Monday 8 June 2020

⛈️   મારી રેગ્યુલર કોલમ.."અંતરના ઝરુખે"નો લેખ...🌍🔭💫❣️🌹☕☕

"મેક્રો ઈવોલ્યુસન-વર્તમાન સમયની તાસીર....."

‌     ઈશ્વરે આપણને એક એવી સ્થિતિમાં મૂકી દીધા છે કે આ પરિસ્થિતિને નકારી પણ નથી શકતાં કે તેને મનમાં બેસાડી પરતંત્રતા થી જીવી પણ નથી શકતાં. 'હું તો બહુ   safe છું.. મને કંઈ નહીં થાય'.. 'આ તો સામાન્ય શરદી ખાંસી જેવો વાયરસ છે'. એવી માનસિકતા સાથે જો તમે જીવી રહ્યા હોય તો તમે સૌથી વધું unsafe છો. Careless પણે જીવશો તો આ વાઈરસ તમારી સૌથી પહેલાં care કરશે. ને મનમાં સતત ડરીને ચાલશો તો તમે મૃત અવસ્થામાં જ જીવતાં રહેશો. જ્યાં મન જ મરી ગયું હોય ત્યાં શરીર જીવીને શું કરે!! જીવંત નહીં રહી શકો. બેટર છે કે આવનારા વર્ષોનોજે સમય છેતે દરમિયાન આપના સૌના જીવનમાં આવનારા ધરખમ ચેન્જીસ સાથે અનુકૂલન સાધી જીવતા શીખી જઈએ.તે માટે આપણી લાઈફસ્ટાઈલ ,આદતોમાં થોડા ફેરફાર લાવી,તમામ નેગેટિવિટી ને ખીંટી એ લટકાવી હકારાત્મકતા ની થેલી ને કાયમ માટે ખભે રાખી એક એક ક્ષણને આનંદથી જીવી લઈએ. અથવા જેટલી જિંદગી જીવીએ તેને ઉત્સવની જેમ ઉજવી લઈએ... એટલે આવસ્થાને નજર અંદાજ પણ નથી કરવાની કે નજરમાં ઉતારી પણ નથી લેવાની.. માત્ર નજરમાં રાખી મન ભરીને ખુશ થઈને ઉત્સાહથી જીવવાનું છે

         
તરત આપી દઈશ તું જવાબ હે ઈશ્વર...
                 એવી અભિલાષા હરગીઝ નથી જ...
‌         પણ "તું છે" એ શ્રદ્ધા મને આજે હરક્ષણ જીવાડે છે
‌.    
‌.           જેમ પહેલા મંદિરમાં બાધાઓ રાખતાં હતાં... માનતાઓ માનતા હતા.. નાળિયેર ચડાવી માંગણીઓ કરતાં હતાં.. મંદિરોમાં  તેલ દૂધનો વરસાવ કરતાં હતાં... તો એ બધું હમણાં શૂન્ય થઈ ગયું છે.... અથવા કારગત નથી કે ફળદાયી નથી... તેનો મતલબ કે ઇશ્વર આ બધું નથી માનતો... 'આપણે' માનતા હતાં.. ઇશ્વર આ બધું નહોતા ઈચ્છતાં.. માનવતા ઇચ્છતાં હતાં... ભગવાન  પોતાને ખોટું લાગે એવું વિચારીને લોકો  તેમની પૂજા અર્ચના કરે એવું નહોતા ઈચ્છતાં... માણસ માણસને માનસિક રીતે દુઃખી ન કરે ,પીડા ન આપે તેવું ઇચ્છતાં હતાં... ઈશ્વર સ્વકેન્દ્રિત ન હતાં ...માણસ સ્વકેન્દ્રી હતો .મારી મિલકત, મારા સપના ,મારી જ મહત્વાકાંક્ષાઓ. એટલે આ સમયે જે વસ્તુઓ ભ્રમ સમાન છે..ને કંઈ વસ્તુઓ આપણા સૌના જીવન ની જીવાદોરી સમાન છે તે ઓળખાવી જાય છે.
‌.         લગ્ન, મરણ અને બીજા પ્રસંગોમાં વધુ પડતાં દેખાડા, મોટાઈ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવો એ બધું જરુરી ન હતું. ઈશ્વરને હૃદયપૂર્વકની નિઃસ્વાર્થ પ્રાર્થના, મંદિરમાં ઈશ્વરની આરાધના ઘંટનાદ સાથે ઈશ્વર ની સમુહ આરતી જે હૃદયમાં હકારાત્મકતા અને જીવન જીવવા ધબકાર ભરી દે તેવા અંગો છે.સબંધોની હૂંફ, જીવનમાં ટકી રહેવા  હકારાત્મકતાની જરૂરિયાત અને માણસની મૂળભૂત જરૂરિયાતો ઘણી ઓછી છે તેની સમજ આ સમય આપી જાય છે .
‌.           જ્યારે જીવનના બધા દરવાજા બંધ દેખાય, અંધકાર ઘેરી વળે અને પ્રકાશના કિરણ ની આશા ન દેખાય ત્યારે ...અન્ય કોઇ ઉપચાર કામ ન આવે ત્યારે, સૌથી વધુ કારગત  નીવડતી હોય તો તે વસ્તુ છે "પ્રાર્થના".... પ્રાર્થનાની શક્તિ શબ્દોમાં ન વર્ણવી માત્ર અનુભવી શકાય.. તેને ચર્ચી ન શકાય... સાક્ષાત્કાર થઈ શકે. બે હાથ જોડી... સ્થૂળ આંખો બંધ કરી.. અંતરથી કરેલ નિસ્વાર્થી ને સાચા હૃદયથી પ્રાર્થના નો  પ્રત્યુતર ચોક્કસપણે મળે જ છે. ને પ્રાર્થના કરવાથી જે  માનસિક શક્તિ મળે છે તે દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા ખુશ રહેવા રસાયણ પૂરું પાડે છે. ઈશ્વર ક્યાંય નથી ઈશ્વર આપણી ભીતર જ છે. તેની અનુભૂતિ આપણને પ્રાર્થના કરાવે છે.
‌ 
.          આ સમયે જેના કદાચ આપણામાંથી કેટલાક ઘરે રહીને કામ કરતા હશે...કેટલાક એ ઓફિસ જવાનું શરૂ કર્યું  હશે કેટલા ધંધા-રોજગાર પર ખરાબ અસર પડી હશે તો ટકી રહેવા બીજા રસ્તાઓ શોધવા પ્રયત્નશીલ હશે... આમાં કોરોના સમયની ઇફેક્ટ ઓછાવત્તા પ્રમાણમાં માનસિક રીતે થતી હશે. ડરની સાથે જીવવું સહેલું નથી ...માટે 'આપણે ડરથી પર જઈને જીવવાનું છે'..... જે અઘરું છે પણ અશક્ય નથી. તે માટે રોજ થોડા સમયનું સારા પુસ્તકોનું વાંચન, દરરોજ આપણા સ્નેહીજનો, મિત્રો, સંબંધીઓ સાથેનો સંવાદ ને વાતચીતનો સેતું...  આ બધામાંથી મળતી હુંફ, પ્રેમ લાગણી અને હકારાત્મકતા આપણને તરબોળ રાખશે. ઈશ્વરમાં શ્રદ્ધા અને દરરોજ મનથી કરાતી પ્રાર્થના આપણને પોતાના પરની શ્રદ્ધા ટકાવી રાખવામાં મદદ કરશે. કોઈને કરેલી પોતાનાથી બનતી મદદ, મનથી હારી ગયેલા ને આપેલ થોડીક જીજીવિષા..., રોજ થોડું થોડું..પણ થતું સત્કર્મ.. પણ આપણા મનોબળને વ્રજ સમાન બનાવવા પૂરતું છે.

મિત્તલ પટેલ 
"પરિભાષા" 
અમદાવાદ
mitalpatel56@gmail.com
‌.

No comments:

Post a Comment