Thursday 28 July 2022

My article in Gurjar garjana news paper 📰🗞️....

LEARN TO READ "BETWEEN THE LINES"✍️💫

              માણસ કંઈ કેટલુંય કહી જાય અને છતાંય તમે તેનો "મર્મ" ન સમજી શકતાં હોવ, માત્ર "અર્થ" જ સમજો કે " તે શું કહેવા માંગે છે, પણ તે કહેવા પાછળનો તેનો મર્મ શું હશે તે સમજી ન શકતાં હોવ તો આ "બીટવીન ધ લાઈન્સ" સાંભળી લેવાની કળા તમારે ચોક્કસથી કેળવવી જોઈએ. મોટેભાગે દુનિયામાં જે શાશ્વત વસ્તુઓ છે, સાશ્વત ભાવ છે, શાશ્વત સંવેદન છે, તે બે વાક્ય વચ્ચેનાં વહેતાં આછા આછા અવશિષ્ટમાં જ હોય છે. જે તમારાં સંબંધનો સેતુ મજબૂત કરવામાં, આત્મીયતાને એક લેવલથી ઊંચે લઈ જવામાં મદદ કરે છે. શબ્દાતીત ભાવને પામી શકો તો જ અનરાધાર વરસાદની જેમ માણસના માનસમાં વહેણની જેમ ભળી શકો. ભેળસેળિયું તરતું ય નથી અને તરાવી શકતું ય નથી.

  રસ્તે રમતું સતોડીયુ ને...

           સ્પંદન બને પરબીડિયું

  તું સાંભળ મને ...

        બસ સાંભળી રેજે...
  શબ્દો તરતાં... બનશે ને ...

      ભાવ... સરવૈયું...

             મૌન એટલે હૃદયના ભાવને સમજાવવા જતાં શબ્દોની મર્યાદા પૂરી થઈ જાય પછી, શબ્દાતીત ઊર્મિનો ઉભરો સાવ પુર બની ધસી આવે અને આંખો નદી બની કહી જઈ સઘળું,ત્યારે સંવાદની ચરમસીમાં, લગોલગ જીવાયાનું પ્રમાણપત્ર, સ્નેહની પીંછીથી સાવ સહજપણે આમ જ લખાઈ જતું ભાળી શકાય છે.

          કેટલીક વાર કેટલીક વ્યક્તિ પોતાની "પીડા" પણ એક્ઝેટલી શબ્દોમાં વર્ણવી કે કહી શકવા સક્ષમ નથી થઈ શકતો.

" ડૂમા"ની કોઈ ભાષા હોય ખરી!!

         તેની તો અનુભૂતિ હોય. ઘેરાયેલાં વાદળામાં વરસી પડવાનો જાણે ડૂમો ભરાયો હોય!!! તે અકડામણ ફીલ થાય. ઝાડવા પાનખરમાં પાંદડા ખેરવે ત્યારે તેનું રુદણ પવનમાં વિલીન થઈ જતું અનુભવી શકાય. કોઈ ભૂખ્યું સ્વમાની માણસ જીવવાનાં સ્વાર્થ ખાતર ભીખ માંગે ત્યારે તેના સ્વમાન જાળવીને મદદ કંઈ રીતે કરવી, એ ત્યારે જ કરી શકાય જ્યારે તેનાં શબ્દોમાં રહેલી વિવશતા સભર સ્વમાન અને સ્વિકૃતિની અપેક્ષાના ભાવને કળી શક્યા હોઈયે. ઈશ્વરનો અંશ દરેક વ્યક્તિમાં સરખો હોય છે, તેવો "સમતા"નો ભાવ કેળવાય ત્યારે જ એ શક્ય બને છે....

મિત્તલ પટેલ
" પરિભાષા "

1 comment: