Monday 15 June 2020

મુંબઈથી પબ્લિશ થતાં .. " સર્જનહાર" મેગેઝીનનાં..... જૂન -2020 અંકમાં મારો લેખ

💫સરનામાં વગરની ટપાલ આપણે...


          ને ટપાલી નો કાઢીએ વાંક...!!!🗃️🗞️❣️✍️



રસ્તે ફૂલો મળે ને પૂછે ડાળી નું સરનામું...
      તૂટેલા તોય જોડાયેલાં આવાં સગપણને....
ક્યાં વાંકે દંડ્યા હશે.......!!!!!!!!

                      ખડિયા પાસે અંધારું જઈને પૂછે છે કે...:"સળગવું તારું લીપણ કરે છે મારાં પોત પર.... તું મને રંગે છે કે... મને તારા માં તરબોળ કરે છે!! અને હા આ ઓળઘોળ થવાનો સંબંધ આપણો.... શું પેલી દીવેટ નાં વાંકે છે..????"

‌        જીવનમાં તકલીફ નો સમય આવે, આપણા ધાર્યા મુજબનું ન થાય ત્યારે આપણે અન્ય વ્યક્તિનો ,સંજોગનો, નસીબનો...કંઈ નહીં તો છેલ્લે ઈશ્વરનો વાંક શોધવા બેસી જતાં હોઈએ છે.. પણ જ્યારે સુખનો સમય હોય, આપણું ધારેલું જ બધું થતું હોય ત્યારે.. તેની પાછળ કોનો સહયોગ છે નિમિત્તતાછે તે વિશે વિચાર કરવાની ફુરસદ ક્યારેય મળતી નથી..મુશ્કેલીના સમયમાં કોઈનો કે કશાક નો વાંક જોઈ જોઈને દુઃખી થવું તેનાં કરતાં તેનો ઉપાય શોધવામાં ,વિકલ્પ શોધવામાં મન મગજને કામે લગાડીએ તો  જલ્દીથી એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ.. અને પોતાના મનની તંદુરસ્તી પણ જળવાઈ રહે. નસીબ અને  અન્ય વ્યક્તિનો વાંક જ જોયા કરવાથી કે વિચાર્યા કરવાથી તમારું મન સતત વ્યગ્ર રહે અને નકારાત્મકતા નું કારખાનું બને  ને તેની  નીપજરુપે માત્ર પીડા મળે તેવું કરતાં અટકાવી કારક નહીં કારણ શોધીએ..

કારક કરતાં કારણ શોધીએ છીએ ત્યારે આપણે વધુ સમૃદ્ધ બનીએ છીએ...

             વરસાદમાં રસ્તાઓ ધોવાય, કપચી છૂટી પડે, ખાડા બને, તો એ માટે વરસાદ કારણ તો છે પણ તે માત્ર નિમિત્ત છે. રસ્તા પર ખાડા પાડવા માટે વરસાદ નથી પડતો... પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે તે પૃથ્વી પર અવતરે છે... રસ્તાની મજબૂતાઈ તેનું કારણ છે તો તેને સુધારી વધુ સારો રસ્તો બનાવી શકાય .. આવી જ ભૂલ કરીએ છીએ જ્યારે આપણે અન્ય ને વાંક દ્રષ્ટિથી જોતા હોઈએ છીએ.... 

            કેટલાક લોકો વાંકદેખા હોય છે તેઓને દરેક વ્યક્તિ માં,દરેક પરિસ્થિતિમાં કંઈકને કંઈક   ભૂલ જ દેખાય છે. સારું જોઈ શકતા નથી કારણ કે તે જોવાનો દ્રષ્ટિકોણ નથી જો આ બધું આપણામાંથી કોક નો હોય તો તેને સુધારી શકવા  આપણે સક્ષમ છીએ.. જો આપણે પોતાનામાં રહેલી ખામી જોવા સક્ષમ હોઈએ તો.....!! ‌

           આપણે સૌ ઈશ્વરનાં માત્ર કઠપૂતળી જેવા છે. જીવનના કયા વળાંકે સુખ આવશે ને...કયા વળાંકે દુઃખ તે કળવું પણ આપણા માટે શક્ય નથી.. ને આ સુખ અને દુઃખ માટે કોણ નિમિત્ત બનશે એ પણ ઇશ્વર જ જાણે છે... હકીકતમાં તે તો માત્ર નિમિત્ત છે નિર્માતા તો ઈશ્વર છે. ...તો આપણે જે નિમિત્ત છે તેનો વાંક કઈ રીતે જોઈ શકીએ!!ને ઈશ્વરનોવાંક કાઢવાં કે જોવા આપણે સક્ષમ નથી.. કેમ કે તેમની લીલા અકળ છે અભેદ છે...

         તે તો  સુખની અનુભૂતિ માટે દુઃખ આપે છે અને દુઃખની અનુભૂતિ માટે સુખ આપે છે...

        આપણે વાંકદેખા નથી બનવાનું ગુણદેખા બનવાનું છે. આ ગુરુચાવી છે સુખી થવાની. ખખડધજ દીવાલને ય ભેજ મળતાં તેને કૂંપળ ફૂટી નીકળે છે... તો વ્યક્તિનાં મનને પણ સંવેદનાથી સ્પર્શો તો લાગણીની કૂંપળ શું ... ઝરણાં ફૂટી નીકળે છે!!! કોઈ કોઈના તરફ વાંક  દ્રષ્ટિથી ન જુએ ને સમદ્રષ્ટિ થી જુએ, પ્રેમદ્રષ્ટીથી જુએ તો આખી દુનિયા પ્રસન્નતાના ઝરણાથી તરબતર થઈને જીવી શકે...તકલીફ સહન કરવાની શક્તિ તો એકબીજાની આત્મીયતાથી આપોઆપ જ મળી જતી હોય છે. જેટલું જીવે દરેક વ્યક્તિ એકબીજાના પડખે ઉભા રહી આત્મીયતાથી ઓતપ્રોત થઈને જીવી શકે.. તો બધું જ સમ બની જાય.. ક્યાંય ભેદભાવ, ઊંચું નીચું, વધારે ઓછા ની ભાવના ને કોઈ સ્થાન ન રહે.

            કોઈ નો વાંક દેખાવો કે કોઈ નો વાંક જોઈ લેવો.. ગુનો પણ નથી કે ખોટું પણ નથી પણ વાંકદ્રષ્ટિ રાખવી ખોટું છે.. બધાનો વાંક જ માત્ર જોવાની દ્રષ્ટિ ના કેળવાઈ જાય.. તેવો આપણો દ્રષ્ટિકોણ ન બની જાય તે જોવું જરૂરી છે. ક્યારેક આપણને કોઈ વ્યક્તિ અનિચ્છનીય કોઈ પરિસ્થિતિ માટે જવાબદાર જણાય તો તે વ્યક્તિ સંપૂર્ણપણે ખોટી છે એમ માની લેવું ખોટું છે.હા તે વ્યક્તિનો વાંક હોઈ શકે, તેના માં કેટલીક બાબતો ખોટી હોઈ શકે પણ ..આપણે આપણી દ્રષ્ટિ ને એવી કેળવેલી હોય છે કે આપણે  તેનાં વાંક કે તે ગુણને લઈને તે વ્યક્તિના આખેઆખા વ્યક્તિત્ત્વ ને મુલવીએ છીએ... એવું પણ હોઈ શકે કે તેનામાં તેના સિવાય ઘણાં બધા ગુણ બહુ સારા હોય... જે તેના આવા ખોટા થોડા ગુણ જેને કારણે તે વાંક માં આવ્યો છે તે તેની આગળ નહીંવત લાગે... પણ તેને જોવાની દરકાર આપણે કેળવતા નથી તે ખોટું છે. આપણી બારીમાંથી દેખાતું દ્રશ્ય તેની બારીમાંથી અલગ દેખાતું હોઈ શકે. આપની દ્રષ્ટિએ જે પરિસ્થિતિ જેવી દેખાતી હોય છે અને તેને જે વર્તન દેખાય છે... તે સમયે તેની જિંદગીના પાસાઓ કંઈક અલગ રીતે ગોઠવાયેલા હોઈ શકે... તેમાં તેણે તે કરવું કદાચ યોગ્ય લાગી શકે અથવા તે કરવા સિવાય અન્ય કોઇ ઓપ્શન ન પણ રહી ગયો હોય.ક્યારેય આપણી સામે વાળી વ્યક્તિ પર આંગળી કરતા પહેલા તેના સ્થાને પોતાને મૂકી..તેની જીવન પરિસ્થિતિમાં પોતાને શું અનુભવાતું હશે એવું જાણવા પ્રયત્ન પણ કરીએ છીએ ખરા?? જો એવું કરી શકીએ તો મોટાભાગના આપણાં તે વ્યક્તિ માટે ના ભેદભાવ, દેખાતી તેની ભૂલો, વાંક બધું ઓછું થઈ જાય ને તેને વધું સમજી શકીએ એવું પણ બને.

      તું કર ઉંગલી મેં બઢાઉંગા હાથ..
           તેરી ઉંગલી પકડકર કર દુંગા મેરે સાથ...

      તું ઠહર જરા...મત નકાર મુજે...
              મેં હું આયના...દીખુગા તુમ્હારે હી સાથ...
    
      સચ જાણ લીયા તો ક્યાં જાણ લીયા મુજે..???
          શહદ સે બઢકર મીઠાં તો વક્ત ભી લગતા હૈ!!
    
     મેરે વક્ત પે  ઠહરકર દેખના કભી...
            સોચ નહીં નજરીયા બદલ જાયેગા...
                        પાઓગે ખુદ કો મેરે હી સાથ..

  
               વાંકદેખા  કેટલાક વ્યક્તિઓ આપણી આસપાસ હોય છે... તેઓ માટે ગમે તેટલા સારા બનો..સારપ તેઓ જોઈ શક્તા નથી... માટે તે પ્રયત્ન જ કરવાનું છોડી દો... પોતે જેવા છો તેવા જ રહો....ઓરીજનલ.. કોઈના માટે સારું બનવા કે સારુ બતાવવા પોતાને બદલવાની જરૂર નથી. પોતાના" સ્વ"પોતને ટકાવી રાખવું, રંગબેરંગી કલર બદલતાં લોકો વચ્ચે પોતાની ઓરીજનાલીટીને ટકાવી રાખવી. સહજ, સરળ બની રહેવું અને... પોતાના અંતરાત્માના અવાજને અનુસરી તેના પર મક્કમ રીતે બની રહેવું....ને તેની જ જરુર છે આ મિથ્યા જગતમાં ગ્રહ નહીં...તારો બની રહેવાં....

  
સરનામાં વગરની ટપાલ આપણે...
        ને ટપાલી નો કાઢીએ વાંક..!!!
   ત્રુટીઓ,ભુલો, ખામીથી ઘડાયેલ..
         તોય બીજાને ગુનેગાર આંકીએ એ ક્યાં ની વાત...!!!


મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
        
 
         

      

          

        

No comments:

Post a Comment