Sunday 23 January 2022


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

💫"અવકાશ વગરનું આકાશ"✨


      વાક્ય લખતી વખતે શબ્દો વચ્ચે અવકાશ ન હોય તો? આકાશમાં તારાઓ સાવ લગોલગ ગોઠવાયેલાં હોય તો શોભે ખરાં!! બે દિવસ વચ્ચે રાતનો અને બે રાત વચ્ચે દિવસનો અવકાશ ન હોય તો?? સતત મળતું સુખ હોય તો પણ તે "સાતત્ય' તેનો સાચો આનંદ ગુમાવી દે છે. જ્યારે ચોક્કસ અવકાશ સાથે આંખોમાં શોભતી કીકીઓને આપણે સ્વીકારી શકીએ છીએ, બે મત્લા અને મિસરા સાથે શોભતી કવિતા સમયનાં ચોક્કસ અટકાવ સાથે આપણે માણી શકીએ છીએ, એકબીજાને પૂરતો અવકાશ આપી સારાં શ્રોતા અને વક્તા બની એક મજાનો સંવાદ આપણે સાધી શકીએ છીએ . તો સંબંધને એક ચોક્કસ અવકાશ સાથે આપણે શા માટે સ્વિકારી નથી શકતાં? આપણે સંબંધમાં એક બ્રિજ એટલે કે "બંધ" નહીં બારણું બાંધીને તેને લોક કરી બંધ કરી રાખી મૂકવા ઈચ્છીએ છીએ. એક વ્યક્તિને તેનાં વ્યક્તિત્વને તે નિખારી શકે , તેનાં પોતાનાં "સ્વ"ને ઘડી શકે, તે માટે થોડી સ્પેસ આપીને તેની સાથે નથી જીવી શકતાં. કોઈ પુસ્તક પણ આંખની સાવ નજીક રાખીને નથી વાંચી શકાતું.થોડુંક અંતર, થોડોક અવકાશ સાથે જ પુસ્તકને આપણે વાંચી શકીએ છીએ. વ્યક્તિનું પણ એમ જ હોય છે.

        વિચારો! પંખાની પાંખો બાંધી દઈને તમે તેને ફરવાનું કહો તો ફરી શકે ખરાં!! મુળત્વ જોડાયેલું રાખી, આભાને ખીલવાનો પુરતો અવકાશ આપશો તો સંબંધ તરતો રહે છે. સ્થગિત નથી થઈ જતો. જ્યારે "મમત્વ"નું પ્રમાણ કોઈપણ વસ્તુ કે વ્યક્તિ માટે વધી જાય છે, ત્યારે ગુંગળામણ અનુભવાય છે. અને તે ગુંગળામણ સંબંધમાં શ્વસતી જીવંતતાને કોરી ખાય છે. પછી રહી જાય છે એક અપ્રગટ ,સ્થગિત થઈ ગયેલું સગપણ.

       પવનને તમે કહો કે તમારે આ જ દિશામાં વહેવાનું છે, અસ્તવ્યસ્ત નહીં ,તમે નદીના વહેનને રોકવાનું ,સ્થગિત કરવાનો પ્રયત્ન કરો તો તે તેનું મૂળ તત્વ ગુમાવી દે છે. અને કોઈપણ વસ્તુ કે સંબંધમાં સાચું તત્વ તેનું મૂળભૂત સ્વરૂપ છે. તે જેવું છે તેવું તમે સ્વીકારી શકો, તેને બદલ્યા વગર તેની સાથે જીવી શકો. તેને બાંધ્યા વગર સબંધાઈ શકો તો જ તમે તેના મૂળ તત્વ સુધી પહોંચી શકો, તેમાં રહેલી સત્વને પામી શકો.

મિત્તલ પટેલ
" પરિભાષા"

Saturday 22 January 2022



મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં જાન્યુઆરી- 2022  અંકમાં મારો લેખ...

"સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા..."💫✨



            કંઈ કેટલીય મુશ્કેલીઓ જ્યારે નિરાશાની ગર્તામાં ડૂબાડવા માણસને તલપાપડ હોય, ઉગતાને ડામવા કંઇ કેટલાએ શાબ્દિક હથિયારો લઈને પહેરો ભરતા હોય, ત્યારે પોતાની જાતને કહી દેવું...

"હું છું ને તારી સાથે
       તું પ્રયાસનું હલેસું મારતો જા...
હું જીવું છું તારી સાથે
‌.        તું નૈમિત્તિક કર્મમાં વહેતો જા..
મારો વિશ્વાસ છે તારી સાથે
       તું વધુ સમૃદ્ધ બની ઉગતો જા..
નદી બની રહી શકીશ
      તો જીવી શકીશ તું નિર્મળતાથી
હું સંગાથે છું ને તારી સાથે
       તું નિરાશા ખંખેરી આનંદ વહેંચતો થા..


          વિખુટી પડેલ જાતને જ્યારે આપણે ખુદ જોડે પાછી જોડતાં, કનેક્ટ કરતાં શીખી જઈએ છે ને ત્યારે તણખા ભીતરથી અંતઃસ્ફુરણા સ્વરૂપે આપોઆપ ઝરે  છે. અને જે જીહવળવામાં, ટકી રહેવામાં, સતત પ્રયત્ન કરવા માટે આપણને ઈંધણ પૂરું પાડે છે.
       "સેલ્ફીમાં રાચતો માણસ સેલ્ફ માં પણ સ્થિત હોવો જોઇએ..."

           જાતને ઝંઝોળીને મૂકી દે તેવી ઘટનાઓ જિંદગીમાં બનવી અનિવાર્ય છે.તો જ તે ખુદને પોતાનાં સાચાં મિત્ર, સાચાં સંગાથી, સાચાં રાહબર તરીકે જાત જોડે જોડવા સક્ષમ બને છે. જ્યારે ભીતરથી વાગે અને સંવેદનાનું લોહી નીકળે ને ત્યારે જ તમે કંઈક શાશ્વતને પામી શકો છો!!


સરળ રસ્તે નથી પહોંચાતુ
            શાશ્વત સુધી...
ક્ષણભંગુરતા વ્યાપેલી છે સર્વત્ર સર્વત્ર

તું ટકી રહેજે , તારાં પ્રયાસો થકી.. સતત..
 તારામાં ઊગી નીકળીશ તું
         ભરપૂર અત્ર-તત્ર-સર્વત્ર...


          કેટલીકવાર આખું જીવન સંબંધો, સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિ, દરેક સંજોગ જેવાં ભાસે, જેવું દેખાય છે તેનાથી વિપરીત નીકળે અને જે નહોતું દેખાતું તે પ્રગટે. શ્રેષ્ઠ લાગતું હોય તે સાવ વામન નીકળે. અને ઝાંખપ ને કઠોરતા જેનાં વ્યવહારમાં હોય તે શ્રેષ્ઠ નીકળે. આવી બધી ભ્રમણા, અનુભૂતિ સતત જીવનમાં થતી રહે છે. આપણે જજમેન્ટલ બનીને જીવવા જઈએ કે આ ઘટના આ વ્યક્તિ આવી છે, તો તેનું વ્યક્તિત્વ તેનો હાર્દ સ્વરૂપ આવું જ હશે તો ચોક્કસથી આપણે ખોટા પડીએ છીએ. દરેક ઘટના, દરેક વ્યક્તિમાં મેઘ ધનુષ કરતાં પણ અતરંગી અનેક રંગો, સ્વરૂપ ,વ્યક્તિત્વ હોય છે. જે અલગ-અલગ સ્વરૂપે ધીમે ધીમે આપણી સામે આવે છે. એક સમયે તદ્દન વિપરીત લાગતું વ્યક્તિ થોડાં સમય બાદ અન્ય પ્રસંગે સારપવાળું લાગે છે. માટે જો તમારે કોઇપણ સંબંધમાં જીવનનાં કોઈ પણ પ્રસંગે, ઘટનાક્રમે કે જીવનના કોઈ પણ તબક્કે નિરાશ ન થવું હોય, માનસિક આઘાતોને ઓછા વેઠવા હોય, "માણસ બદલાઈ ગયો" "જીવન રોળાઈ ગયું" જેવી ફિલિંગ ન અનુભવવી હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ કે ઘટનાને જજ કરવાની વૃત્તિમાંથી બહાર આવવું પડશે. આવું થયું એટલે તે વ્યક્તિ આવી જ હશે. આવી ઘટના બની એટલે મારી સાથે ખોટું થયું, સારું જ થયું તેવું જજમેન્ટલ બનવામાંથી બહાર આવવા સતત પ્રયાસો કરવા પડશે જીવનભર... તમે ધીમે ધીમે આ ઘટનાઓ, વ્યક્તિઓ અને સંબંધોના સાચાં સ્વરૂપ સુધી પહોંચી શકશો. જીવનને તેના એઝ ઈટ ઇઝ સ્વરૂપ, આપણા અસ્તિત્વના હેતુ, કારક સ્વરૂપ અને સાધ્ય સુધી પહોંચી શકીશું. સારું લાગે તેને સ્વીકારવું અને ના સારું લાગે તેને અવગણવું, અમુક સંબંધને પકડી રાખવા અને અમુક સંબંધ  કે વ્યક્તિ માટે ગ્રંથિ રાખી દુઃખી થતા રહેવું, તેનાં કરતાં તટસ્થ રહી જીવનને એક સાક્ષી ભાવ સાથે જોવાની દ્રષ્ટિ વિકસાવવી અને "ધારી લેવું" ની વૃત્તિમાં થી બહાર આવી દરેક ક્ષણને જીવંત બનીને lively જીવવાનાં સતત પ્રયાસો કરવા તેનું નામ જીવન. ભલેને તકલીફ હોય તે ખુશી, પીડા હોય કે પ્રસન્નતા... સ્થિતપ્રજ્ઞ રહી જીવવું તેનું નામ જીવન.

ભોમ આખું ભમી લેશો તો ય...
     ભમવું પતે નહીં તારું તારાં સુધી..
તું જીવી લેજે જીવે ત્યાં સુધી...
       પ્રયાસો થકી, ઉત્કંઠતાઓ થકી...


મિત્તલ પટેલ
" પરિભાષા "
અમદાવાદ

Friday 7 January 2022

         

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
✨💫"Joy of giving..."✍🏻✨😀😀😀🎈


        આપણે સૌ "મને શું મળ્યું?", "મારી કોઈને કદર નથી", "મને આને સહકાર ન આપ્યો", "બધા સ્વાર્થી છે "...જેવી ફરિયાદો માં રાચીએ છીએ. પણ "તમે શું આપ્યું?" ,"તમે નિસ્વાર્થતાથી કેટલાં લોકોને મદદ કરી?", "તમે કોણે સહકાર આપ્યો?", "તમે કોણે કોણે શાબ્દિક કે અશાબ્દિક પ્રોત્સાહન, ટેકો, માનસિક સંગાથ આપ્યો?" તે વિશે ભાગ્યે જ વિચારતાં હોઈએ છીએ. સાચું સુખ અને સંતોષ તો વહેંચવામાં છે, આપવામાં છે. પૈસા હોય તો જ આજે તમે કંઇક બીજાને આપી શકો તેવું નથી. તમે એક સાચાં હૃદયનું સ્મિત પણ સહજપણે આપી શકો છો. તો સર્વત્ર  ખૂશી વ્યાપશે. તમે પ્રોત્સાહનના બે વાક્યો કોકના સારા કાર્યને બિરદાવવા આપી શકો છો. જે માનસિક મનોબળ તેમનું વધારશે અને જુસ્સો પણ. તમે કોક તકલીફમાં રહેલ વ્યક્તિને "બધું સારું થઈ જશે" અને "હું છું તારી સાથે" એ સાંત્વના રૂપી થોડા ભાવ આપી શકો છો. તે તેની જીજીવિષા ટકાવી રાખશે. જ્યારે તમે સાચાં હૃદયથી કંઈક આપો છો, ત્યારે જ શાશ્વત કંઈક પામી શકો છો. જે સાચી પ્રસન્નતા બક્ષે છે. તમે તમારાં જૂનાં કપડાં કોઈ જરૂરિયાતમંદોને વહેચી શકો. થરથરતી ઠંડીમાં થોડાં સ્વેટર કે ધાબડા વહેંચીને માનવતાની મહેક ફેલાવી શકો. આર્થિક રીતે સધ્ધર ન હોય તેવાં બાળકોને ભણવા માટેની ફી ભરી જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપી શકો. તમારી કે તમારા બાળકનો જન્મ દિવસ ગરીબોને ભોજન કે નાસ્તો કરાવીને ઉજવી શકો. આવી તો ઘણા બધા કાર્યો કરીને માનવતાને જીવંત રાખી શકો છો. અને બદલામાં જે  આનંદની અનુભૂતિ મળે છે તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.
     સૌથી મહત્વની વસ્તુ એ છે કે મદદ એવી રીતે કરવી કે ડાબા હાથે કરો તો જમણાં હાથનેય ખબર ન પડે. એટલે કે કોઈને જાહેરાત કરવાની કે "મેં કર્યુ" તેવો ભાવ રાખીને કરવાની જરૂર નથી. જો તમે એવું કરો તો તેનું જે આનંદ અને સંતોષ છે કાયમ માટે ગુમાવી દો છો. અને મદદ સ્વિકારનાર વ્યક્તિને પણ નાનપની, ક્ષોભ ની લાગણી અનુભવાય છે. અને અંતે બધુ શૂન્ય બની જાય છે. આજે તો નાનું પણ કંઈક દાન કર્યું હોય તો પણ તેની જાહેરાત કરવામાં આવે છે. આખી દુનિયા પડી છે પોતાને સારાં સાબિત કરવા. પણ ખરેખર તમે કંઈ પણ મદદ કોઈને આપો છો ત્યારે તેને જીવન યજ્ઞ માં એક આહુતિ આપી છે, તેમ સમજીને ભૂલી જાવ અને કોઈને કહેવાની જરૂર પણ નથી કે "મેં કર્યું" એવો ભાવ રાખવાની તો સહેજ પણ જરૂર નથી. જો તે અહમ્ તમારામાં આવી ગયો તો પછી તમે કોઇપણ સારું કામ પછીથી નહીં કરી શકો. "હું માત્ર નિમિત્ત છું" ઈશ્વરે મને ક્ષમતા આપી છે તેથી હું  મદદ કરી શક્યો. હું ન હતો બીજો કોઈ હોત. આપણે રાખ સાથે જોડાયેલાં રહીને પરમાર્થ કરીએ છે, ત્યારે જ સાચાં અર્થમાં કંઈક સારું કાર્ય આપણાં દ્વારા થતું હોય છે. બાકી બધું દેખાડાનાં ભાગરૂપે આપણામાં દંભ પરોવે છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Thursday 6 January 2022

"ગિજુભાઈ બધેકા"💫
🎈🥳બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો🥳

💫✨Activities 💫✨

🎈ચલો બેંક શીખીએ.
🎈કમ્પોસ્ટ ખાતર બનાવતા શીખીએ.
🎈ગ્રીટીંગ કાર્ડ બનાવતા શીખીએ.
🎈માસ્ક મેકિંગ એક્ટિવિટી..
🎈ચલો Freehand drawing બનાવતાં શીખીએ...
🎈ભાતભાતના સ્ટોલ સાથે "આનંદ મેળો" ઉજવીએ.
🎈પતંગ બનાવતા શીખીએ.
🎈રમતોત્સવ...
🎈મહેંદી...
🎈રંગોળી...

પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી

Saturday 1 January 2022



      ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જાન્યુઆરી-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀 
"બાળક માં મૌલિકતાનાં ગુણને વિકસાવવો ખૂબ જરૂરી છે..."✍🏻📃

balnatak written by me

https://youtu.be/Zi_zmRTGXJg

poem on value education written by me

https://youtu.be/o7sn_wrh-_g

science by poem

https://youtu.be/SRQ8ATw7YQY

balnatak performed by students written by me

https://youtu.be/wLry-i2zpXo

balnatak performed in school written by me

https://youtu.be/p2X5m3OKVEs
   
Educational Innovation Festival 💫2021-22...✨🍁

"નવું સર્જન" ત્યારે જ શક્ય છે જ્યારે "મૌલિકતા" અને "સેલ્ફ કોન્ફિડન્સ"નાં ગુણો બાળકમાં વિકસે...... આજે 'વિજ્ઞાન ભણવું' એટલે માત્ર માર્ક્સ કે ટકા લાવી દેવા તેટલાં થી નહીં ચાલે... નવું સર્જન કરવાની, દુનિયામાં આવી રહેલ નવાં નવાં પડકારોને માત આપીને પ્રગતિ કરવાની, દેશની સમસ્યાઓને પોતાનાં આગવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને એંગલથી તેનો ઉકેલ શોધવાની ક્ષમતા કેળવવી પડશે...

             " Performing arts" ની જેમ "performing science" હોય છે. જ્યારે બાળક વિજ્ઞાનને સાંભળીને કે જોઈએ નહીં, પરફોર્મ કરીને ભણે છે, ત્યારે તેનાં જીવનની દરેક ઘટનાને વૈજ્ઞાનિક અભિગમથી જોવાનો અને મુલવવાનો એક એટીટ્યુડ અને એંગલ તેમનામાં સહજપણે ડેવલપ થાય છે.

         વિજ્ઞાન જ્યારે અભિવ્યક્તિ બની જાય છે. બાળક નાટક સ્વરૂપે ભજવીને કે વાર્તા સ્વરૂપે રજૂ કરીને વિજ્ઞાન ભણે છે, ત્યારે વાસ્તવિક જીવનનાં અનુભવો સાથે વિજ્ઞાનને કનેક્ટ કરી શકે છે અનુસંધાન સાધી શકે છે. વિજ્ઞાન ચોપડીમાંથી નીકળીને વિદ્યાર્થીના સમગ્ર જીવનમાં, તેનાં વ્યવહારમાં, અભિગમમાં આવી જાય છે ત્યારે તે વિજ્ઞાનને સાચા અર્થમાં આત્મસાત કરી શકે છે.

Such a great experience of innovation festival.....no words to explain the "work satisfaction"....which I feel...😀

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ