હાલક ડોલક ..હાલક ડોલક..
ઝાડવું ડોલતું... હાલક ડોલક
છાયડો આપવું શીખવી જાય...
ને શીતળતા પ્રસરાવતું જાય...
ઊંચો ઊંચો સાવ અડીખમ..
પહાડની છે છટા અડીખમ...
તોફાન સામે ટકવું કેમ!!
એ અમને શીખવાડતું જાય..
હિંમતથી ઝઝુમવું કેમ...!!
તે હિંમત સૌમાં ભરતું જાય
ધોળો ..ધોળો.. ગોલગપોળો...
સુરજ ઉગતો રોજ રૂપાળો..
આથમી ને ફરી ઊગવું કેમ..!!
એ રોજ રોજ શીખવાડતો જાય..
તડકે ઊજળું શોધવું કેમ..!!
તે તપતો તપતો કહેતો જાય.....
મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
No comments:
Post a Comment