જયહિન્દ સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલ મારી એક રચના.
સંપાદક યશવંતભાઈ શાહ તથા કૌશિક શાહ (USA) સૌજન્યથી... આનંદ અને આભાર.
મમત છોડીને થોડીક ક્ષણો
"સમત્વ"માં... આવ...તું...
થઈ શકે તો ઈશ્વરને સાવ...
આમ જ ન વગોવ ...તું...
તે કર્યું છે તે જ તને મળશે
શેષ જે વધશે તે જ તારાથી છૂટશે...
ખોખલાપણામાંથી એટલે જ...
સરભર થઈ બતાવ તું.....
અતિ થી ઇતિ સુધી..
સમભાવ જન્માવ તું....
"તૃપ્તિ"ની પરિભાષા...
ભૂખ્યાને પૂછજે...
મંદિરમાં નહીં માણસમાં...
ઈશ્વર શોધી બતાવ તું....!!
No comments:
Post a Comment