Friday 1 May 2020

પ્રકૃતિ સાથે પ્રેમ થઈ જાય તેવું પુસ્તક..
💫🌈🥀અકૂપાર🌿🌼🌠🌾🌳--ધ્રુવ ભટ્ટ

 "પહેલા વરસાદે જ આ રમ્ય ભુલોક વરસાદી સ્નાન કરીને લીલો શણગાર સજવા માંડશે.... તેની રમ્ય માંથી રમ્યતર થવા તરફની ગતિનો હું સાક્ષી હોઈશ....."

"ગરુડ એટલે ગિરનાર માથે મૂકેલું વાયરલેસ ટેશન"

"ભેજ રૂપે સરકતું પાણી પથ્થરો ભીંજવતું નીચે સુધી ઝમે છે... અદ્રશ્ય લાગે તેવું આ ઝમણ એક ગોળાકાર ખાડામાં ભરાઈને પોતાની લીલા સંકેલી લે છે. ચોમાસામાં તો અહીં ધોધ પડતા હશે પરંતુ અત્યારે થતું ઝમણ... એ નો ખાડો છલકાવીને હીરણમા ભળવાં જેટલું જળવંત પણ નથી."

"શીખીને બોલવું અને માનતા હોઈએ એટલે બોલવું એમાં ફરક છે"

"ખડકાળ,કાળા તળવાળી... મનમોહીની હીરણ જાણે ગામને બાથ ભીડવા મથતી હોય તેમ સાસણને ઘેરીને વહે છે... ઉપરવાસથી તેનું પારદર્શક જળવહેણ વિસાવદર તરફ જતી રેલ્વેના પૂલ તળેથી વહીને સાસણને અડે. ત્યાંથી સાસણ ફરતે અર્ધપરિક્રમા કરીને મેદરડા જતા માર્ગ નીચેથી સરકતી સાગર તરફ વહી જાય છે.". "હજી તો જળવંત છે એટલે વહી રહી છે"
"વન સાથે કે રંગો સાથે વાત કરવાનું કથન મને સ્પર્શ્યું"

"મનુવંશે પોતાની પ્રાકૃતિક અવસ્થાથી અસંતુષ્ટ થઈ ને "હોવા"માંથી "બનવા"નો માર્ગ નહોતો લીધો તે સમયના અંશો તે માનવીના લોહીમાં હોવા જ જોઈએ"

"હું અહીં પ્રવેશ્યો તે સમયે મને લાગતું હતું કે આ જંગલ ના કહેવાય આજે મને ખાતરી છે કે આ જંગલ નથી. હું એને અરણ્ય પણ નથી કહી શકતો... ન તો આ 'અટવી"છે.. ન તો 'વન'.. અરે 'વિપિન'.  'ગહન'  'ગૂહિન'.  'કાનન'. 'ભિરુક'. 'વિક્ત'. 'પ્રાન્તર' ‌... ભાષા પાસે વનનાં જેટલા પણ પર્યાયવાચક હશે... તેમાંનાં એક પણ શબ્દ પાસે આ પ્રદેશના પૂર્ણ સ્વરૂપને વર્ણવવાનું સામર્થ્ય નથી..."

    "હા આ ગીર છે.. માત્ર ગીર.. રૈવતાચલની પરમ મનોહર પુત્રી.. જગતના તમામ ભૂભાગો થી અલગ આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી, હંમેશા જીવતી, સદા સુહાગન, સદા મોહક ગીર"....
💫💞 ✍️☕

આ શબ્દો વાંચતા.. જાણે કોઈ અછાંદસ કવિતા વાંચતી હોઉં એવું ફિલ થઇ આવે....
કાઠીયાવાડી ભાષાની ખમક..."અટાણે".."ઈ"...."કાંઈ નો આવે"......... અને થોડા પ્રાદેશિક શબ્દો...."વૈઈડ"..."જળવંત".."ભરથરી"...... નવલકથા ને નવી જીવંતતા બક્ષે છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"

No comments:

Post a Comment