Thursday 26 November 2020

https://youtu.be/yL0ajyysdGE

Thank u Sarjanhar Gujarati....good picturization..... And theme of video...... Just Like a short story film....

Monday 23 November 2020

ધોરણ 8 માં એકમ -9 ✨ પ્રાણીઓમાં પ્રજનનની પ્રસ્તુતિ જે તબક્કાવાર બાયસેગ દ્વારા, ગુજરાત ઈ-ક્લાસ ચેનલ દ્વારા, અને ડીડી ગિરનાર ચેનલ પર આવતાં હોમલર્નિંગ શૈક્ષણિક પ્રોગ્રામ દ્વારા રજુ કરવામાં આવી. તેની બધી link અહીં મુકેલ છે. શિક્ષકો, પેરેન્ટ્સ આ લિંકનો ઉપયોગ કરી બાળકોને આ યુનિટ ભણાવી શકે છે.

☺️(૧) 💫 ડીડી ગિરનાર ચેનલ પર 28/ 10/ 2020 નો મારો સાયન્સ સેશન...(ભાગ-૧)
સજીવ ના મૂળભૂત લક્ષણો, તેને અનુલક્ષીને પ્રવૃત્તિઓ,પ્રજનનની પ્રક્રિયા, નર પ્રજનન અંગો, માદા પ્રજનન અંગો, માનવ શુક્રકોષની રચના, યુગ્મનજ નું નિર્માણ, ગર્ભ નિર્માણ ની પ્રક્રિયા અને વિકાસના વિવિધ તબક્કાઓ...

https://youtu.be/QVY4pNXeKeI

☺️(2)💫 ડીડી ગિરનાર ચેનલ પર 18 /11/ 2020 નો મારો સાયન્સ સેશન...ભાગ-(૨)

 ટેસ્ટ ટ્યુબ બેબી ,સરોગેસી, ફલન

https://youtu.be/Y1_Gnm7N3yE

☺️(3)💫 ડીડી ગિરનાર ચેનલ પર 19 /11/ 2020 નો નવ મારો સાયન્સ સેશન (ભાગ ૩)
ફલનની ની પ્રક્રિયા, અપત્યપ્રસવી પ્રાણીઓ, અંડપ્રસવી પ્રાણીઓ અને કાયાંતરણ ની પ્રક્રિયા

https://youtu.be/tdhDCPpMm-o

 ☺️(4) 💫ડીડી ગિરનાર ચેનલ પર  23 /11 /2020 નું મારો સાયન્સ સેશન...(ભાગ-4)

         પ્રજનન નો એક અન્ય પ્રકાર--💫હાઇડ્રા, અમીબા, પ્લાઝમોડિયમ, યુગ્લીના, યીસ્ટ જેવા સૂક્ષ્મદર્શી સજીવોમાં જોવા મળતું અલિંગી પ્રજનન......
https://youtu.be/7dCbdG-0RFs
https://youtu.be/7dCbdG-0RFs
ડીડી ગિરનાર ચેનલ પર આજે 23 /11 /2020 નું મારું સાયન્સ સેશન...(ભાગ-4)

         પ્રજનન નો એક અન્ય પ્રકાર--💫હાઇડ્રા, અમીબા, પ્લાઝમોડિયમ, યુગ્લીના, યીસ્ટ જેવા સૂક્ષ્મદર્શી સજીવોમાં જોવા મળતું અલિંગી પ્રજનન......

Friday 20 November 2020

See my path after 11:4 minutes



https://m.youtube.com/watch?feature=share&v=Y1_Gnm7N3yE

Wednesday 18 November 2020

19/11/29 ગુરૂવાર 💫    ધોરણ 8.. વિજ્ઞાન.... [એકમ-9 પ્રાણીઓમાં પ્રજનન ભાગ-2]-------2:40pm


20/11/20 શુક્રવાર 💫   ધોરણ 8.. વિજ્ઞાન.... [એકમ-9 પ્રાણીઓમાં પ્રજનન ભાગ-3]-----2:40pm


23/11/20 સોમવાર 💫    ધોરણ 8.. વિજ્ઞાન.... [એકમ-9 પ્રાણીઓમાં પ્રજનન ભાગ-4]-----2:30pm

Tuesday 17 November 2020

💥 *"દીપોત્સવી અંક "*💥

_🎆🎇🎊🎉* - *SARJANHAR GUJARATI MONTHLY  MAGAZINE**_🪔🪔❤️💛💚💜

READ MY ARTICLE..."

"શું તમારું વ્યક્તિત્વ એ જ છે,જે લોકોને દેખાય છે?"👥📚☺️

        જેમ માણસ મેકઅપ કરે છે તેનું "સ્વપોત" ઢંકાઈ જાય છે. જેમ માણસ દંભ કરે ને તેનું આતમ ઢંકાઈ જાય , જેમ અમાસમાં ચંદ્રનું અજવાળું પણ ઢંકાઈ જાય તેમ વ્યક્તિનું સ્વયંપ્રકાશિત તેજ દંભ, કપટ, બનાવટ, દેખાડો વગેરેમાં ઢંકાઈ જાય છે. જેવા વ્યક્તિત્વને લોકો ઓળખે છે લોકોને દેખાય છે એવું હોતું નથી. કેટલીક વાર તે વ્યક્તિના વ્યક્તિત્વ પર એટલાં બધા પણ ચડી ગયા હોય છે કે પોતાનું સાચું સ્વરૂપ શોધવામાં માણસ પોતે જ ભૂલો પડી જાય છે. જેમ એક અભિનેતા ઘણા બધા રોલ ભજવતો હોય છે તેમ વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા બધા રોલમાં જીવતો હોય છે. પણ તેમાં સ્વપોત વિસરી જાય છે. ઘણીવાર લોકોની નજરમાં સજ્જન દેખાતો માણસ અંદરથી સાવ છીછરો અને નીચા ચારિત્ર્ય વાળો હોઈ શકે છે. કેટલીકવાર મોઢા પર સાચું બોલી દેતો, તોછડો દેખાતો માણસ પ્રમાણિક, સાચો અને સાચા અર્થમાં સજ્જન હોઈ શકે છે.

 
            કોઈપણ વ્યક્તિ તેનાથી નાના માણસ જોડે કેવું વર્તન કરે છે તેના પરથી તેનું વ્યક્તિત્વ પરખાય છે. વ્યક્તિને કોઈ રોકવા ટોકવાવાળું ન હોય ત્યારે જો તે પોતાનું નૈમિતિક  કર્મ પ્રમાણિકતાથી કરતો હોય અને વર્તન સવિનય કરતો હોય તો તે ઉત્તમ વ્યક્તિ છે. સંવેદનશીલતા માણસને જેવો તે છે તેવો જીવવા માટે ઇંધણ પુરું પાડે છે. સ્વાર્થ ની ગેરહાજરી તેના માનસને શ્રેષ્ઠ લેવલ પર પહોંચાડે છે ‌. લોભ-લાલચ ની અનુપસ્થિતિ તેને આરપાર જીવવા ખેલદિલી બક્ષે છે.
  

          ઘણીવાર પરિસ્થિતિ અને અનુભવો વ્યક્તિને ઘડે છે. સતત થતાં અન્યાય વ્યક્તિને વિદ્રોહી બનાવી દે છે. સતત થતી અવહેલના વ્યક્તિને એકલવાયું બનાવી દે છે. બીજાની સ્વાર્થવૃત્તિ થી છેતરાયેલો માણસ સ્વાર્થી બનતા વાર નથી લાગતી.

        પોતાની ઓળખ ઉભી કરવા ઓળખાણો શોધતો માણસ ખોખલા વ્યક્તિત્વના માલિક હોય છે.જ્યારે બડે સંઘર્ષ કરી આત્મસંતોષ મેળવનાર વ્યક્તિ ભીતરથી છલોછલ હોય છે. પારદર્શક વ્યક્તિત્વના માલિક હોય છે. કોઈ જ મહોરું પહેરવાની જરૂર પડતી નથી. તે પોતે જેવા દેખાય છે તેવા જ હોય છે.

પોતાનું જ તુત દઝાડી જાય...
        અંતર પૂછે પ્રશ્નો ત્યારે....
 દર્પણ રંજાડી જાય...
        મનોમન સ્વને ઢંઢોળી જાય....
 અક્ષ ખુદનો જાગે ત્યારે
          અક્ષરત: હંફાવી જાય
  તારામાં તને જ શોધાવી જાય...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
 અમદાવાદ

You can  also give your feedback on mitalpatel56@gmail.com
Or
Mitalparibhasha.blogspot.com
https://m.facebook.com/story.php?story_fbid=3722971581093559&id=100001422602254

Wednesday 4 November 2020

ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારો લેખ...

"તન-દુરસ્તી માં જ મન- દુરસ્તી સમન્વિત થયેલી હોય છે..."💌....😑😐😌😏😊😄😍

         આપણે પોતાનાં જીવનમાં એટલાં વ્યસ્ત થઈ ગયા હોઈએ છે કે હેલ્થ વિશે વિચારવા કે તેને સાચવવા તરફ ક્યારેય લક્ષ નથી આપતાં. શરીર તરફથી આપણને અલ્ટીમેટમ  મળતાં રહે છે. કોઈને કોઈ સ્વરૂપે. શરીરમાં ગેસ, પિત્ત, કફની તકલીફ થતાં સતત બેચેની, માથાનો દુખાવો , અનવેલ ફીલિંગ અને સ્થૂળતા તરફ ધકેલાઈ રહ્યા હોવાનો અહેસાસ પણ થતો હોય છે. પણ આપણે તેને ઇગ્નોર કરીએ છીએ. બસ એક છટકબારી હેઠળ કે "ટાઈમ જ ક્યાં મળે છે". અને તમે તમારી તંદુરસ્તીને ત્યાં સુધી ટાળો છો તેના મૂળિયા છેક તમારી માનસિક તંદુરસ્તી સુધી પણ પહોંચી જાય... સ્ટ્રેસ, ડિપ્રેશન ચીડિયાપણું જેવાં માનસિક રોગ તમારામાં ઘર કરવા માંડે, જ્યારે અચાનક તમને ખબર પડે છે કે તમને ડાયાબિટીસ ,બીપી, થાઇરોડ કે અન્ય કોઈ વિટામિનની કમી જેવા રોગનાં શિકાર બન્યા છો. હવે તમે શું તે તંદુરસ્તી પાછી મેળવી શકશો? એ મનદુરસ્તી, એ એનર્જી, એ કામ કરવાનો ઉમંગ પાછો મેળવી શકશો? મેળવી તો શકશો પણ ત્યાં થોડી વધુ મહેનત અને વધુ દિવસથી તમારે રાહ જોવી પડશે. અથવા તો ના પણ મેળવી શકો. તમે કાયમ માટે એ રોગ સાથે જીવવું પડે, તેના ઓથાર હેઠળ શારીરિક તકલીફ ભોગવવી પડે તે પહેલા થોડા સજાગ થઈ જઈએ.અને હેલ્થ અને પોતાની વ્યસ્ત લાઈફ સ્ટાઈલ નો એક નાનકડો હિસ્સો બનાવીએ. થોડુંક જ લક્ષ આપીએ.થોડાક સજાગ રહો તો લાંબા સમય સુધી તંદુરસ્ત અને મનદુરસ્ત રહી જીવનના દરેક સ્ટેજ પર રોગમુક્ત, ભયમુક્ત અને ડિપ્રેશન મુક્ત રહી સાચા અર્થમાં જીવી શકશો. તમે જે પૈસા કમાવવા માટે દોડધામ કરો છો તે પૈસા વાપરવા માટે મનથી અને તનથી ઉર્જાવાન રહી શકશો, તમે જે સંબંધોને સાચવવા મથામણ કરો છો તે સંબંધોને સંગાથે આત્મીયતાથી જીવી શકશો વધુ જીવનને માણી શકશો.

          બસ જરૂર છે પોતાની લાઈફ સ્ટાઈલમાં નાના થોડા પરિવર્તન સાથે હેલ્થને સ્થાન આપવાની. પહેલાના જમાનામાં લોકો પાંચ વાગે વહેલા ઉઠી જતાં. ખેતરે કામ કરવાં જતાં, કુવામાંથી પાણી ખેંચીને બેડલા ઊંચકીને લાવતાં શારીરિક શ્રમ કરતાં. કદાચ હજી પણ ગામડાઓમાં કરે છે. તો પણ આધુનિક સાધનો અને ટેકનોલોજીને કારણે તેમનું કામ સરળ થઈ ગયું છે. વધુ શારીરિક શ્રમ પડતો નથી. અને શહેરમાં તો શારીરિક શ્રમનો સદંતર અભાવ , ફાસ્ટ ફૂડ ને પ્રદૂષિત હવા ના સંગાથે જીવવાનું અને પાછું હેલ્ધી રહેવાનું. બહુ મહેનત માગી લે તેવું છે. તે માટે તમારે શરીરને એટલું મજબૂત કરી દેવું પડે કે આ બધા સામે ટકી રહે. ને તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. તો જો તમારું શરીર હેલ્દી હશે તો તમે હંમેશા પ્રફુલ્લિત રહેશો. એનર્જીસ્ટ રહેશો. માથાનો દુખાવો, બેચેની, સ્ટ્રેસ ,ડિપ્રેશન જેવા મનના વિકારો ક્યારેય નહીં આવે.

           હવે હેલ્થને આપણી લાઈફસ્ટાઈલમાં વણવું કઈ રીતે?? ઘણા બધા એમ કહેશે કે અમે ઘરનું કામ કરીએ જ છે ને એટલે બધી કસરત થઇ જાય છે.પણ એ સાચું નથી જે કામ પહેલાના જમાનામાં સ્ત્રીઓ કરતી હતી તેની સરખામણીમાં આપણે કંઈ જ નથી કરતાં માટે એક્સ્ટ્રા સમય તંદુરસ્તી માટે તમારે ફાળવવો જ પડે. જો ઘરનું કામ કરીને જ બધા તંદુરસ્ત રહેતા હોત તો આજે કોઈ સ્ત્રી સ્થૂળ ના હોત.

            ઓબેસિટી એ નાનાં બાળકથી માંડી પુખ્ત સ્ત્રી-પુરુષ માં જોવા મળતી બહુ કોમન અને વધતી જતી સમસ્યા છે. તો આપણે આપણી લાઈફસ્ટાઈલમાં નાના-નાના ક્યાં ફેરફાર કરી શકીએ?

        * ઘરનું જ ખાવાનો આગ્રહ રાખી શકાય અને ફેટ જેમાં વધુ હોય તેવાં તેલ ,ખાંડ નો ઉપયોગ નહિવત્ કરી શકાય. બહારનું ખાવાનું અને કોલ્ડ ડ્રિંક્સ બને ત્યાં સુધી એવોઇડ કરી શકાય.

          *સવારે પાંચ વાગે ઊઠવાને જીવનનો એક ક્રમ બનાવી શકીએ તો તમને આખા દિવસનાં  કામમાંથી પોતાનાં માટે પૂરતો સમય મળી રહેશે. અને આ મળેલ કિંમતી સમયનો તમે થોડા યોગા અને પ્રાણાયામ માટે અડધો કલાક કે કલાક ફાળવી શકો. કદાચ બહુ ન આવડે તો માત્ર ને માત્ર સૂર્ય નમસ્કાર 10 કે15 વાર કરો તોય આખા શરીરન કસરત થઇ જાય.તેમાં દસ મિનિટ ધ્યાન માટે આપી શકો, જે વિચારોને સ્થિર કરવા ,મન શાંત કરવા અને મનની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકોનો એમ વિચારવામાં જ મેડીટેશન નથી કરતા કે હું કરું છું તેને જ ખરેખર મેડીટેશન કહેવાય છે? મારી પદ્ધતિ ક્યાંક ખોટી તો નથી ને. અરે શાંત ચિત્તે શાન્ત એરિયામાં બેસી આંખો બંધ કરી આવતા જતા શ્વાસ માં ધ્યાન કેન્દ્રિત કરો તોય તમારાં વિચારોનું ટ્રાફિક સ્થિર થશે અને મન શાન્ત થઇ જશે.

       * આપણા શરીરનો દુખાવો, હાડકા નો દુખાવો પિત્ત, કફ, ગેસ મોટેભાગે શરીરની અંદરની ph એસીડીક થવાનાં કારણે થતા હોય છે. તમારા શરીરની ભીતર ની pH એસિડિક હોય તો તે હાડકા માંથી કેલ્શિયમ એબસોર્બ કરે છે. તેનાથી હાડકા નો દુખાવો, ઘૂંટણના દુખાવા, પગના દુખાવાનાં રોગ થતાં હોય છે. તે બધાથી બચવા તમારે શરીરની અંદરની pH આલ્કલાઈન મેન્ટેન રાખવી પડે. તે માટે લીંબુ પાણી ને પોતાના રોજિંદા વ્યવહારમાં સ્થાન આપવું પડે. તમે એમ વિચારશો કે લીંબુ તો એસિડિક છે. પણ તે લીંબુ મોઢાની લાળ સાથે ભળી આલ્કલાઈન બની જાય છે. જે તમારી અંદરની pH આલ્કલાઈન મેન્ટેન કરવામાં મદદ કરે છે. માટે જમ્યા બાદ અને સવારે ઊઠીને લીંબુવાળું પાણી પીવું હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. તેનો તમારે પ્રયોગ કરવો હોય તો કરી જોજો ...તમને ગેસ કે એસીડિટી જેવું લાગે તો પાણીમાં લીંબુ નીચોવી પી જજો કોઈ દવા વગર ચોક્કસથી રાહત થશે.

      આવા નાનાં નાનાં ચેન્જીસ આપણી લાઈફ સ્ટાઈલમાં લાવીને આપણે કાયમ તનથી અને મનથી તંદુરસ્ત રહી શકીએ છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

       

 

Monday 2 November 2020

બનાસકાંઠા થી પબ્લિસ થતાં સમાજ સાગર ન્યુઝ પેપરમાં મારો લેખ....💫✨🌷🎊

"એક શિક્ષક માં પૂજાતો બાળક અને....
         બાળ મનડામાં પૂજાતા શિક્ષક મેં જોયા છે...!!!"

       પૂજાય જ્યાં ઈશ્વર તેને જ ...
                 કહેવાય મંદિર એવું થોડું છે..!
        શાળા મંદિરમાં દડ દડ દોડીને....
                  આવતા ખુદ બાળેશ્વરો... મેં ભાળ્યા છે.

       "તત્ થી સત્ સુધી પહોંચવું" શિક્ષક થી માસ્તર સુધી પહોંચવાની રસીદ છે. ક્યાંક નિર્દોષતા તમને સ્પર્શી જાય, ક્યાંક તેમની નિખાલસતા માં તમે તરબોળ થઈ જાવ, ક્યાંક તેમની સાથે ખુદ નું બાળપણ જીવંત થઇ જાય, ક્યાંક તેમની સહજતા નું તમારામાં પ્રત્યારોપણ થવા લાગે, ત્યારે તમે તેમની સાથે ઈશ્વર- ભક્ત નાં સબંધથી જોડાયાં હોવાનો ભાવ આવે છે.

          ક્યારેય સ્લેટ પર પેન પકડીને એકડા ઘૂટવા પ્રયત્ન કરતી તેમની નાની અમથી આંગળીઓ, મહા મહેનતે પેનને  પકડ માં રાખતી નાની અમથી હથેળી અને આંખોને તલ્લીન કરી સ્લેટ સાથે રચાતું ગજ્જબ તારામૈત્રક નિહાળ્યું છે?? આ જે બાળ ભણવાના ,શિખવાના કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમાં તો તમે પોતાની મહત્વાકાંક્ષાઓ, ટાર્ગેટ ,પેપરો, એકમ કસોટી, પ્રોજેક્ટોને કેટકેટલાય ભારના ટોપલા તેમનાં માથે ઝીંકી દઈ તે સહજતાનો દાટ વાળી દો છો. શું તે બે-ત્રણ વર્ષ સહજતાથી, સ્વયં પ્રેરણાથી આનંદ ઉત્સાહથી કેળવણીની પ્રક્રિયાની શરૂઆત ન કરી શકે...?? એક પાલતુ કુતરા ની જેમ શા માટે તેને ટ્રેઈન કરવાં માટે બધા પ્રયત્નશીલ બની જાય છે? તેને ઈશ્વર બુદ્ધિ,સંવેદનશીલતા ,તર્કશક્તિ બધું જ આપ્યું છે. તેનાં પર ભરોસો રાખી તેને ખીલવા દઈ તેને વિકસવા દઈએ, ખુલ્લા મને શીખી શકે તેવું વાતાવરણ આપી શકીએ તો તે બાળક એક ઉગતા ફૂલની જેમ ખીલી ઊઠે. જો૩૦ વર્ષ તમે તેને ટ્રેઈન કરવામાં પછી નોકરી કરી અર્થોપાર્જન કરવામાં કાઢી નાખ્યા પછી તમે તેની પાસેથી હજુ વધુ શાની અપેક્ષા રાખી શકો? શું તેની કેળવણી આટલેથી પૂરી થાય છે? શું તે ભવિષ્યમાં આવતી ભયંકર ઉતાર-ચઢાવ સામે ટકી શકશે? શું તે મુશ્કેલી માં સરવાઈવ કરવાની પદ્ધતિ શીખી શકશે?

            બાળકો તો શાળાનો શ્વાસ છે .શાળા અને શિક્ષક માં ઈશ્વર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ બાળક કરે છે. કોઈ પણ સાચો શિક્ષક ક્યારેય કપટી ,અપ્રમાણિક નહી હોય કેમકે બાલેશ્વર માંથી સીધા ગુણો તેનામાં પ્રત્યારોપણ થતું હોય છે.

      આરતી ઉતારી , થાળ ધરાવી....
             ઘંટારવ કરીને જ કરાય પૂજા...
                     એવું થોડું છે...!!

     વ્હાલનાં વરસાદથી નવડાવી નાંખતા..
                 એ ભૂલકાઓ પ્રેમથી ધરાવી નાખતા..

     એક શિક્ષકમાં પૂજાતો બાળક અને ....
               બાળકના મનડા માં પુજાતા શિક્ષકને મે જોયા છે.‌!!

મિતલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
બનાસકાંઠા થી પબ્લિસ થતાં સમાજ સાગર ન્યુઝ પેપરમાં મારો લેખ....💫✨🌷🎊

"એક શિક્ષક માં પૂજાતો બાળક અને....
         બાળ મનડામાં પૂજાતા શિક્ષક મેં જોયા છે...!!!"

       પૂજાય જ્યાં ઈશ્વર તેને જ ...
                 કહેવાય મંદિર એવું થોડું છે..!
        શાળા મંદિરમાં દડ દડ દોડીને....
                  આવતા ખુદ બાળેશ્વરો... મેં ભાળ્યા છે.

       "તત્ થી સત્ સુધી પહોંચવું" શિક્ષક થી માસ્તર સુધી પહોંચવાની રસીદ છે. ક્યાંક નિર્દોષતા તમને સ્પર્શી જાય, ક્યાંક તેમની નિખાલસતા માં તમે તરબોળ થઈ જાવ, ક્યાંક તેમની સાથે ખુદ નું બાળપણ જીવંત થઇ જાય, ક્યાંક તેમની સહજતા નું તમારામાં પ્રત્યારોપણ થવા લાગે, ત્યારે તમે તેમની સાથે ઈશ્વર- ભક્ત નાં સંબંધથી જોડાયાં હોવાનો ભાવ આવે છે.

          ક્યારેય સ્લેટ પર પેન પકડીને એકડા ઘૂટવા પ્રયત્ન કરતી તેમની નાની અમથી આંગળીઓ, મહા મહેનતે પેનને  પકડ માં રાખતી નાની અમથી હથેળી અને આંખોને તલ્લીન કરી સ્લેટ સાથે રચાતું ગજ્જબ તારામૈત્રક નિહાળ્યું છે?? આ જે બાળ ભણવાના ,શિખવાના કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમાં તો તમે પોતાની મહત્વાકાંક્ષાઓ, ટાર્ગેટ ,પેપરો, એકમ કસોટી, પ્રોજેક્ટોને કેટકેટલાય ભારના ટોપલા તેમનાં માથે ઝીંકી દઈ તે સહજતાનો દાટ વાળી દો છો. શું તે બે-ત્રણ વર્ષ સહજતાથી, સ્વયં પ્રેરણાથી આનંદ ઉત્સાહથી કેળવણીની પ્રક્રિયાની શરૂઆત ન કરી શકે...?? એક પાલતુ કુતરા ની જેમ શા માટે તેને ટ્રેન કરવાં માટે બધા પ્રયત્નશીલ બની જાય છે? તેને ઈશ્વર બુદ્ધિ,સંવેદનશીલતા ,તર્કશક્તિ બધું જ આપ્યું છે. તેનાં પર ભરોસો રાખી તેને ખીલવા દઈ તેને વિકસવા દઈએ, ખુલ્લા મને શીખી શકે તેવું વાતાવરણ આપી શકીએ તો તે બાળક એક ઉગતા ફૂલની જેમ ખીલી ઊઠે. જો૩૦ વર્ષ તમે તેને ટ્રેન કરવામાં પછી નોકરી કરી અર્થોપાર્જન કરવામાં કાઢી નાખ્યા પછી તમે તેની પાસેથી હજુ વધુ શાની અપેક્ષા રાખી શકો? શું તેની કેળવણી આટલેથી પૂરી થાય છે? શું તે ભવિષ્યમાં આવતી ભયંકર ઉતાર-ચઢાવ સામે ટકી શકશે? શું તે મુશ્કેલી માં સરવાઈવ કરવાની પદ્ધતિ શીખી શકશે?

            બાળકો તો શાળાનો શ્વાસ છે .શાળા અને શિક્ષક માં ઈશ્વર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ બાળક કરે છે. કોઈ પણ સાચો શિક્ષક ક્યારેય કપટી ,અપ્રમાણિક નહી હોય કેમકે બાલેશ્વર માંથી સીધા ગુણો તેનામાં પ્રત્યારોપણ થતું હોય છે.

      આરતી ઉતારી , થાળ ધરાવી....
             ઘંટારવ કરીને જ કરાય પૂજા...
                     એવું થોડું છે...!!

     વ્હાલનાં વરસાદથી નવડાવી નાંખતા..
                 એ ભૂલકાઓ પ્રેમથી ધરાવી નાખતા..

     એક શિક્ષકમાં પૂજાતો બાળક અને ....
               બાળકના મનડા માં પુજાતા શિક્ષકને મે જોયા છે.‌!!

મિતલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com