Sunday 29 March 2020

થોડી સમજથી પર છું..
    પણ જ્યાં છું ત્યાં આરપાર છું...

ચણોઠીભર નથી માનવતા...મુજ સંગ... મુજને
      ધારદાર તલવાર પર ચાલવા.....
           વિચારોથી મક્કમ છું.....

તોલવા આવે મન ત્રાજવું...
     ને કાટલા બને ભાવ...
લગીરેય વિહવળતા નથી..
   તારામાં "તારો" બની અકબંધ છું....

હું તત્ માં તરબતર ને....
     એટલે જ હું ખુદ માં ભરપૂર છું....
થોડી સમજથી પર છું...
    પણ જ્યાં છું ત્યાં આરપાર છું....

મિત્તલ પટેલ
"પરિભાષા"

Saturday 14 March 2020

શ્વસી શકું ખુદ સંગ... એટલી ફોરમ મળી જાય છે જ્યારે....ભાથુ બાંધી મન ઉપડી જાય.... આવો અવસર મળી જાય જ્યારે..... કૃષ્ણ દવે ...સરને... સાંભળવાનો અને બાળ સાહિત્ય ને સમજવાનો અને શીખવાનો મહામૂલ્ય અવસર મળ્યો.. I feel Lucky for that... અદ્વિતીય વ્યક્તિત્વ... પ્રકૃતિ અને સાહિત્યને સાચા અર્થમાં આત્મસાત કર્યું છે તેવું વ્યક્તિત્વ.... શિક્ષણ નિયામક શ્રીજોષી સરને પણ સાંભળવાનો અને સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ અને કળાને શિક્ષણનું માધ્યમ બનાવવા નો આવિર્ભાવ સમજાયો....

 શ્વસી  શકું ખુદ સંગ...
         એટલી ફોરમ  મળી જાય છે જ્યારે....
ભાથુ બાંધી મન ઉપડી જાય....
         આવો અવસર મળી જાય જ્યારે.....

     કૃષ્ણ દવે ...સરને... સાંભળવાનો અને બાળ સાહિત્ય ને સમજવાનો અને શીખવાનો મહામૂલ્ય અવસર મળ્યો.. I feel Lucky for that... અદ્વિતીય વ્યક્તિત્વ... પ્રકૃતિ અને સાહિત્યને સાચા અર્થમાં આત્મસાત કર્યું છે તેવું વ્યક્તિત્વ....

       શિક્ષણ નિયામક શ્રીજોષી સરને પણ સાંભળવાનો અને સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ  અને કળાને શિક્ષણનું માધ્યમ બનાવવા નો આવિર્ભાવ સમજાયો....

Friday 13 March 2020

GCERT ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષાનાં શિક્ષકો માટેનાં કાવ્ય લેખન વર્કશોપ માં જવાની તક મળી અને સમગ્ર ગુજરાતમાંથી સર્જકો ઉપસ્થિત રહ્યા...... ગુજરાતના જાણીતા નામાંકિત કવિશ્રીહરિકૃષ્ણ પાઠકવિનોદ જોશીયુવા કવિ અને મારા મિત્રઅનિલ ચાવડાકીર્તિદા બ્રહ્મભટ્ટ ને સાંભળવા ની મજા આવી..... સાહિત્ય સર્જન ની પાયાની વસ્તુઓ શીખવા મળ્યાં નો આનંદ....

GCERT  ગાંધીનગર દ્વારા આયોજિત  રાજ્યકક્ષાનાં શિક્ષકો માટેનાં કાવ્ય લેખન વર્કશોપ માં જવાની તક મળી અને સમગ્ર ગુજરાતમાંથી  સર્જકો ઉપસ્થિત રહ્યા......
    
ગુજરાતના જાણીતા નામાંકિત કવિશ્રી
હરિકૃષ્ણ પાઠક
વિનોદ જોશી
યુવા કવિ અને મારા મિત્ર
અનિલ ચાવડા
કીર્તિદા બ્રહ્મભટ્ટ
   ને સાંભળવા ની મજા આવી..... સાહિત્ય સર્જન ની પાયાની વસ્તુઓ શીખવા મળ્યાં નો આનંદ....
*આ વર્ષમા રાજ્યકક્ષાએ રજૂ થયેલા નવતર પ્રયોગ ની બુક*
IIM , NCERT જેવી *સંસ્થાઓ ના સહયોગ થી તૈયાર કરવામાં આવેલ ઇનોવેશન ની બુક...*
તમામ શિક્ષકો અને શિક્ષણ પ્રેમી ઓ એ ડાઉનલોડ કરી સાચવી રાખવા જેવી pdf..
👉 http://bit.ly/અભિનવ-ભાગ-૧


*ગતવર્ષ મા રાજ્યકક્ષાએ રજૂ થયેલા નવતર પ્રયોગ ની બુક*
IIM , NCERT જેવી *સંસ્થાઓ ના સહયોગ થી તૈયાર કરવામાં આવેલ ઇનોવેશન ની બુક...*
👉 http://bit.ly/અભિનવ-ભાગ-1
👉 http://bit.ly/અભિનવ-ભાગ-2
👉 http://bit.ly/અભિનવ-ભાગ-3

GCERT દ્વારા પબ્લિશ કરવામાં આવેલ શિક્ષકોનાં નવતર પ્રયોગોનો સંપુટ "અભિનવ" પુસ્તિકામાં મારો પ્રોજેક્ટ.....

Thursday 5 March 2020

હિંમત સૌમાં ભરતું જાય...!



હાલક ડોલક ..હાલક ડોલક..
     ઝાડવું ડોલતું... હાલક ડોલક

છાયડો આપવું શીખવી જાય...
    ને શીતળતા પ્રસરાવતું જાય...

ઊંચો ઊંચો સાવ અડીખમ..
    પહાડની છે  છટા અડીખમ...

તોફાન સામે ટકવું કેમ!!
    એ અમને શીખવાડતું જાય..

હિંમતથી ઝઝુમવું કેમ...!!
    તે હિંમત સૌમાં ભરતું જાય

ધોળો ..ધોળો.. ગોલગપોળો...
     સુરજ ઉગતો રોજ રૂપાળો..

આથમી ને ફરી ઊગવું કેમ..!!
      એ રોજ રોજ શીખવાડતો જાય..

તડકે  ઊજળું શોધવું કેમ..!!
     તે તપતો તપતો કહેતો જાય.....

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

     

Sunday 1 March 2020

હા !!હું ખુદ માં એકાકાર થઈ.. 
            નિરાકાર....બેઠી છું..
      ઝાંઝવા પાસે પાણી રેડી ....
             સ્વઅસ્તિત્વ ભૂસવા બેઠી છું....
"અસતો માં જ્યોતિર્ગમય"...
        આ શબ્દોમાં જીવી.‌‌...
                  બાકીના ભ્રમ... ખુદ જ તોડી ને બેઠી છું....!!


 મિત્તલ પટેલ 
"પરિભાષા"