Thursday 25 June 2020

આણંદથી પબ્લિસ થતા "ગુર્જર ગર્જના "ન્યુઝ પેપરમાં મારો લેખ..💫✍️

ખોટાને ખોટું તરત કહેવાય છે... તો સાચાં ને સાચું કેમ તરત કહેવાતું નથી...!!!!🕯️🌀🤔

      કીટલી થાય ગરમ..એટલી કે....
            ત્યાં ચ્હા ય લાગે  ઠંડી...!!
       વહેલી થાય ગરમ એટલી જ
              ધોવાતી થાય જલ્દી....

            દૂધ ગરમ થાય પછી ઠંડુ પણ સાતત્યપૂર્ણ રીતે થાય છે. ચ્હા નું વ્યક્તિત્વ તેની ઉષ્માની પરિભાષા છે. પણ તે જેમાં ભરવામાં આવે છે તે કીટલી ઉછીની લીધેલ ગરમીથી હંમેશા વધું તપતી હોય છે. ને વધું દઝાડતી હોય છે. આપણું આપણાં બાહ્ય દેખાવ, બાહ્યવ્યક્તિત્વ, બાહ્ય આવરણ અને બાહ્ય સંબંધ સાથે જોડાણની આસક્તિ પણ આ કીટલી જેવી જ હોય છે. જ્યાં સુધી ચ્હારુપી આતમ તેની ભીતર ઝળકે છે. ત્યાં સુધી જ તેની મહત્તા છે. ત્યાં સુધી જ તેનું અસ્તિત્વ છે. તે જ તેનું સાચું સ્વરૂપ છે છતાં આપને મહત્વ કીટલી રુપી બાહ્યાવરણને જ આપીએ છીએ.

         ક્યારેય કોઈ શબને વધારે દિવસ સુધી ઘરમાં રાખી મૂકે છે!!! આ તે જ શબ છે જે માત્ર થોડી ક્ષણો પહેલાં જ જીવંત ,કેટલાય સંબંધો માં જીવતું, કેટલીય પોતાની વ્યક્તિઓ સાથે આત્મીયતાથી બંધાયેલ, ઘરમાં જેની રોજ રાહ જોવાતી હોય, જેના પ્રેઝન્સ માં ઘરમાં ઉત્સવ રહેતો હોય,  જેને કારણે એક મકાન ઘર બનતું હોય ... ને જે પોતાના ઘરનો એક અમૂલ્ય ઘરેણું હોય છે. તેના જ બાહ્ય આવરણ જ્યારે આત્માનાં પ્રભાવથી મુક્ત થઈ જાય છે ત્યારે તેને ઘરમાં એક દિવસ થી વધુ રાખવા કોઈનું મન નથી માનતું... શા માટે!! સબંધ, લાગણી, પ્રેમ ,સંવેદના, આત્મીયતા એ આતમરૂપી ચેતના સાથે હોય છે.. બાહ્ય આવરણ સાથે નહીં. અને જો હોય તો તે માત્ર ક્ષણિક હોય છે અથવા ભ્રમ હોય છે. સાતત્યપૂર્ણ પ્રેમ, જોડાણ,સંબંધ આત્મા સાથે જ હોઈ શકે છે. બાકીનું બધું સ્વાર્થી છે.કેટલીક વાર પોતાના ભાઈ સાથે સંબંધો સાતત્યપૂર્ણ નથી હોતા અને અજાણ્યા મિત્ર સાથે આત્મીયતા ભરપૂર સતત અનુભવતી હોય છે. જેની આગળ મૂકી રડી શકાય છે, મન મૂકીને હસી શકાય છે અને ત્યાં જ મન મૂકીને "જીવી"શકાય છે.

મિત્તલ પટેલ 
"પરિભાષા "
અમદાવાદ

No comments:

Post a Comment