Wednesday 5 May 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......


"જે સારું છે સાથે તેને ઉત્સવ ગણી  ઉજવી લઈએ....."😊💫🌷




        શ્વાસ ચાલે છે ત્યાં સુધી જ માણસ આપણાં જીવનમાં જીવે છે એવું નથી હોતું. તે એક સ્પંદન તરીકે, એક સ્મરણ તરીકે, એક આપણાં વ્યક્તિત્વમાં વણાયેલ  અંશ તરીકે, એક ગુઢ આત્મિક સંગાથી તરીકે, તત્વજ્ઞાનની એક પાઠશાળા તરીકે, કેટલીકવાર જીવન જીવતાં શીખવાડી જનાર એક શિક્ષક તરીકે ,માણસ આપણી સાથે, આપણામાં જીવતો હોય છે. તકલીફ એ હોય છે કે તેની જાણ મોટે ભાગે આપણને ત્યારે જ થાય છે જ્યારે તેનું ફીઝીકલ એક્સિસ્ટન્સ આપણાં જીવનમાં નથી હોતું.


સત્વરે મળ્યું તે મળ્યું કહેવાય ખરું...!!
        હા જે "મળી" જાય છે તે પછી જાય છે ખરું...!!

રસમ હશે ઈશ્વરની કોઈ આ પણ....
           અગ્નિમાં બળી જઈને કોઈ હ્રદ માંથી બળી જાય છે ખરું...!!


         કોક દી પોતાનેય પામી લઈએ. પોતાનાં અગાધ મનનાં દરિયામાં ડૂબકી મારી મરજી રૂપે પોતે પોતાને શોધવાં પ્રયત્ન તો કરીએ. આટલાં પ્રયત્ન માત્ર થી સમજાશે કે માણસને પોતાને પામવા પહેલાં અન્યમાંથી અન્યોન્યની સફર ખેડવી પડે છે. માણસને પોતાને જોવાં એક અરીસો જોઈએ અને તે અરીસારુપી પોતાની વ્યક્તિને પોતે પીછાનવી પડે. તેનામાં પોતાને સંશોધવી પડે. ને પછી તમે જીવનભર તે અરીસામાં પોતાને પામી શકો છો. આ પ્રક્રિયા ખૂબ જટિલ અને પીડાદાયક છે પણ વાક્યના શબ્દાર્થ કરતાં ભાવાર્થ સમજીએ તો જ તેનાં અર્થને પામી શકીએ. તેવી જ રીતે જીવનનાં આ સરવૈયા ને પામવા સ્મશાનના લાકડાં સુધી હ્રદમાં કોતરાયેલ પોતીકા ચિત્રને પામવું પડે.



મારામાં અદિશ એક તારકને જોઉ... 
        તને તારામાં નહીં મારામાં જોઉ...

સંદિગ્ધ તરડાયેલ છતાં સારી રીતે ભજવાયેલ...
          આ જીવનભવાઈને તાદ્શ્ય તરતી એ નજરમાં જોઉ....


            રસ્તે ખટકતો પથ્થર ક્યારેક વાગે, લોહી નીકળે, પીડા થાય પણ તે પથ્થરને ગાળો આપવા કરતાં એવું પણ હોઈ શકે કે તે તમને રસ્તો બદલવા ઈશારો કરતો હોય. આ રસ્તો તમારાં માટે યોગ્ય નથી માટે હવે વળાંક લેવો જરૂરી છે. તેઓ ઈશ્વરીય સંકેત આપવા ઈચ્છતો હોય માટે આપદાને સતત કોષવી તેના કરતાં જે પાસે છે જે સારું છે પોતીકું છે તેનું મૂલ્ય સમજી કૃતજ્ઞતા તેના પ્રત્યે રાખવી તેની સાથે જીવનને ઉજવી લઈએ. 80% જીવનમાં બધું યોગ્ય જ હોય છે. 20% જ યોગ્ય નથી હોતું. પણ આપણે માત્ર ૨૦ ટકાને જ સતત યાદ કરીને ઈશ્વરને કોષતા રહીએ છીએ. તેના બદલે ૮૦ ટકા જે આપણાં જીવનમાં વધુ યોગ્ય છે તેના માટે કૃતજ્ઞ થઈ તેમની સાથે જીવનને ઉત્સવની જેમ ઉજવી શકવા આપને સક્ષમ છે ને તેમજ સાચી ખુશી છે જે સારું આપણી પાસે છે તેની કદર નહીં કરો, કૃતજ્ઞ નહીં થાઓ તો તેનો હોવાનો કોઈ મતલબ નથી. પેલા 20 ટકામાં જ તમે નિરાશારુપી ઊંડી ખાઈમાં ગરકાવ થઇ ને આ સુંદર આશીર્વાદરૂપ જીવનને ગુમાવી દેશો અને વેળફી દેશો.


વાંચા ન આપી શકું.......
            ક,ખ,ગ.. શીખું છું હજી જીવનાક્ષરના...

  છતાં વિસ્તારી શકુ એ ભાવાર્થ ને.....
            એટલાં સગપણના ઊંડાણ આપું....

ઓષ્ઠથી ક્યાં કંઈ સર્યું છે...હજી
            મનમનાંતર  જ ચાલે છે......

છતાં જીવતર આખું જીવી જવાય એટલું...                    
            ખોબામાં જીવનજળ આપુ..


       મિત્તલ પટેલ
         "પરિભાષા"
         અમદાવાદ

No comments:

Post a Comment