Thursday 29 October 2020


ગુર્જર ગર્જના ન્યૂઝપેપરમાં મારો લેખ...

"ધૈર્યની કસોટીમાંથી પાર ઉતર્યા બાદ જ...
           સફળતાની નિસરણી સુધી પહોંચી શકાય છે..."

             નાની નાની બાબતમાં તરત છેડાઈ જતો માણસ, તરત રિએક્ટ કરી બેસતો માણસ, જજમેન્ટલ બની ફેંસલો સુણાવી દેતો જજ બની જતો માણસ, કૂવાના પાણી માં દેખાતાં પોતાનાં પ્રતિબિંબની જેમ પોતાના લક્ષ્યને હાથવેંતમાં ઝડપભેર પકડી લેવા તરફડીયા મારતો હોય છે.

               તે સફળતા મેળવવા માટે જે ડેડીકેશન, ધીરજ, સતત અવિરત હાર્ડવર્ક, ધ્યેય માટે એકાગ્રતાપૂર્વક મથવું.... આ બધી બાબતોને અમલમાં મૂકવા કે સંઘર્ષ કરવા જેટલી હિંમત, ધીરજ અને નિયત નથી હોતી. ફક્ત ઓછા સમયમાં, ઓછી મહેનતે ,ઓછા પ્રયત્નથી સફળ થઈ જવું છે ને ઘણીવાર તે જ લ્હાયમાં ઓળખાણ, ચાપલૂસી અને છેલ્લે પૈસા આપીને પણ સફળતાને ખરીદવાનો છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કરતો હોય છે. અને મેળવી પણ લે છે પણ
"સફળતા મેળવી છે " ‌એવો જ ભાવ આવે છે "હું સફળ થયો છું" એવો ભાવ ,એવો ઉમંગ, એવો અનંગ ઉત્સાહ, હરખ ક્યારેય આવતો નથી.

               સફળતાથી વધુ મહત્વનું છે સફળતાથી મળતો "આત્મસંતોષ". જો સફળતાથી તમે આત્મા સંતોષની અનુભૂતિ ન થાય તો તમે મેળવેલી સફળતા માં કંઈક ખૂટે છે, ક્યાંક રસ્તો ખોટો છે, ક્યાંક ભાવ ખોટો છે, ક્યાંક હેતુ  ખોટો છે, અથવા તો સફળતા મળ્યા પછી "અહમ" ની હાજરી વર્તાય છે.

              તમે જ્યારે એક ધ્યેય રાખીને જીવનમાં આગળ વધતા હોવ છો ત્યારે તમારા એ માર્ગમાં ઘણો સંઘર્ષ તમારી રાહ જોઈ રહ્યો હોય છે. તે સંઘર્ષની પેલે પાર જ સફળતા છે માટે સંઘર્ષથી ક્યારેય ભાગવું નહીં. ખૂબ ધીરજથી અને સતત હાર્ડવર્ક થી એ સંઘર્ષનો સામનો કરો. તેમાં અડીખમ રહી નજર સમક્ષ માત્ર ને માત્ર ધ્યેય રાખી ધીરજ અને મહેનત ની લાકડી પકડી આગળ વધતા રહો. મનોબળ અને આત્મબળને તમારામાં વિકસવા દો. આગ જેવી લાગતી મુશ્કેલી અને તકલીફમાં તપવાથી ભાગશો નહીં. તમે એક સફળ વ્યક્તિ બનાવવા માટેની પ્રક્રિયા કુદરતે શરૂ કરી દીધી છે એવું માનશો. આ દુનિયામાં સફળતા મેળવવા માટેનું એક અને માત્ર એક જ હથિયાર સતત કરવામાં આવતી સખત મહેનત છે. તેની પાછળ તક,નસીબ, પૈસા ,આનંદ આપોઆપ આવે છે. પણ તક ,નસીબ ,પૈસા ,આનંદને સાધન ન બનાવો. માત્ર ને માત્ર સતત હાર્ડવર્કમા કોન્સટ્રેટ કરો બાકીના બધા પાસાં આપોઆપ ગોઠવાઈ જશે. પ્રયત્ન કર્યા વગર. કેમકે તે તો નિર્ધારિત જ હોય છે. અથવા તો તમને સફળતા મેળ્યા પછી લોકો આ તક ,નસીબને મહત્વ આવશે. કેમકે તે જ તેમની છટકબારી, તેમની મહેનત ન કરવાની વૃત્તિને પોષણ આપતા તત્વો છે.

ખટકતી સૌને આ અણીયાળી માયા છે...
         સંઘર્ષ અને ધીરજની એ રજવાડી કાયા છે.
રસ્તે રસ્તે રાહ જોવાય, તોય મંઝિલ ક્યાં દુર છે!!
          શ્રમ શ્રમ અને બસ  શ્રમ એ જ..સફળતા ના પાયા છે...

મિત્તલ પટેલ
"પરિભાષા "
અમદાવાદ
mitalpatel56@gmail.com

No comments:

Post a Comment