટેલ
" પરિભાષા"
 અમદાવાદ


              

Wednesday 5 May 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......


"જે સારું છે સાથે તેને ઉત્સવ ગણી  ઉજવી લઈએ....."😊💫🌷




        શ્વાસ ચાલે છે ત્યાં સુધી જ માણસ આપણાં જીવનમાં જીવે છે એવું નથી હોતું. તે એક સ્પંદન તરીકે, એક સ્મરણ તરીકે, એક આપણાં વ્યક્તિત્વમાં વણાયેલ  અંશ તરીકે, એક ગુઢ આત્મિક સંગાથી તરીકે, તત્વજ્ઞાનની એક પાઠશાળા તરીકે, કેટલીકવાર જીવન જીવતાં શીખવાડી જનાર એક શિક્ષક તરીકે ,માણસ આપણી સાથે, આપણામાં જીવતો હોય છે. તકલીફ એ હોય છે કે તેની જાણ મોટે ભાગે આપણને ત્યારે જ થાય છે જ્યારે તેનું ફીઝીકલ એક્સિસ્ટન્સ આપણાં જીવનમાં નથી હોતું.


સત્વરે મળ્યું તે મળ્યું કહેવાય ખરું...!!
        હા જે "મળી" જાય છે તે પછી જાય છે ખરું...!!

રસમ હશે ઈશ્વરની કોઈ આ પણ....
           અગ્નિમાં બળી જઈને કોઈ હ્રદ માંથી બળી જાય છે ખરું...!!


         કોક દી પોતાનેય પામી લઈએ. પોતાનાં અગાધ મનનાં દરિયામાં ડૂબકી મારી મરજી રૂપે પોતે પોતાને શોધવાં પ્રયત્ન તો કરીએ. આટલાં પ્રયત્ન માત્ર થી સમજાશે કે માણસને પોતાને પામવા પહેલાં અન્યમાંથી અન્યોન્યની સફર ખેડવી પડે છે. માણસને પોતાને જોવાં એક અરીસો જોઈએ અને તે અરીસારુપી પોતાની વ્યક્તિને પોતે પીછાનવી પડે. તેનામાં પોતાને સંશોધવી પડે. ને પછી તમે જીવનભર તે અરીસામાં પોતાને પામી શકો છો. આ પ્રક્રિયા ખૂબ જટિલ અને પીડાદાયક છે પણ વાક્યના શબ્દાર્થ કરતાં ભાવાર્થ સમજીએ તો જ તેનાં અર્થને પામી શકીએ. તેવી જ રીતે જીવનનાં આ સરવૈયા ને પામવા સ્મશાનના લાકડાં સુધી હ્રદમાં કોતરાયેલ પોતીકા ચિત્રને પામવું પડે.



મારામાં અદિશ એક તારકને જોઉ... 
        તને તારામાં નહીં મારામાં જોઉ...

સંદિગ્ધ તરડાયેલ છતાં સારી રીતે ભજવાયેલ...
          આ જીવનભવાઈને તાદ્શ્ય તરતી એ નજરમાં જોઉ....


            રસ્તે ખટકતો પથ્થર ક્યારેક વાગે, લોહી નીકળે, પીડા થાય પણ તે પથ્થરને ગાળો આપવા કરતાં એવું પણ હોઈ શકે કે તે તમને રસ્તો બદલવા ઈશારો કરતો હોય. આ રસ્તો તમારાં માટે યોગ્ય નથી માટે હવે વળાંક લેવો જરૂરી છે. તેઓ ઈશ્વરીય સંકેત આપવા ઈચ્છતો હોય માટે આપદાને સતત કોષવી તેના કરતાં જે પાસે છે જે સારું છે પોતીકું છે તેનું મૂલ્ય સમજી કૃતજ્ઞતા તેના પ્રત્યે રાખવી તેની સાથે જીવનને ઉજવી લઈએ. 80% જીવનમાં બધું યોગ્ય જ હોય છે. 20% જ યોગ્ય નથી હોતું. પણ આપણે માત્ર ૨૦ ટકાને જ સતત યાદ કરીને ઈશ્વરને કોષતા રહીએ છીએ. તેના બદલે ૮૦ ટકા જે આપણાં જીવનમાં વધુ યોગ્ય છે તેના માટે કૃતજ્ઞ થઈ તેમની સાથે જીવનને ઉત્સવની જેમ ઉજવી શકવા આપને સક્ષમ છે ને તેમજ સાચી ખુશી છે જે સારું આપણી પાસે છે તેની કદર નહીં કરો, કૃતજ્ઞ નહીં થાઓ તો તેનો હોવાનો કોઈ મતલબ નથી. પેલા 20 ટકામાં જ તમે નિરાશારુપી ઊંડી ખાઈમાં ગરકાવ થઇ ને આ સુંદર આશીર્વાદરૂપ જીવનને ગુમાવી દેશો અને વેળફી દેશો.


વાંચા ન આપી શકું.......
            ક,ખ,ગ.. શીખું છું હજી જીવનાક્ષરના...

  છતાં વિસ્તારી શકુ એ ભાવાર્થ ને.....
            એટલાં સગપણના ઊંડાણ આપું....

ઓષ્ઠથી ક્યાં કંઈ સર્યું છે...હજી
            મનમનાંતર  જ ચાલે છે......

છતાં જીવતર આખું જીવી જવાય એટલું...                    
            ખોબામાં જીવનજળ આપુ..


       મિત્તલ પટેલ
         "પરિભાષા"
         અમદાવાદ

Monday 3 May 2021

💫 ઘમ્મર વલોણું (ભાગ 2)
              -પન્નાલાલ પટેલ

"અસતને કાળજામાં ભંડારી રાખીએ તો ઊધઈ જેમ લાકડું કોરી ખાય એ રીતે... મનેખને ભીતરથી કોરી ખાય..."

"અનિષ્ટની પાછળ ઈષ્ટ છુપાયેલું જોતો હોય એ રીતે જ વિચારતો હતો... અને હૃદયથી પણ માનતો હતો કે ભગવાન ખોટું કરે છે એ પણ સારા માટે જ!!"

"જ્યાં સુધી તમારો સંબંધ સત્ય ઉપર સ્થપાય નહીં ત્યાં સુધી ગમે તેવો પ્રેમેય અધુરો બલ્કે ભ્રમ જ ગણાય....!"

"તારાં પિતાની જેમ તું જો ઊંડો ઉતરીશ તો તમારા બે ના પ્રેમની વચ્ચેનો તફાવત પણ સમજાશે. એ માણસની માટી જ પ્રેમમાં બંધાયેલી છે ને એ હિસાબે તારી સાથે એને -લોહી કરતાંય પ્રેમની જ નરી સગાઈ છે..."

"સામાને જીવનભર દુઃખ થાય એવી વાત શું કામ કોઈ સમજુ માણસ કરે બચ્ચા...? ઈલાજ જ જ્યાં ન હોય પછી..!"

"સમાજની કે માનવજાતની ક્યાં વાત ?.. ખુદ વ્યક્તિમાં પણ સંવાદ ક્યાં છે...! "

"આ કંઈ પોચા પોચા દાળિયા નથી... પ્રેમ એ તો લોઢાના ચણા છે..."

"એકબીજાથી વાત કરીને ભલે એમણે પાકી ગાંઠ ન પાડી હોય બાકી જીવ એમનાં ગંઠાઈ ગયા છે...."

મિત્તલ પટેલ
" પરિભાષા"