સ્માઇલ આપી શકો તો આપજો
એ મનેખ..ને....
જે..જીવે છે ખરો પણ મરે છે ભીતરથી...
વારે....વારે...
ખોબો ભરી જીવન જો આપી શકો તો..આપજો
એ મનેખ..ને...
જે..પહેરે છે "મુખવટો".. પણ મનાવરણમાં..
રીબાય છે વારે...વારે..
ખોટી ખુશામત ને વાહ વાહી સાંભળવી...
ખૂબ ગમશે તમને...
પણ થોડી પ્રશંસા સાચા મનથી...
કરી શકો તો કરજો ....
એ મનેખને......
જે અપંગ છે આર્થિક રીતે....
પણ સમૃદ્ધિ છલકે છે ....
આતમની....વારે..વારે...
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment