કાયમ પડખે પડખે ફરતો...
એ પડછાયો છે ગમતો મને...
એકલી હોઉ તોય...સાથે ફરતો...
એ પડછાયો છે ગમતો મને...
રંગ બદલતા સાચુકલા સૌ..
શાંત ચિત્તે બસ નિરખતો....
ઓલવાઈ જતા સૌ "પડછાયા"...
ત્યારે સંગ આવીને કંઈક સમજાવતો...
હું છું ને બસ તુ છે સાથે...
બાકી ન કોઈ હમસંગ એ..."મિત"
એકલતામા જાત સંગ જીવડાવતો....
એ પડછાયો છે ગમતો મને...
મારી આંખોની નજર બનીને...
જોતો સૌ "પડછાયા" આવતા કને...
લઈ લેતા થોડા સ્મિતનાં ઉઝરડા...
એ સંબંધ અનુબંધ શોધે "મને".....
મારે આકારે આકારતો ખુદને.....
" પોત" અને "પોતાનામા " ભેદ સમજાવતો...
સાથે જીવાડતો ..એક "સાથ" જીવાડતો......
એ પડછાયો છે ગમતો મને.....
એ પડછાયો છે ગમતો મને...
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment