Wednesday, 29 January 2020
Tuesday, 28 January 2020
26th january program at our school....ગીત ગાવાનું, નાટક ભજવવાનું, સ્ટેજ પર ડાન્સ પર્ફોમન્સ આપવાનું... આ બધા ની વાત આવે ત્યારે બાળકો નો ઉત્સાહ અને ઉમંગ ફુલ જોશમાં હોય છે.... આત્મવિશ્વાસ કેળવવા નું આ શ્રેષ્ઠ માધ્યમ છે.... એમાય આખું ગામ હાજર હોય તો બાળકોના માતા-પિતા ને પણ બાળકોની પરફોર્મન્સ.. ટેલેન્ટ જોઇને આનંદ થાય... ગર્વ ની લાગણી અનુભવાય.... "બાળ લગ્ન"પર એક સુંદર મજાનું નાટક બાળકોએ ભજવ્યું... જે મારા પબ્લિશ થયેલા પુસ્તક"24 પ્રેરણાત્મક બાળ નાટકો"..... માંથી લેવામાં આવ્યું હતું.... આ નાટક માંથી એક હકારાત્મક સંદેશો લઈને ગામના સર્વ લોકો ગયા અને તેના ઘણાં સારા પ્રતિભાવ મળ્યા.. એ બદલ સૌનો આભાર...
Wednesday, 15 January 2020
ઘણીવાર મારાં જ લેખ વાંચી ને મને પ્રેરણા મળે છે.......!!
ઘણીવાર મારું લખાણ વાંચી મને પ્રશ્ન થાય છે કે... ખરેખર આ લખવા માટે ઈશ્વરે મને માધ્યમ બનાવી છે...!!
ઘણીવાર મારાં જ લખાણ થકી હું મુજને જડી જાઉં છું.....!!!
ક્ષમતા નથી મારામાં આ લખવાની..
મે તો કલમને હાથ બનાવી... જાતને ચીતરી છે....
અંતર નાં આત્મા ને પૂછીને કર્યું છે મે કર્મ.. હર એક.....
શાહી છે બસ પોતીકી...
બાકી નરી આતમને ચીતરી છે........
તારલાની વણઝાર છે તેઓ....
કાલ સુધરશે એ બાળની જો....ને....
તું તારી આંગળી તેની હથેળીમાં તો આપ...
રચી લેશે તે તેની રંગોળી.. ખુદ જ....
તું તારી દ્રષ્ટિથી તેને દૂરદ્રષ્ટિ તો આપ...
પ્રીતની રીત બહુ ન્યારીછે એ દોસ્ત...
મા"સ્તર" પર છું.. તું....!! તું એ સ્તર પર....
" મા" તણો ભાવ તો આપ....
વિચારજે તું ખુદનું પણ હર ક્ષણ ભલે...
એક ક્ષણ 'વિચાર '.. તું..એ બાળ ને તો આપ..
રસ્તે ફરતા ફકીર નથી... તારલાની વણજાર ..છે તેઓ..
ચમકવા ને...ઝળકવા.... તું થોડો પ્રકાશ તો આપ...
મિત્તલ પટેલ
"પરિભાષા"
Thursday, 9 January 2020
Monday, 6 January 2020
તારલાંની વણજાર છે તેઓ....
કાલ સુધરશે એ બાળની જો....ને....
તું તારી આંગળી તેની હથેળીમાં તો આપ...
રચી લેશે તે તેની રંગોળી.. ખુદ જ....
તું તારી દ્રષ્ટિથી તેને દૂરદ્રષ્ટિ તો આપ...
પ્રીતની રીત બહુ ન્યારીછે એ દોસ્ત...
મા"સ્તર" પર છું.. તું....!! તું એ સ્તર પર....
" મા" તણો ભાવ તો આપ....
વિચારજે તું ખુદનું પણ હર ક્ષણ ભલે...
એક ક્ષણ 'વિચાર '.. તું..એ બાળ ને તો આપ..
રસ્તે ફરતા ફકીર નથી... તારલાની વણજાર ..છે તેઓ..
ચમકવા ને...ઝળકવા.... તું થોડો પ્રકાશ તો આપ...
મિત્તલ પટેલ
"પરિભાષા"
Wednesday, 1 January 2020
એ મનેખ...ને....
સ્માઇલ આપી શકો તો આપજો
એ મનેખ..ને....
જે..જીવે છે ખરો પણ મરે છે ભીતરથી...
વારે....વારે...
ખોબો ભરી જીવન જો આપી શકો તો..આપજો
એ મનેખ..ને...
જે..પહેરે છે "મુખવટો".. પણ મનાવરણમાં..
રીબાય છે વારે...વારે..
ખોટી ખુશામત ને વાહ વાહી સાંભળવી...
ખૂબ ગમશે તમને...
પણ થોડી પ્રશંસા સાચા મનથી...
કરી શકો તો કરજો ....
એ મનેખને......
જે અપંગ છે આર્થિક રીતે....
પણ સમૃદ્ધિ છલકે છે ....
આતમની....વારે..વારે...
મિત્તલ પટેલ
"પરિભાષા"
Subscribe to:
Posts (Atom)