Thursday 29 September 2022

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
" ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા: 25 /09/ 2022  રવિવાર

Tuesday 20 September 2022

" ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં દર રવિવારે નિયમિત પ્રકાશિત થતી  મારી કોલમ "પમરાટ"નો લેખ......
તા: 18/09/ 2022  

Saturday 17 September 2022

Wednesday 7 September 2022

Std-8 ....💫Maths activity...
બહુકોણના પ્રકાર...
નાઇટ્રોજન ચક્ર..🌀


std-8...... 💫science Activity


સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ, ગાંધીનગર 

Sunday 4 September 2022




" ગાંધીનગર સમાચાર "🗞️  દૈનિક અખબારમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો લેખ......
તા: 04 /  09/ 2022 રવિવાર


હર ફિક્ર... કો ધૂએ મેં ઉડાતા ચલા ગયાં...💫🥳🎈☕✍️







ખાખરનાં પાને એ... કોતરણી કોણે કરી હશે.....
               તે શુષ્ક જીવતરને ..‌આકૃતિ કોણે જડી હશે...!!
તૂટી ગયેલ પાંદડામાંથી ચળાતો.. કિરણ પુંજ....
                તે જીજીવિષા ને ઉપવનમાં કોણે ઢાળી હશે...!!

         ખાખરાનાં પર્ણમાં રચાતી કોતરણી જેવી મસ્ત રચના નો વૈભવ માન્યો છે..!! જે જીર્ણ થાય છે કે જીવંત થાય છે તેને કળવું પણ અઘરું થઈ પડે... એવું લાગે....!! જે જીવનની જીર્ણતા માં, તકલીફમાં પણ ખડિયામાં પ્રગટાવેલા દિપક ની ભાતી ઝળહળતું રહે , તરવરતુ રહે.... ખોળિયું છોડે નહીં ત્યાં સુધી ખોબે ખોબે ભરી જીવન રસ ને પીતો રહે... તે રસવાઈ દીર્ઘઈ વગરના મૂળાક્ષરની જેમ કોઈપણ તકલીફ નો ભાર પોતાનાં પર હાવી થવા દીધા વગર સાચા અર્થમાં જીવી જતો હોય છે.

"હર ફિક્ર કો ધુએ મે ઉડાતા ચલા ગયાં....
        મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા...."

           " હમ દોનો "મુવી નું મહમદ રફી દ્વારા ગવાયેલ આ ગીત... કયા મનને ઝંઝોળી ને નહીં મૂકી દેતું હોય...!! તકલીફને તક આપીએ તરત જ તે આપણને લીફ ની જેમ પોતાનાં પવનમાં આમથી ફંગોળાતુ  કરી દે.... પણ જો આ તક જ તેને ન આપીએ તો!!... ખૂદેશ્વરને ખુદને જીવાડવાની તક આપીએ તો... તોતિંગ લાગતી મુશ્કેલીને ધૂમાડાની જેમ ઉડાવી નિજાનંદમાં જીવવાની ક્ષમતા આપણે કેળવી શકીએ છે...
     
       "  નેવર ગિવ અપ"નો એટીટ્યુડ કઈ રીતે કેળવી શકાય??

         "અભિપ્રેરણા" એ બહાર થી મળતી પ્રેરણા છે જે નાનામા નાની કેટકેટલીય વસ્તુઓ માંથી સતત મેળવી શકીએ... છે.. દ્રષ્ટિકોણ હોય તો. ઘરમાં ભીંત પર લગાવેલ ખીંટી તેનાં પર ભેરવેલ વસ્તુઓ જેવીકે ઘડિયાળ, કપડાં, ફોટો ફ્રેમ વગેરેને પોતાના પર ટેકવે છે પણ પોતે તો નિર્લેપ પોતાના સ્વ ને આતમ રુપી ભીંત જોડે ટેકવી સ્થિર રહે છે. જો તે પોતાના "મૂળ" ભીતમાંથી ઉખેડી.. ટેકવેલ વસ્તુઓ જોડે જોડાઈ જાય તો સ્વ સાથેનું જોડાણ તૂટી જાય છે આવું જ કંઈક આપણા જીવનમાં આવતી મુશ્કેલી તકલીફ સામે મક્કમ ઊભા રહી... આપણે માત્ર ટેકવીને રવાના કરી દેવાની છે. પોતાના મજબુત મનોબળને પોતાના સ્વ જોડે, આતમ જોડે.. જડી રાખી ટીંગવેલ તકલીફને પોતાના પર હાવી થવા દેવાની નથી. જો તમે તેનાથી ડગી ગયા તો પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વ ને ગુમાવી દેતાં જરીકે વાર લાગશે નહીં.

         કોઈ રસ્તો ન સૂઝે, નિરાશાના વાદળો ઘેરી વળે... શાંત પાણીમાં તોફાન રૂપી વમળો વલોપાત જગાવે ત્યારે.... "આત્મવિશ્વાસ".... એક એવું મહામૂલું હલેસું છે જે આ પરિસ્થિતિ સામે દઢતાથી, મક્કમતાથી ઝઝૂમી લેવાનું જોમ... મનોબળ પૂરું પાડે છે. માત્ર ને માત્ર આત્મવિશ્વાસ નાં રણકા થી તકલીફમાં પ્રસન્ન થઈ  જીવી જવાનો રસ્તો આપમેળે પ્રગટે ને તકલીફ પણ આ મનોબળ આગળ પાણી ભરતી સજળ આંખે જોઈ શકીએ. મુશ્કેલ સમયને "સ્વ"ને મજબૂત કરવાનો... હકારાત્મક દૃષ્ટિકોણ ની પરીક્ષારુપી.. સમય તરીકે લઈએ.. અને આત્મવિશ્વાસને હોકાયંત્ર બનાવી અંતરાત્માના અવાજ ને અનુસરી ઝળહળીએ તો તકલીફને ઉત્સવ બનાવી જીવી જવાનો સ્વભાવ બની જાય...

સ્તવનમાં એક વનરાજીની ટાઢક જો વરતાય.....
          તાપણામાં હુંફની એક તરુવર છલકાય...઼
રસ્તો કાપતા શરીર જીર્ણ થાય તો થતું રહેશે...
           મનડામાં ગમતું "જીવ"..ડું ... ઉર ભરી હરખાય....

મિત્તલ પટેલ 
"પરિભાષા "
અમદાવાદ
Mitalparibhasha.blogspot.com

Saturday 3 September 2022


ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં ઓગસ્ટ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀



એક શિક્ષક તરીકેનાં સ્પંદનો....✍️💓💖💛💚💙💜🤎🖤🤍♥️



             શિક્ષક જ્યારે બાળકો સાથે ભાવત્મક સ્તરે કનેક્ટ થઈને ભણાવતો હોય છે ને, ત્યારે  રોજ રોજ નવું નવું કંઈક સત્વ તેનામાં ઉમેરાતું જાય છે. શિક્ષકથી "માસ્તર" બનવાની આખી પ્રક્રિયા આ ભાવાત્મક, આત્મિક, સંવેદનાત્મક જોડાણને  લીધે સતત વિકસતી જતી કનેક્ટિવિટી અને સત્વના ઉમેરા પર આધારિત છે. એક શિક્ષક શાળામાં એક દિવસ રજા પર હોય બીજા દિવસે એ તે શિક્ષક તેની ગાડીમાંથી ઉતરે કે તરત એક છોકરી સહજ માલિકી ભાવ અને સાથે સાથે પોતાનાપણાનાં ભાવવાળા ગુસ્સા સાથે કહે :"કાલે કેમ નહોતા આવ્યા બેન? તમે નહોતાં આવ્યાં ને તો શાળામાં મજા જ નહતી આવતી. ગમતું જ નહોતું બિલકુલ ."This is biggest award for any teacher". પછી એ શિક્ષક બેન ને ખબર પડે છે કે તે છોકરીની મમ્મી ત્રણ મહિના પહેલાં જ મરી ગઈ છે. તે ઘરનું બધું કામ કરીને શાળામાં આવે છે. પણ એક પણ દિવસ શાળામાં રજા નથી પાડતી. ત્યારે એક શિક્ષક તરીકે એવું ફીલ થાય કે તે આપણામાં કંઈક અંશે એક "માં" નો પડછાયો જોતી હોય છે. એ છોકરી તે શિક્ષિકાબેનને એટલી આત્મીયતાથી રોજ મળે  કે જાણે તેની "માં"ને મળતી હોય. આટલાં બધાં બાળકોનાં માતૃત્વ ને ફીલ કરવું ને તે જ એક શિક્ષક હોવાની સૌથી મોટી ધન્યતા છે. એક સાચો શિક્ષક શાળામાં આવીને જીવનની ગમે તેટલી મોટી તકલીફમાં હોય, પણ મૂડલેસ ન જ રહી શકે. ઓટોમેટીક બચ્ચાઓ વચ્ચે મૂડ આવી જ જાય. શિક્ષકમાં ઉત્સાહ, ઉમંગ, હિંમત ન હારવાની વૃત્તિ, તરવરતાના ગુણો શિક્ષક થી "માસ્તર" સુધીની સફર કાપ્યા પછી જ આવે છે. એટલે જ્યારે તમને આવાં કોઈ ઉત્સાહ, ઉમંગથી તરવરતા શિક્ષકને જુઓ ત્યારે, માનજો કે તેનામાં બાળકનાં ગુણો પ્રતિબિંબિત થયાં છે. ઉતર્યા છે. તે એક સાચો શિક્ષક છે.


           " તત્ક્ષણ જીવવું" કોને કહેવાય! એ બચ્ચાઓ સાથે લાઇવ જીવીને તમે અનુભવી શકો છો. ન ભૂતકાળમાં, ન ભવિષ્યની ચિંતામાં, આ જ ક્ષણે ઉત્સવ બનાવી ઉજવી લેવાની શીખ બાળકો પાસેથી મળે છે.



મારામાં મને પામી શકે તો કહેજે..!
         બાળક સાથે બાળપણને જીવી શકે તો કહેજે..!!
માસ્તર બનાવવા માટે તારો આભાર, ઓ ઈશ્વર!
          બીજા વ્યવસાયોથી કંઈક વિશેષ આ સ્થાનને  કલ્પી શકે તો કહેજે..!!



મિત્તલ પટેલ
"પરિભાષા "
સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ
ગાંધીનગર