બેટી બચાવો ......
મનમાં અનેક ઉમંગો લઈ,
જીવન જીવવાનાં તરંગો લઈ....
માં ની કૂખમાં ઉછરતી દીકરી.
હું પણ કંઈક આવું બનીશ,
હું પણ કંઈક આવું જીવીશ....
આંખોમાં બસ ઉમ્મીદ ને,
દીલમાં દરિયો લઈ.....
ગર્ભમાં પાંગરતી દીકરી....
કૃતજ્ઞતા જાણે ક્યાંક ખોવાણી,
માં ને સંવેદના ન સમજાણી...
દીકરી કહે “માં મારે જીવવું છે “
“ માં તને મળવું છે “...
રડતી આંખે કરતી આજીજી....
ઘોર કળયુગની આ સંસ્કારી દીકરી.
એ....સમાજ...તું કાયર ન બન,
આ ભૃણનો તું મારણ ન બન.....
દીકરીઓને બચાવી તું તારી નીવ બનાવ,
ઘર ,સમાજ,કુંટુંબની બલિહારી છે દીકરી.
મિત્તલ પટેલ
“પરિભાષા “
ગાંધીનગર
Wednesday, 9 May 2018
બેટી બચાવો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment