ઝાડનાં મૂળિયાંને દેખાતાં જાેયાં છે ....!!!
વરસાદ પાછળ દરિયાંને સળગતાં જાેયાં છે....!!!
ભુલ હસે ઇશ્ર્વરનીયે ...બાકી
અનાથ ને માં વગર ટળવળતાં જાેયાં છે!!!
બનીને આવતાે હસે ઇશ્ર્વરય....કાનુડાે....અમથાે થાેડાે.....
યશાેદાનાં વ્હાલથી ન્હાતાે કનૈયાે જાેયાે છે....!!
જીવનનાં કેટલાય વંટાેળિયાંને રાેકતી "માં"....
ઉછળતાં દરિયાંનાે કિનારાે જાેયાે છે!!!
સુખદુ:ખમાં હુંફનો દાેરો બાંધતી....
અેકમાત્ર સાચા પ્રેમની કિન્નાર બાંધતી....
માથા પર અદ્રશ્ય હાથનાે અહેસાસ જાેયાે છે!!!!
માં સાથે ઝઘડતાં સુપુત્રાેને ....કહો દાે...
અરથી સાથે વ્હાલનો વરઘાેડાે નોકળતાં જાેયાે છે!!!...
સંવેદનાનો પારાશીશી જાળવજાે દાેસ્તાે....
માં ના આસું વહાવી બનતાે શૂરવોર જાેયાે છે!!!
કાેઇવાર માં ના ખાેળામાં માથું મૂકી તાે જાેજાે...
હુફાળાં એ સ્પર્શ ને જીવી તો જોજો......
પુતળાઓનાં આ બજારમાં....કોઈ લાગણીભીનું પરબીડિયું જોયુ છે?!!
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment