Wednesday 27 April 2022

My article....✍🏻

"સ્વ"ત્વ ને જાળવવું એ જીવંત રહેવા માટે જરૂરી છે."...... .... ....🦩🦚

          આપણી મહત્વાકાંક્ષાઓ એ લેવલ સુધીની ન હોવી જોઈએ કે તમે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ,ઔ પોતાની ગરિમા ને સાઈડ પર મૂકીને લક્ષ્ય ઝંકૃત બની જાવ. કેટલીક વાર નાની-નાની નિષ્ફળતા પણ આપણને વધુ મજબૂત બનાવતી હોય છે જ્યારે સ્વમાનને દાવ પર લગાવીને મેળવેલ ઝળહળતી સફળતા આપણાં moral ને, આપણાં "સ્વ"ત્વ કે  જે આપણામાં સર્જનશક્તિ ઉગાડે છે, ખીલવે છે તેને ડાઉન કરી દે છે. તમે બહુ સફળ થાવ અને પોતાનાં સ્વયં પ્રકાશિત પોતને ગુમાવી દો, તેનાં કરતા થોડાં પણ સાચા અર્થમાં સફળ થાવ અને આગિયાની જેમ ઝળહળ થતાં, જીવંતતાથી જિંદગી સાચાં અર્થમાં જીવો તે વધુ ઇચ્છનીય છે.

           કેટલીક વાર આપણે જીવનનો અને જીવનમાં બનતી ઘટનાઓનો અર્થ સમજી જઈએ છે,તેને સ્વીકારી પણ લઈએ છીએ, પણ તેનાં મર્મ સુધી પહોંચી શકતા નથી. કંઈક કારણ હશે, કંઈક હજી શીખવાનું, વધું સમજવાનું, ઘડાવાનું બાકી હશે, તે આ ઘટના જીવનમાં બની. જો એ ન બની હોત તો જીવનનો એક મહત્વનો પાઠ ભણવા ન મળત. અને તે આગળ જતાં આપણને કદાચ વધુ નુકસાન પહોંચાડી શકત. ભવિષ્યને વધારે ડૅમેજ કરી શકત. અને આ પાઠ શીખવાની તક વહેલી આપવા બદલ ભગવાનને થેન્ક યુ કહી શકો, મક્કમતા કેળવીને જીવનમાં આગળ વધી શકો. તો જ તેના મર્મને પામી શક્યા છો, એમ કહી શકાય.

કાંટાળી કેડી પર ચાલી શકાય ,
       ચલાવી શકાય સંગાથે કોઈને?
                  એ પ્રતિપ્રશ્ન વ્યર્થ છે....

જીવન વહાણના હોકાયંત્ર બની શકાય,
        તરાવી શકાય કોઈને?
             એ સંકલ્પના જ વ્યર્થ છે...

સદેહે તું પોતાનામાં પોતાને...
          સાચવી જાણજે..
નથી કોઈ લેપ, દંભ, કપટ તે "પોત"ને...!

સ્વમાનને જાળવી શકાય અને સાચું જીવી શકાય...
        રક્ષિત ને રક્ષી શકાય..?
તે ઉદબોધન વ્યર્થ છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"

No comments:

Post a Comment