🌳 ગીત : - "મન ગરમાળો..."
મનનો ગરમાળો એ શોધે નજર મહેફિલ
મૃગજળ જે લાગણીનું પીવડાવે ...
(૧) તડકે ઝગમગતી એ રંગોની મહેફિલ
ને તોરણિયાં બાંધે રસ્તાને ,
ઝાડવાને પહેરાવી પીળું પાનેતર
એ પી જાય કાળઝાળ તડકાને ......
મનનો ગરમાળો
(૨ ) માંડવડો બાંધે એ હવામાં તરતો
ને ઝાડવાને રોજ રોજ પરણાવે ,
ઝૂમી ઉઠે હર પવનની લહેરખી
ને ઝૂમખે કંકોત્રી ચિતરાવે .....
મનનો ગરમાળો
✍️મિત્તલ પટેલ -"પરિભાષા "
..અમદાવાદ
No comments:
Post a Comment