Wednesday 13 November 2019



"તું જેવો છું ... એવો રેજે....
      ના કોઇ આવરણ.. ના કોઈ દંભ
       ના કોઈ શીશે મઢેલ અહમ....

ના કોઈનાથી પ્રભાવિત થઈ
     " સ્વપોત"ને.... રંગવાની મહેચ્છા...
તું જેવો છું.... એવો રેજે.......
      ના કોઈ અભિમાનના ઓથા...
      ના કોઈને નીચા બતાવવાની હોડ..

ખુદની ઉપર ઉઠાવવા તું ...
        થોડો સમતલ બનજે...
જે રસ્તે જાય તે તે રસ્તે...
      તું સાચા અર્થમાં એક "માણસ" બનજે..

ના કોઈ તલવાર, ના કોઈ પ્રહાર..
      ના કોઈ આરોપો ,દ્વેષ નાં તણખાર...
ખુદની ભૂલો, ખુદ ની ખામીઓ...
       સ્વિકારી ને સુધારવા તું સક્ષમ બનજે..

કોઈ કહે એટલે નહીં પણ..
      ખુદને માંજવા તું હંમેશ તત્પર રહેજે...
તું જેવો છું અદલ એવો રહેજે...
     ના કોઇ આવરણ, ના કોઈ દંભ...
     ના કોઈ શીશે મઢેલ અહમ....

            મિત્તલ પટેલ
             "પરિભાષા"
             અમદાવાદ


No comments:

Post a Comment