Sunday 10 May 2020

મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...

💫✍️માનસિક રીતે મજબૂત બનવાનો આ સમય છે .. પોલાદી મનોબળ ને કેળવવાનો આ સમય છે..💫✨🌺

    અચાનક પત્તાનો મહેલ ધરાર પડી ગયો હોય... ઘડિયાળ નો પાવર પૂરો થતાં કાંટા થંભી ગયા હોય... આગળના રસ્તા, આગળ નું જીવન, જીવન શૈલી પર ઉદગાર ચિન્હની જગ્યાએ સીધું પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું હોય.... તેવી મનો વિભાવના ની લાગણી હરકોઈ હમણાં ફીલ કરી રહ્યું છે... કારણો, ચિંતાઓ, કારકો, પરિણામો... બધુ બાજુ પર મુકી હવે સીધા સર્વાઇવલ કંઈ રીતે કરવું?? જીહવળવું કઈ રીતે??   તે  વિચારવાનું છે.... હા સર્વાઇવલ માત્ર શારીરિક રીતે જ નહીં માનસિક રીતે પણ. કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે મુશ્કેલીઓ તકલીફોમાં સામનો કરી અડીખમ ચટ્ટાન ની માફક ઉભા રહી  પોતાની અને પોતાના પરિવારની મેન્ટલ સ્ટેબિલિટી જાળવી રાખવા પોતે માનસિક મનોબળ પોલાદી બનાવવું અને સતત જાળવી રાખવું ખૂબ જરૂરી છે. તે આવે છે હકારાત્મકતા અને આત્મવિશ્વાસથી.

"લડી લઈશું દરેક પરિસ્થિતિથી સાથે છીએ ને આપણે..
       જીરવી લઈશું તડકો છાયડો સાથે છીએ ને આપણે....

ખોવાણું કંઈ જ નથી મિલકત ભરી છે વ્હાલમાં....
       સાચવી લઈશું સપનાઓ સાથે છીએ ને આપણે...

કુંડાળું પાડી ને ભૂંસવુ આવડે છે એ ઈશ્વરને...
        તું તારે તર્યા કર દરિયો.... કિનારો ભીતરમાં છે..!

સુકવી લઈશું અશ્રુ.... સાથે છીએ ને આપણે...
       તેર તૂટશે તો ય ચૌદમી વાર જોડવા માંડીશું આપણે..."

           
       આ પરિસ્થિતિ જેટલી બહારથી દેખાય છે. મહામારી સ્વરૂપે... તેના કરતાં ભીતરથી મનેખને તોડી નાંખતી એટલે છે કેમકે લોકો મરવાના ડરથી ગભરાતા નથી તેટલાં નોકરી-ધંધા પડી ભાગવાને લીધે, બીજી કોઈ આવક નથી, બચેલા રૂપિયા પુરા થઇ જશે પછી ઘર કઈ રીતે ચાલશે??... બાળકોની સ્કૂલની ફી કઈ રીતે ભરશે..??.. એ બધા સીધીલીટીના પ્રશ્નો મનોબળ ને હચમચાવી દેતા... થોડા હેબતાઈ જાય છે.. ખેતી કરતા કે કાયમી નોકરી છે તેમને આ લાગુ નથી પડતું પણ ક્યારેક વિચારી જોજો આવા લોકો કેટલાં ??૨૦ ટકાથી ૩૦ ટકા... બીજા વીસ ટકા અપર મિડલ ક્લાસ જેમની આવક બંધ થતાં બહુ ઝાઝો ફરક નહીં પડે... પણ બાકીના નાના મોટા ધંધા વાળા. બીજા રાજ્યોના ગામડાઓમાંથી નાના-મોટા કામ ધંધો કરવા શહેરમાં આવતા લોકો, શાકભાજી લારીવાળાઓ હોય કે નાની મોટી રેસ્ટોરન્ટ ધાબાઓ માં કામ કરતા કારીગરો... કે બિલ્ડિંગ મકાનો ચણતાં, કડિયા કામ કરતા મજૂરો , શહેરોમાં બધાને ઘેર જઈ  કામ કરી ગુજરાન ચલાવતા કામવાળાઓ, વેલ્ડીંગ ગેરેજ નાના-મોટા દુકાનમાં મોલમાં કામ કરતા માણસો.. અને કેટલીયે કંપનીઓ બંધ થતાં નોકરીમાંથી છૂટા કરાયેલાં માણસો.. આ બધા નું પ્રમાણ બહુ મોટું છે... જે રોજનું કમાઈને રોજ પોતાનું પેટ ભરે છે દર મહિને કોઈ ફિક્ષ્ આવક નથી મળતી પણ પેટ તો ફિક્સ ખાવાનું માંગે જ છે ને.. રોજ.. પોતે ભૂખ્યા ય રહીએ બાળકોની ભૂખ ક્યાં બાપથી સહન થાય!! આ છે આંતરિક સ્થિતિ આ lockdown સમયની......

         આજે આખું વિશ્વ માત્ર બે જ ઈશ્વરીય માણસોથી ટકેલ છે ડોક્ટર અને પોલીસ. તેઓ પોતાનો જીવ જોખમમાં નાખી આપણને સાચવીને સાચી દેશસેવા કરી રહ્યા છે ગમે તેટલો આભાર વ્યક્ત કરવો ખૂબ જ ઓછો પડે.તેઓ પણ માનસિક રીતે ટકી રહે નેગેટિવ દુશ્મનો ને વાયરસની ભયંકરતા સામે હારી ન જાય.. તે માટે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે થાળી વગાડવાનું ને દીવા પ્રગટાવવા નું કાર્ય કરવાનું સૂચન કર્યું કેમ! તેમને ખબર છે કે આ સમયમાં... લોકોનું ડોક્ટરોનું, પોલીસોનું ,મનોબળ ટકાવી રાખવુ ખૂબ જરૂરી છે... ધે આર નોટ અલોન,વી આર વિથ ધેમ..... આપણે બધા એક જ ડાળના પંખી છીએ..... જો આ બેમાંથી એક પણ પીલ્લર હટી ગયો કે હાલી ગયો..તો આખી દુનિયા નો મહેલ પડતા જરાય વાર નહીં લાગે....કારણ કે જ્યારે મહામારી uncontrolled થઈ જાય છે કોઈ સારવાર કરવા વાળું કે લોકોને તો ટોળે વળતાં રોકવાવાળુ  કોઈ રહેતું નથી તોઆર્થિક રીતે માનસિક રીતે પડી ભગવાને લીધે લોકો મરવા મારવા કે લૂંટફાટ કરવા પર આવતા વાર નથી લાગતી...માટે આ હદ સુધી કોઈ પણ દેશને પહોંચતા અટકાવવા મજબૂત પીલ્લરો ડોક્ટરો ને પોલીસ છે કોઈ વકીલ કે એન્જિનિયર  કે સી.એ કે મંત્રી આ પરિસ્થિતિમાંથી કાઢવા સક્ષમ નથી... સિવાય કે આ ઈશ્વરીય દૂતો.... અમદાવાદમાં તો દિવસ રાત કોરોના પેશન્ટ ની સારવાર કરતા ડોકટરો સાથે સોસાયટી દ્વારા અમુકવાર અમાનવીય વર્તન થતું જોઈને હૃદય દ્રવી ઉઠે...
          તમે ઓળખતા ડોક્ટર ને એ થેન્ક્યુ મેસેજ મોકલી શકો... whatsapp માં ફોરવર્ડ થતાં પિક્ચર્સ કે સ્માઈલી નહીં જાતે ટાઈપ કરી હૃદયથી લખાયેલ બે શબ્દ...thank u for doing everything for us..we are  always with you... જે કદાચ તેમની નૈતિક તાકાત ટકાવી રાખવામાં મદદરૂપ થઈ શકે..

        હવે આમાંથી ઉગરવું કંઈ રીતે??? પરિસ્થિતિ આપણને નહીં ઉગારે... આપણે ખુદને ઉગારવાનું છે પોતાને..!! અથવા પ્રયત્ન કરવાનો છે.... શારીરિક રીતે જોઈએ તો કોઈપણ પ્રકારની બિમારી થી બચવાનો એક ઉપાય છે રોગપ્રતિકારક શક્તિ. આપણી સેના.... યોગા પ્રાણાયામને જીવનનો compulsory એક ભાગ બનાવવાનો સમય આવી ગયો છે ને નાની નાની બાબતોમાં એલોપેથીની દવા લેવા દોડી જતા આપણને આયુર્વેદ તરફ વળવાનો સમય આવી ગયો છે...ખૂદ પીએમ જો આપણને આયુર્વેદ એપને download કરવાનું સજેસ્ટ કરતા હોય તો સમજી લો કે આયુર્વેદનું મહત્વ કેટલું છે... યોગ અને આયુર્વેદ તમને માત્ર આ મહામારી થી કાયમી રક્ષણ આપવા સક્ષમ છે....
        આ થઇ માત્ર આજે નહીં કોઈ પણ પ્રકારના રોગનાં જંતુઓ સામે કાયમી આપણું રક્ષણ કરતી સેના... પણ તેના તેના સેનાપતિ વગર નકામી...... તે સેનાપતિ છે.. *માનસિક મનોબળ*... ... તેના માટે વાણી અને વર્તનમાં સકારાત્મકતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે.. યોગ અને પ્રાણાયામ તેમાં પણ અકસીર છે.. સ્ટ્રેસને ઘટાડી માનસિક રીતે મજબૂત રાખે છે. ... હા બહાર નીકળવાનું બંધ હતા બહારનું ખાવાનું બંધ થશે તેનાથી સ્વાસ્થ્ય સુધરશે... પોલ્યુશન ઓછુ થશે.. પ્રકૃતિ નુ મહત્વ સમજાશે... પોતાના goalને rebuilt કરવાનો મોકો મળશે એ પણ હકીકત છે.. સ્વચ્છતા અભિયાન જે પણ નથી શીખવી શક્યું.. તે આપણને પ્રકૃતિ શીખવાડશે... જ્યાં ત્યાં થુંકવાની ટેવ, કચરો ફેંકવાની ટેવ.. સુધારી મેનર્સ શીખવાડશે... ઓછી જરૂરિયાતોમાં જીવતાં શીખવાડશે.... પોતાનું કામ જાતે કરતા શીખવાડશે... બીજા પરની ડિપેન્ડન્સી ઘટાડી સ્વાશ્રયી બનાવશે... પ્રકૃતિની વિરુદ્ધ થઈને જીવી લઉ મને કંઈ નહીં થાય!! આવો એટીટ્યુડ છોડવાનો સમય હવે આવી ગયો છે...
          હવે સેના છે તેના સેનાપતિ છે.....તો સારથી....છે...*આર્થિક બાબત*.... આ પરિસ્થિતિ કાયમી નથી આ પરિસ્થિતિ પણ ચાલી જશે એ બાબત યાદ રાખવા જેવી છે .આપણી ચિંતા ના કરતા ઈશ્વરને વધુ હોય છે એ શ્રદ્ધા રાખવી જરૂરી છે... બસ થોડા મહિના સરવાઈવ કરવાનું છે.. ઓછી જરૂરિયાતો માં જીહવળવાનુ છે.. હા પણ બિચારા બનીને નહીં... પોતાના બાળકોને એ વર્તનથી દર્શાવજો કે આવી મુશ્કેલ પરિસ્થિતીમાં પણ જરૂરિયાતો મિનિમમ કરીને પણ ખુશ રહી શકાય છે. ઘરમાં ખુશનુમા વાતાવરણ જાળવી રાખી ચિંતા વ્યથાઓને જિંદાદિલી ના રંગો માં ડુબાડી જીવી બતાવવાનો આ સમય છે. જેથી તમારા બાળકો પણ તેમની જીંદગીમાં આવતા આવા કોઈ સમયને, આવી કોઈ મુશ્કેલીને મક્કમતાથી, મજબૂતાઈથી સામનો કરવા સક્ષમ બને.

       Who r u???
        Nothing
દરેકને આ બાબત પ્રકૃતિ હાલ શીખવી રહી છે..

     આપણે નદી થઈને જીવવાનું છે. જે પર્વતરૂપી અજ્ઞાનતા, અહમ આસક્તિ ,માલિકીપણુ, પંડિતપણુ જેવા ઘન સ્વરૂપ ગુણોમાંથી બહાર નીકળી.... દરિયા રૂપી પ્રકૃતિમાં પ્રવાહી થઈને ભળી જવાનું..શીખવે છે...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

1 comment: