Monday 28 November 2022


" ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા:27/11/ 2022  રવિવાર



વો આસમાં ઝુક રહા હૈ... જમીન પર.... યે મિલન હમને દેખા યહી પર...💫





            લાગણી અને સંબંધોની આંટીઘુંટીઓ ક્યારેય સીધી સરળ નથી હોતી. કોઈ વ્યક્તિ એક સીધી લીટીમાં તેને વ્યાખ્યાયિત ન કરી શકે. તેનાં થોડાંક નિયમો અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જીવી ન શકે. દરેક વ્યક્તિને નવી જ ચેલેન્જો, નવાં જ પડકારો અને નવાં જ કોયડાઓ કુદરત હંમેશા આપતી જ રહે છે. જે એકબીજાથી તદ્દન ભિન્ન જ હોય છે. માટે એકનું સમીકરણ બીજાને લાગુ ક્યારેય ન પડી શકે. પૈસા, વૈભવ ,જાહોજલાલી ક્ષણિક આનંદ ને સુખ આપી શકે. ચિરંજીવી પ્રસન્નતા તો સંવેદના, લાગણી, હુફ એ બધાં ભાવમાંથી જ આવે છે. તે માટે ઈર્ષા, દ્વેષભાવ, કપટ, છેતરપિંડી ,જૂઠું બોલવું વગેરે જાતને અને આત્માને કલુષિત કરતાં અને તેના પર બાહ્ય આવરણ બનાવી ભીતરનો અજવાસને બહાર આવતાં રોકતા પરિબળોથી દૂર રહેવું પડે. ચોખ્ખા મનથી જીવવુ પડે. ટ્રાન્સપરન્સીથી સંબંધોને નિભાવવા પડે. નિસ્વાર્થપણે આત્મીયતાથી દરેક મનેખ સાથે વર્તવાનું વ્યક્તિત્વ કેળવવું પડે.


           જીવનમાં ચાલતા અને અનુભવતા કાવા દાવાઓ વચ્ચે પોતાનાં વ્યક્તિત્વને નિર્લેપ રાખી જીવવું એ વરસાદમાં અંતરમનનો રેનકોટ પહેરીને જાતને દુર્ગુણોથી અલિપ્ત રાખી નિર્મળ મન, આત્માને જાળવી રાખવાં જેવું થાય છે.


આખાએ આખા જીવનને
        તરબોળ કરતાં....
મહ્યલાને જાણ, થોડું પહેચાન તું..!!

તું તારામાં નિર્લેપ જીવે
        તેટલું સત્કર્મનુ ભાથુ તો બાંધ તું...!!

દુઃખ આપવું એ લેવું જ છે,
        એ પરાવર્તનના નિયમને જાણ તું..!!


સરળ બનવું છે સૌથી અઘરું,
જાત સાથે પ્રમાણિકતા તેની છે શરત.

"હું" પણાનો ભાવ કાઢીને,તત્ક્ષણ જીવી બતાવ તું..!!

ધનવાન માત્ર નહીં,
         કર્મોની સમૃદ્ધિ સાચી કમાઈ બતાવ તું!!


          " જીવી નાખવું" અને "જીવી જવું" બંનેમાં ફરક છે. જીવનનો સાચો મર્મ અને હેતુ અકળ છે. જે જાણી શકે છે તે સાચું જીવી જાય છે. બાકી ગોળ વર્તુળ ફરીને પાછો જાય છે. જે એ ચક્કરમાંથી બહાર જ નથી નીકળી શકતો. શ્રીમદ્ ભગવત ગીતા નો એક અધ્યાય રોજ વાંચવો એટલે જીવણના મર્મ સુધી પહોંચવા એક ડગલું રોજ ભરવું. આનાથી વધુ શ્રેષ્ઠ દિવાદાંડી અને જીવનને એક દિશા અને સાચું ધ્યેય આપતી અને જીવનને સફળ બનાવતું હોકાયંત્ર વિશ્વમાં બીજું કોઈ નથી. આજે જ્યારે આખી દુનિયા તેને ગૂઢ શક્તિને પીછાણીને તેનું મહત્વ સ્વીકાર્યું છે, ત્યારે આ તો આપણાં જ આગણાનું મોતી છે ! આપણે બધા એક આભાસી વ્યસ્તતામાં જીવીએ છીએ. આપણને લાગે છે એટલા આપણે બીઝી એચ્યુલી નથી હોતાં. આપણને સમયને મેનેજ અને પ્રોડક્ટિવ રીતે વાપરતા નથી આવડતું. સમયને સંભાળવાની અણઆવડત એટલે આભાસી વ્યસ્તતા. જો ખરેખર જેટલું કહીએ છીએ, તેટલા વ્યસ્ત હોઈએ તો whatsapp, facebook, instagram જેવાં સોશિયલ મીડિયા આટલાં સક્સેસફૂલી ચાલતા ન હોત. કેટલીક વાર કેટલીક માનસિક, ઇમોશનલ પીડાઓને ભૂલવા આપણે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહીએ છીએ. પણ સમસ્યાનો ઉકેલ મેળવવાનો એ રસ્તો નથી. લાગણીના અને સંબંધોના પ્રશ્નોમાં તો આ વ્યસ્ત થઈ જવું એ ખરેખર સંવેદનાને ડામવા જેવું છે. સંવેદનાને ડામવાની વૃતિ બીજી એક અનેક વિકૃતિનો જન્મ આપે છે. માણસને સંવેદનાવિહીન પથ્થર બનાવી દે છે.

           સંવેદનામાં વેદના સમાવિષ્ટ જ હોય છે. ને સંવેદના જ આપણને જીવંત  રાખે છે. જીવાડે છે. આપણને દુઃખ થાય છે, પીડા થાય છે ,કેમકે સંવેદના છે, આ પણ જે સંવેદનાને વ્યસ્તતા મમાં ઢાંકી દેશો તો જીવાડશે કોણ? પૈસા? ભૌતિક જાહોજલાલી? કુત્રિમતા? આ બધું માત્ર ક્ષણિક સુખ આપશે. માત્ર આભાસી, સાચું નહીં સંબંધોને લાગણીની બાબતમાં જે દેખાય છે, સંભળાય છે, તેના પર નહીં ,જે પોતાને અનુભૂતિ થાય છે તેના પર વિશ્વાસ કરજો. અમુક વાર જે ચિત્ર નજર સામે દેખાય તે અલગ હોય ને અંતરાત્મા જે કહેતું હોય, જે અનુભૂતિ થતી હોય તે અલગ હોય એવું થાય છે. બંનેમાં ઘણો ફરક ભલે હોય પણ હંમેશા અનુભૂતિ પર વિશ્વાસ કરજો તે ક્યારેય ભૂલ્યા નહીં પડવા દે, કે ક્યારેય છેતરાવા નહીં દે.




મિત્તલ પટેલ
"પરિભાષા "


ધોરણ -૭
ભૂમિની રૂપરેખા......

જમીનનાં સ્તરો.....

Activity based learning....☃️💫🤹🙍

સાંપા પ્રાથમિક શાળા
દહેગામ, ગાંધીનગર

Monday 21 November 2022

ડાયરી લેખન-- EQ ( EMOTIONAL QUOTIENT )લેવલ જાળવતો આયામ



            "માનસિક ગુંગળામણ" એ આજનાં સમયમાં વ્યક્તિની સૌથી વધુ અનુભવાતી લાગણી છે. જે ક્યારેય વ્યક્ત નથી થઈ શકતી કે નથી શબ્દોમાં કહી કે વર્ણવી શકાતી. પણ તે ઈમોશનલ ગુંગળામણ એટલી હદ સુધી પોતાનાં લાગણીતંત્ર પર વ્યાપી જાય છે કે માણસ રડીય નથી શકતો કે નથી ખૂલીને જીવી શકતો. અને મનથી ખુલે તોય ક્યાં ખુલે...!! માનસિક અભિવ્યક્તિ માટે પાત્ર કદાચ ન પણ મળે અને આ સ્વાર્થ જ્યાં ઠેરઠેર છે ત્યાં સ્વાર્થ વગર કોઈ આપણને સાંભળનાર શ્રોતા મળે તે પણ લગભગ નાશ પ્રાયઃ બાબત છે.


          ક્યારેક માત્ર એક અઠવાડિયા સુધી એક નવો ટ્રાયલ કરી જોજો, ડાયરી લખવાનો. દિવસ ને અંતે કે કોઈપણ સમયે પાંચ મિનિટ પોતિકી એક ડાયરીમાં તારીખ ઉપર લખી, દિવસના અનુભવો માત્ર બાહ્ય નહીં આંતરિક અનુભૂતિઓ સાથે ડાયરીમાં લખતાં જાઓ. તમને એક અલગ પ્રકારની ઊર્જા, ઈમોશનલ સ્ટ્રેન્થ, કદાચ નાની નાની સમસ્યાના ઉપાય સાવ સહજ પણે જડી આવશે, અનુભવાશે. ભીતરની હળવાશ અનુભવાશે. જે પીડા, જે વ્યથા, જે ફરિયાદ સતત મનને કોર્યા કરતી હતી, તે કાગળ પર ઉતારી દેવાથી તે લગભગ નિરર્થક અથવા તો સહ્ય બની જશે. સાવ નાની ક્ષુલ્લભ લાગશે. આ તો કંઈ નથી આમાં વળી શું દુઃખી થવાનું? "ઇટ્સ ઓલ નોર્મલ" આવી કંઈક ફીલ આવશે. તમારે જરૂર તે સમસ્યા કે પીડાના ઉકેલની ન હતી. તમારે જરૂર માત્ર તેની અભિવ્યક્તિની હતી. તમે કોક આગળ વ્યથા ઠાલવી દો પછી તે નાની લાગવા માંડે છે. સહ્ય લાગવા માંડે છે. એમાંય ડાયરી જેવાં મનમીત મળે તો તે કાયમી હોય છે. ક્યારેય છોડીને જવાના નથી. કાયમી સંગાથી અને તમે તમારી પીડા, જીવનની પ્રોબ્લેમ તેને કહેશો તો તેમાં તમને કોઈ ઇનસિક્યુરિટી નહિ લાગે કે તે કોકને કહી દેશે તો અથવા મને નહીં સમજે તો અથવા તેનો ગેરલાભ ઉઠાવશે તો અથવા મારી લાગણીનો મજાક બતાવશે તો આ બધી શક્યતાઓ ડાયરી સખી જોડે વાર્તાલાપ, સંવાદ કરવાથી ક્યારેય નડવાની નથી. તે નિર્જીવ હોવા છતાં જીવંત છે. તે આપણી જ લાગણી નો પડઘો બનીને આપણી સમક્ષ ધમકે છે. તે અરીસો બતાવે છે. આપણને આપણી ભૂલો ય બતાવે છે. કેટલીકવાર ડાયરી લખતી વખતે આપણને આપણી જ ભુલોનો અહેસાસ થાય છે. હું આ બાબત માટે રડું છું પણ આમાં વાક તો મારો જ હતો , એવી અનુભૂતિ ડાયરી લખતી વખતે કેટલીક વાર થાય છે. ડાયરી લખતા આપણને આત્મસન્માનની અનુભૂતિ થાય છે કેમકે તે આપણને આપણા જીવનનાં સારાં પાસાની અનુભૂતિ કરાવે છે. જેની હમણાં સુધી આપણને કદર નહોતી. તે અંત: સ્ફુરણાના સ્વરૂપે આપણી પડખે ઊભી રહે છે. તે અંતર મનનાં અવાજને સાંભળતા અને અનુસરતા શીખવે છે. ડાયરી લખતી વખતે અંતર આત્માના અવાજને વધુ સ્પષ્ટ પણે અને સારી રીતે સાંભળી શકતા થઈએ છીએ. અને તે શબ્દોને ડાયરીમાં સાવ સહજ બને અજાણતા ઉતારતા હોઈએ છીએ. 




                આપણી જાત, આપણી જોડે વાતો કરતી હોય તેવી અનુભૂતિ ડાયરી લખતી વખતે થાય છે. ડાયરી લખવાથી આપણે "પોતાને" પોતાના "સ્વ"ને વધુ સારી રીતે ઓળખી શકતા થઈએ છીએ. વધુ સમજતા અને જાણતા થઈએ છીએ. તેથી જીવનમાં પોતાની જાત માટે જે શ્રેષ્ઠ હોય તેવી વસ્તુઓ વ્યક્તિઓ અને તકની પસંદગી કરતા થઈએ છીએ. યોગ્ય નિર્ણયો લેતા થઈએ છે. ભૂલો કરતાં અટકીએ છીએ. અને ભૂતકાળની પીડા આપતી કઈ કેટલીય વસ્તુઓ બનાવોના ઊંડા ઘા ધીમે ધીમે રુઝાતા જાય છે. એ ઘટનાઓને પાછળ મૂકી પોતાનાં જીવનમાં આગળ વધતા શીખવાડે છે.



માણસ પોતે પોતાનાં પડખે ઉભો રે તો કેવું..!!
              બસ સાવ સહજ રોજ થોડાંક શબ્દો ડાયરીમાં લખે તો કેવું...!!

વાંચી લેશે પોતાની જાત પોતાને
              તું આકારે ખુદને, એવું કંઈક થોડું રોજ ચિતરી લે તો કેવું...!!

માંહ્યલો સાવ આમ જ ઉકળતો નહીં હોય,
              પીડા પ્રશ્નો તકલીફ ઉભરાતી હશે ક્યાંક ભીતર..!!

બંધ વાસણ નું ઢાંકણ ઉઘાડી 
           હૈયા વરાળ ક્યાંક ઠાલવી લે તો કેવું...!!

સખી એક ડાયરી બને અને
            કલમ એ ભાવશબ્દોની અભિવ્યક્તિ બને તો કેવું..!!


મિત્તલ પટેલ

" ગાંધીનગર સમાચાર "🗞️ દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......તા:20/11/ 2022 રવિવાર

Sunday 13 November 2022

" ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા:13 /11/ 2022  રવિવાર

Wednesday 9 November 2022


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

વિચારોનું વાસ્તુશાસ્ત્ર...☕💫✍️🗞️





    તુફાન મેં ફસ ગયે હમ અપને હી ખયાલો કે..
              વરના વજહ કુછ ન થી ગુમનામ હોને કી...

સાફ દિખ રહા થા રસ્તા ઔર મંજિલ ભી કરીબ થી....
              પર સમજો વક્ત હી નિકલ ગયા..
                       અપને વિચારો કો સુલજાને મેં...

સંભલ શખતે છે હમ ભી....
           મન કે ઝખ્મો કો રુઝાતે હુંયે..

પર વક્ત હી ન મિલા...
           ઘાવ કે કરીબ જાકર સમજને ઔર મલ્હમ લગાને કે લીયે..




             વિચારશીલ હોવું અને ઓવર થીંકીંગ કરવું બંને અલગ વસ્તુ છે. વાંચન, લેખન, સંગીત, કળા, પ્રેમ, સંવેદનશીલતા વગેરે માણસને વિચારશીલ બનાવે છે. પણ કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા નુકસાન કરે છે. તેવી જ રીતે કોઈ સંબંધ, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિને લઈને સતત વિચારોનાં વાવાઝોડામાં ફસાઈ રહેવું એ માણસને ક્યારેય સ્થિર નથી થવા દેતું. શ્રીમદ્ ભાગવત્ ગીતામાં કહ્યા મુજબ:" પ્રસન્નચિત્ત માણસ જ જલ્દી સ્થિર થાય છે." અને માણસ પ્રસન્ન ક્યારે રહી શકે? જ્યારે તે હળવાં રહી શકે. અને હળવાં રહેવા માટે વિચારોને મેનેજ કરવા, શિસ્તબદ્ધ કરવા ખૂબ જરૂરી છે.




            વિચારોના વંટોળીયા કેટલીક વાર માણસને આખા આખો લઈને ડૂબે છે. કોઈ મુશ્કેલી હોય, કોઈ ગૂંચવાડો હોય તો તેના તેહ સુધી જઈને તેનો ઉકેલ લાવો. નહીં કે સતત પ્રયત્ન કે કર્મશીલ રહ્યા વગર માત્ર વિચારો કર્યા કરવા. તેનો ઉકેલ શોધવા મંડી પડો. મહેનત કરો પૂરેપૂરી નિષ્ઠાથી. હાં, સતત કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિને જજ કર્યા કરવા કરતાં વહેતા રહો. પોતાનાં નૈમિત્તિક કર્મો કરતાં રહો. સ્થગિત ન થઈ જાઓ. ભલે પરિસ્થિતિ વિપરીત હોય. સામે પાર તરવાનું આવે. બસ મહેનત કરતાં રહો.



હમ ઉમ્ર છે ...ઝખ્મ ઔર હમ...

          વક્ત કભી હમારા ન હુઆ ,ન સાલો મેં જીયે હુયે પલ...



            માત્ર તર્ક કર્યા કરવાથી ક્યારેય કોઈ પરિસ્થિતિનો ઉકેલ મળતો નથી. કોઈપણ સંબંધમાં કે પરિસ્થિતિમાં સાચું જીવવા માટે દરેક એન્ગલથી તેને ચકાસીને મર્મ સુધી પહોંચવું પડે છે. જેમ વલોણું ફેરવીને મિસરી છૂટી પાડી શકાય છે. તેમ એક હકારાત્મક અભિગમના હોકાયંત્રથી જે તે પરિસ્થિતિને સાર્થક રીતે સમજી શકાય છે. આપણે માત્ર એક જ એન્ગલથી પરિસ્થિતિને જોતાં હોઈએ છીએ. જ્યારે જિંદગી ક્યારેય એક જ પ્રકારની પરિસ્થિતિ નથી આપતી. સામેવાળા વ્યક્તિની તરફથી, તેનાં એન્ગલ થી, તેની જગ્યાએ પોતાની જાતને મૂકીને જો પરિસ્થિતિને જોવામાં આવે તો ઉકેલ ઝડપથી મળી જશે. જ્યારે માત્ર કાલ્પનિક વિચારોનાં ધુમાડા ઉડાવ્યા કરવાથી માનસિક રોગ જ મળશે.





રુક જાના નહી તું કહી હાર કે...

     કાંટો પે ચલ કે ..... મિલેંગે સાયે બહાર કે...

     ‌‌ ઓ રાહી... ઓ રાહી... ......




મિત્તલ પટેલ
"પરિભાષા"