ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં ઓગસ્ટ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀
એક શિક્ષક તરીકેનાં સ્પંદનો....✍️💓💖💛💚💙💜🤎🖤🤍♥️
શિક્ષક જ્યારે બાળકો સાથે ભાવત્મક સ્તરે કનેક્ટ થઈને ભણાવતો હોય છે ને, ત્યારે રોજ રોજ નવું નવું કંઈક સત્વ તેનામાં ઉમેરાતું જાય છે. શિક્ષકથી "માસ્તર" બનવાની આખી પ્રક્રિયા આ ભાવાત્મક, આત્મિક, સંવેદનાત્મક જોડાણને લીધે સતત વિકસતી જતી કનેક્ટિવિટી અને સત્વના ઉમેરા પર આધારિત છે. એક શિક્ષક શાળામાં એક દિવસ રજા પર હોય બીજા દિવસે એ તે શિક્ષક તેની ગાડીમાંથી ઉતરે કે તરત એક છોકરી સહજ માલિકી ભાવ અને સાથે સાથે પોતાનાપણાનાં ભાવવાળા ગુસ્સા સાથે કહે :"કાલે કેમ નહોતા આવ્યા બેન? તમે નહોતાં આવ્યાં ને તો શાળામાં મજા જ નહતી આવતી. ગમતું જ નહોતું બિલકુલ ."This is biggest award for any teacher". પછી એ શિક્ષક બેન ને ખબર પડે છે કે તે છોકરીની મમ્મી ત્રણ મહિના પહેલાં જ મરી ગઈ છે. તે ઘરનું બધું કામ કરીને શાળામાં આવે છે. પણ એક પણ દિવસ શાળામાં રજા નથી પાડતી. ત્યારે એક શિક્ષક તરીકે એવું ફીલ થાય કે તે આપણામાં કંઈક અંશે એક "માં" નો પડછાયો જોતી હોય છે. એ છોકરી તે શિક્ષિકાબેનને એટલી આત્મીયતાથી રોજ મળે કે જાણે તેની "માં"ને મળતી હોય. આટલાં બધાં બાળકોનાં માતૃત્વ ને ફીલ કરવું ને તે જ એક શિક્ષક હોવાની સૌથી મોટી ધન્યતા છે. એક સાચો શિક્ષક શાળામાં આવીને જીવનની ગમે તેટલી મોટી તકલીફમાં હોય, પણ મૂડલેસ ન જ રહી શકે. ઓટોમેટીક બચ્ચાઓ વચ્ચે મૂડ આવી જ જાય. શિક્ષકમાં ઉત્સાહ, ઉમંગ, હિંમત ન હારવાની વૃત્તિ, તરવરતાના ગુણો શિક્ષક થી "માસ્તર" સુધીની સફર કાપ્યા પછી જ આવે છે. એટલે જ્યારે તમને આવાં કોઈ ઉત્સાહ, ઉમંગથી તરવરતા શિક્ષકને જુઓ ત્યારે, માનજો કે તેનામાં બાળકનાં ગુણો પ્રતિબિંબિત થયાં છે. ઉતર્યા છે. તે એક સાચો શિક્ષક છે.
" તત્ક્ષણ જીવવું" કોને કહેવાય! એ બચ્ચાઓ સાથે લાઇવ જીવીને તમે અનુભવી શકો છો. ન ભૂતકાળમાં, ન ભવિષ્યની ચિંતામાં, આ જ ક્ષણે ઉત્સવ બનાવી ઉજવી લેવાની શીખ બાળકો પાસેથી મળે છે.
મારામાં મને પામી શકે તો કહેજે..!
બાળક સાથે બાળપણને જીવી શકે તો કહેજે..!!
માસ્તર બનાવવા માટે તારો આભાર, ઓ ઈશ્વર!
બીજા વ્યવસાયોથી કંઈક વિશેષ આ સ્થાનને કલ્પી શકે તો કહેજે..!!
મિત્તલ પટેલ
"પરિભાષા "
સાંપા પ્રાથમિક શાળા
દહેગામ
No comments:
Post a Comment