માર્ગ બનાવવાની તાકાત નથી,
તો રમકડું બનાવી "બતાવી" દો !!
વ્યક્તિત્વની ચિંતા નથી ,
તો ડુપ્લીકેટ બનાવી દો!!
સીધા ચઢાણ સત્યના છે
નહીં કાયરનું કામ જોને!!
'સાહેબ', 'સાહેબ' શબ્દો છે ખમતીધર
લિપસ્ટિક બનાવી રંગાવી દો !!
તપખીરીયા રંગની ખુરશી
ને તીખી તીખી પ્રમાણિકતાની ભાત !!
આપણે શું?? ફોડે એનું...
ખોખલા શબ્દોથી નવડાવી દો !!
અંતરમાં પથ્થર ફૂટ્યાં ,
અહીત બન્યું હિતકર ...!!
ધરમ, કરમ ને બીજું બધું ,
બસ ચાપલૂસીમાં ખપાવી દો..!!
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment