અડધું અડધું જીવી લઈએ....
ચલ સરખું સરખું જીવી લઈએ....
આમ જ રાધાને સંગ સંગ લઈને...
જન્મની જન્માષ્ટમી ઊજવી લઈએ...
મોહભંગ થયેલ વિચારની પડખે....
અનાસક્તિની પંજરી ખઈએ....
ચલ કાનુડા ફોડ અમ મોહ -મટકી...
શ્વાસ થોડા તારા નામે લઈએ....
અંતિમ ચરન પહેલાં ત્રિનેત્રની પેઠે....
ભગવત્ ના છંદ જરા શીખી લઈએ...
બસ..સોરઠ બદલે પડખું તે પહેલા...
જન્મની જન્માષ્ટમી ઊજવી લઈએ......
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment