Saturday 30 April 2022

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં એપ્રિલ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀

શિક્ષણ સંસ્થાઓ અને રાજનીતિ..💫🤔🎭

‌       શિક્ષકો શાળાના બાળકોને પોતાનાં લેવલથી બેસ્ટ પ્રયત્ન કરી ભણાવતા હોય, "ભણાવવું" એ તેમનાં માટે વ્યવસાય તો ખરો જ, સાથે-સાથે શિક્ષકત્વના રંગમાં પોતાનાં વ્યક્તિત્વને રંગતો રોજેરોજ ઉજવાતો ઉત્સવ પણ ખરો. હા, કામચોરી ,છટકબારી વગેરે દૂષણો દરેક વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેવાના જ. પણ શિક્ષકો પાસેથી સમાજને અને દેશને વધુ અપેક્ષા છે કારણકે તે દેશના શ્રેષ્ઠ નાગરિકો ઘડવા કડિયા ની ભૂમિકા ભજવે છે. શિક્ષક જ્યારે બાળકો માટે શાળામાં કામ કરતો હોય છે, ત્યારે તેને પણ આજુબાજુનાં લોકોનાં કાવાદાવા, નીચે પાડવાની વૃત્તિ, બીજા અમુક લોકોને કામ ન કરવું હોય એટલે પોતાનું કામ આગળ ન આવવા દેવાની વૃત્તિ વગેરે પ્રકારના નાના મોટા સંઘર્ષનો સામનો કરવો જ પડતો હોય છે. પણ સૌથી મોટો ફટકો, સૌથી વધુ નુકસાન શિક્ષણને ત્યારે જ થાય છે, જ્યારે શિક્ષણને વ્યવસાય બનાવી દેતાં ધંધાદારી બિઝનેસ મેન તેમાં ઝંપલાવે છે. શિક્ષણને  વિદ્યાર્થીનું મંદિર અને શિક્ષકને પુજારી બનાવી વિદ્યાર્થીના ઘડતરનું ચણતર કરતાં વર્ગખંડ બનાવે ત્યાં સુધી સીમિત રહે તો બરાબર છે. પણ જ્યારે શિક્ષણમાં રાજનીતિ પગપેસારો કરે છે, ત્યારે શિક્ષકત્વની ગરિમા જોખમાય છે. શિક્ષણનું કાર્ય હૃદયથી કરવામાં આવતું અને બાળકો માટેની લાઈવ વર્કશોપ છે. તેમાં કાવાદાવા, માત્ર દેખાડો કરવાની વૃત્તિ, નામ બનાવવાની વૃત્તિ, બાળકેન્દ્રી અભિગમથી નહીં સ્વકેન્દ્રી અભિગમથી જ્યારે શિક્ષણ પ્રક્રિયા થાય છે, ત્યારે બાળકોનું શિક્ષણ અને ઘડતર બન્ને જોખમાય છે. શિક્ષકો જ્યારે આવી રાજનીતિમાં ઈનવોલ્વ થાય છે ત્યારે તેમનામાં રહેલ શિક્ષકત્વમા ચોક્કસ ફટકો પડે છે. શિક્ષણનો વ્યવસાય માત્ર ચાપલૂસી અને દેખાડાની મદરેસા ના બની જાય એ માટે શિક્ષક પોતાના "સ્વકર્મ"માં રાજનીતિને involve કરવાનું ટાળવું જ રહ્યું.
‌.       કેટલીકવાર વધુ પૈસા કમાવવાની લ્હાયમાં શિક્ષક અન્ય શિક્ષણની સંસ્થાઓ જેમના હેતું તો શ્રેષ્ઠ હોય છે પણ સાધન અયોગ્ય હોઈ શકે છે,તેમનાં હાથા બની ને રહી જાય છે. શિક્ષકના વ્યવસાયની ગરિમાં ત્યારે જ જળવાઈ છે, જ્યાં બાળક સમગ્ર શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકો, અધિકારીઓ વગેરેના કેન્દ્રમાં હોય. તેમનાં હિતને ધ્યાનમાં રાખીને જ દરેક સ્ટેજના શિક્ષણને લગતા માણસો કર્મ કરે તો જ શિક્ષણ અને આપને શ્રેષ્ઠતમ લેવલ સુધી પહોંચાડી શકીશું.

‌મિત્તલ પટેલ
‌"પરિભાષા"
‌mitalpatel56@ gmail.com

No comments:

Post a Comment