Saturday, 25 December 2021
Thursday, 23 December 2021
Wednesday, 22 December 2021
Tuesday, 14 December 2021
Thursday, 2 December 2021
તમને પ્રસંશા કરતાં આવડે છે,
ખોટી ચાપલૂસી નહીં...
તો તમે શિક્ષક છો...!!
તમને બાળકો માટે વિચારતા આવડે છે,
માત્ર "અહમ્"પોતાનો પંપાળતા નહીં...
તો તમે શિક્ષક છો...!!
તમને શાળામાં ભણાવતાં આવડે છે,
કોઈને નીચા બતાવતા નહીં...
તો તમે શિક્ષક છો...!!
તમને પ્રમાણિકતાથી કામ કરતા આવડે છે,
બાળકોના પૈસે પોતાનું ઘર ભરતા નહીં....
તો તમે શિક્ષક છો...!!
તમને જીવનમાં આગળ વધતાં આવડે છે,
કોઈને નીચે પાડતા નહીં.....
તો તમે શિક્ષક છો...!!
મિત્તલ પટેલ
"પરિભાષા"
આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
"માણસોની "વૃત્તિ" તેનાં ભવિષ્યને આકારે છે"....
આકારજે તું તારી તકદીર...
તારી વૃત્તિને આકારીને સાત્વિક,
તારું ભવિષ્ય તારાં કર્મોના હાથની મહેંદી છે....!!
માણસની જ્યારે "પડતી" શરૂ થાય છે ત્યારે તેના ખુદનાં આખી જિંદગીના કર્મો એક અરીસો બનીને તેની સમક્ષ ઉદય થઈને ઉભા રહે છે. "સહાનુભૂતિ" શબ્દ માટે વ્યાકુળ બનતું, તેનું હૃદય કંઈ કેટલાય લોકોને દીધેલ તકલીફની તાસીર બનીને, તેમણે અપરાધભાવથી સતત ડૂબાડતી રહે છે. ડૂબી જવું સરળ હોય છે પણ જિંદગી આપણી સાચી તસવીર આપણી સમક્ષ અચાનક એવી રીતે અને એવાં સમયે મૂકી દે છે કે ત્યાંથી ભાગી છૂટવું કે ઇગ્નોર કરવું કે પોતાની જાતને તેનાં માટે માફ કરવું પણ અશક્ય બની જાય છે. માણસ થાકથી રાત્રે ઊંઘી શકે છે પણ નિરાંતની અને સુકુનની ઊંઘ તો સારા કર્મોનું પ્રતિબિંબ સ્વરૂપે જ મળતી હોય છે.
ક્યારેક પૃચ્છા કરી હોત તે તારા મનને કે..." તું જે માર્ગ પર છે તે રસ્તો સવડો છે ખરો!!
તો "માણસ" તું ચોક્કસ માણસાયતથી પાછો વળ્યો હોત.
કેટલીકવાર સમય, સંજોગ અને તક નો સંગમ માણસને છેતરી શકે છે. મહોરા પહેરીને જીવતાં માણસો, નિર્લેપ માણસોને પોતાનાં દ્રષ્ટિકોણથી નિહાળી તેમનાં રસ્તા ના ફાંટા પાડવાં માટે પ્રયત્નશીલ બની જાય છે. પણ દરેકનાં હૃદયમાં ઈશ્વર સ્વયં સાક્ષીરૂપે પ્રસ્તુત હોઈ, દરેક વળાંકે નિર્લેપ અને સરળ માણસને તેના institutions ક્યારેય ભટકવા દેતા નથી. દરેક માણસ પોતાનાં માટે હંમેશા સારો જ હોય છે. અને સારાં ખોટા ની સંકલ્પનાથી પર દરેક માણસ પોતાને તટસ્થ રીતે ક્યારેય મુલવી શકતો નથી. જો જીવનમાં થોડાં થોડાં સમયે માણસ પાછું વળીને પોતાનાં જીવનને તટસ્થ રીતે, સાક્ષીભાવે નિહાળી શકતો હોય પોતે સાચા માર્ગે તો છે ને...?? તેની ચકાસણી કરતા રહેવાની વૃત્તિ હોય તો તે જીવનના ગમે તે લેવલ પરથી સાચા માર્ગે આવવા યુ ટર્ન મારી શકે છે. અને ખુદેશ્વર તેને તે માટે દિશાસૂચન કરીને મદદ કરે છે પણ તે "હું" માંથી ક્યારેય બહાર ન આવી શકતો માણસ આ વૃત્તિ ક્યારેય કેળવી શકતો નથી. "હું તો ક્યારેય ખોટો હોઈ જ ન શકું". તે વલણમાંથી તે માટે બહાર નીકળવું પડે. પોતાની ભૂલોનો સ્વીકાર કરવા અહમને ઓગાળવું પડે. તો જ જિંદગીના કોઈપણ તબક્કે અપરાધ-ભાવના અતિશય કપરા પડાવે પહોંચવાના સંજોગો ન આવે.
શું તે પોતાના કર્મોથી જ હારેલ માણસને જોયો છે??
હા, છેતરવાની વૃત્તિમાંથી જન્મેલ તે હિસાબનો ચોપડો છે....
મિત્તલ પટેલ
" પરિભાષા"