સૂનો બાળકો!!
આજે દફ્તર મૂકી.... કરીએ
કાલી ઘેલી વાતો.
ત્રણ વાંદરાની વાતો કરીએ
ત્રણ વાંદરાની વાતો......
“બૂરાઈ કોઈની કરશો નહીં
બૂરાઈ થતી જોઈ રહેશો નહીં
બૂરાઈ કોઈની સાંભળશો નહીં “
સૂનો બાળકો!!
આજે દફ્તર મૂકી.... કરીએ
કાલી ઘેલી વાતો.
ચોપડાઓની બહાર....
જીવન ચોપડીની વાતો....
ચાલો કરીએ
અઢારે અંગ વાંકા એવા
ઊટડાભાઈની વાતો...
“તું ‘આવી ‘ ને ‘પેલી ‘ તેવી’
એ વિચાર છે છેતરામણો
દરેક માં છે સદગુણ
દરેક માં છે દૂર્ગુણ.........”
તું જુએ છે શું???
એ તારો બનશે સ્વગુણ
સૂનો બાળકો!!
આજે દફ્તર મૂકી.... કરીએ
કાલી ઘેલી વાતો.
ચોપડાઓની બહાર....
જીવન ચોપડીની વાતો....
મિત્તલ પટેલ
“પરિભાષા “
ગાંધીનગર
Thursday, 17 May 2018
Suno badako......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment