Tuesday 17 November 2020

💥 *"દીપોત્સવી અંક "*💥

_🎆🎇🎊🎉* - *SARJANHAR GUJARATI MONTHLY  MAGAZINE**_🪔🪔❤️💛💚💜

READ MY ARTICLE..."

"શું તમારું વ્યક્તિત્વ એ જ છે,જે લોકોને દેખાય છે?"👥📚☺️

        જેમ માણસ મેકઅપ કરે છે તેનું "સ્વપોત" ઢંકાઈ જાય છે. જેમ માણસ દંભ કરે ને તેનું આતમ ઢંકાઈ જાય , જેમ અમાસમાં ચંદ્રનું અજવાળું પણ ઢંકાઈ જાય તેમ વ્યક્તિનું સ્વયંપ્રકાશિત તેજ દંભ, કપટ, બનાવટ, દેખાડો વગેરેમાં ઢંકાઈ જાય છે. જેવા વ્યક્તિત્વને લોકો ઓળખે છે લોકોને દેખાય છે એવું હોતું નથી. કેટલીક વાર તે વ્યક્તિના વ્યક્તિત્વ પર એટલાં બધા પણ ચડી ગયા હોય છે કે પોતાનું સાચું સ્વરૂપ શોધવામાં માણસ પોતે જ ભૂલો પડી જાય છે. જેમ એક અભિનેતા ઘણા બધા રોલ ભજવતો હોય છે તેમ વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા બધા રોલમાં જીવતો હોય છે. પણ તેમાં સ્વપોત વિસરી જાય છે. ઘણીવાર લોકોની નજરમાં સજ્જન દેખાતો માણસ અંદરથી સાવ છીછરો અને નીચા ચારિત્ર્ય વાળો હોઈ શકે છે. કેટલીકવાર મોઢા પર સાચું બોલી દેતો, તોછડો દેખાતો માણસ પ્રમાણિક, સાચો અને સાચા અર્થમાં સજ્જન હોઈ શકે છે.

 
            કોઈપણ વ્યક્તિ તેનાથી નાના માણસ જોડે કેવું વર્તન કરે છે તેના પરથી તેનું વ્યક્તિત્વ પરખાય છે. વ્યક્તિને કોઈ રોકવા ટોકવાવાળું ન હોય ત્યારે જો તે પોતાનું નૈમિતિક  કર્મ પ્રમાણિકતાથી કરતો હોય અને વર્તન સવિનય કરતો હોય તો તે ઉત્તમ વ્યક્તિ છે. સંવેદનશીલતા માણસને જેવો તે છે તેવો જીવવા માટે ઇંધણ પુરું પાડે છે. સ્વાર્થ ની ગેરહાજરી તેના માનસને શ્રેષ્ઠ લેવલ પર પહોંચાડે છે ‌. લોભ-લાલચ ની અનુપસ્થિતિ તેને આરપાર જીવવા ખેલદિલી બક્ષે છે.
  

          ઘણીવાર પરિસ્થિતિ અને અનુભવો વ્યક્તિને ઘડે છે. સતત થતાં અન્યાય વ્યક્તિને વિદ્રોહી બનાવી દે છે. સતત થતી અવહેલના વ્યક્તિને એકલવાયું બનાવી દે છે. બીજાની સ્વાર્થવૃત્તિ થી છેતરાયેલો માણસ સ્વાર્થી બનતા વાર નથી લાગતી.

        પોતાની ઓળખ ઉભી કરવા ઓળખાણો શોધતો માણસ ખોખલા વ્યક્તિત્વના માલિક હોય છે.જ્યારે બડે સંઘર્ષ કરી આત્મસંતોષ મેળવનાર વ્યક્તિ ભીતરથી છલોછલ હોય છે. પારદર્શક વ્યક્તિત્વના માલિક હોય છે. કોઈ જ મહોરું પહેરવાની જરૂર પડતી નથી. તે પોતે જેવા દેખાય છે તેવા જ હોય છે.

પોતાનું જ તુત દઝાડી જાય...
        અંતર પૂછે પ્રશ્નો ત્યારે....
 દર્પણ રંજાડી જાય...
        મનોમન સ્વને ઢંઢોળી જાય....
 અક્ષ ખુદનો જાગે ત્યારે
          અક્ષરત: હંફાવી જાય
  તારામાં તને જ શોધાવી જાય...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
 અમદાવાદ

You can  also give your feedback on mitalpatel56@gmail.com
Or
Mitalparibhasha.blogspot.com

No comments:

Post a Comment