Saturday 22 May 2021

અનુરાગ

નજર જુએ, નજરીયો જુએ... તે જ નજારો હોય એવું થોડું હોય છે...!
        હસ્તરેખામાં કોતરાયા વગરનું જીવવું જેવું હશે કંઈક...

તરતાં આવડે ને તરણું બનાય, એવું થોડું હોય છે..!
          પોતાનાથી 'પર' સુધી વિસ્તરવું... જેવું હશે કંઈક....

સળવળતું સંવેદન વેદ જ કહેવાય એવું થોડું હોય છે...!
           ભીતરથી ઉઠતાં તોફાનોના પડઘાં જેવું હશે કંઈક...

આજુબાજુ લાગે રજવાડું હાજરીનું, તે હાજર થોડું હોય છે..!
                 અતિશયોક્તિના દર્પણ મહી, વસતા નગર જેવું હશે કંઈક...

સાવ છલોછલ ડોકાતી આભા, અક્ષ હોય મારો જ એવું થોડું હોય છે..!
         ‌‌‌          અગ્નિમાં દેખાતી ધગધગતી ધૂણી સમ ભાવ જેવું હશે... કંઈક...

એ 'મિત'... તું કહે ને તારી પ્રકૃતિ બદલાય એવું થોડું હોય છે...!
                   શ્વાસને તિમિર સાથે અનુરાગ જેવું હશે કંઈક.....

મિત્તલ પટેલ
"પરિભાષા"

No comments:

Post a Comment