Monday, 10 June 2024
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે નવમી જુન 2024 નાં દિવસે જાણીતાં સાહિત્યકાર સુમન શાહનાં બે પુસ્તક "સંસ્કૃત કાવ્યશાસ્ત્ર" અને "સુ- મનનીય"...(ટૂંકી વાર્તાના પ્રકાર વિશે લેખો અને ટૂંકી વાર્તાઓ પરની નોંધો) નાં વિમોચન કાર્યક્રમનો સરસ ઉપક્રમ યોજાઈ ગયો."મિત્રાર્પણ"ના સુંદર નામે આયોજિત આ કાર્યક્રમમાં સુજ્ઞ સાહિત્યકાર નિસર્ગ આહીર, જાણીતાં લેખક વીનેશ અંતાણી, જાણીતાં કવિ શ્રી વિનોદ જોશી, અને જાણીતાં લેખક અને સાહિત્યકાર સુમન શાહ નાં સમૃદ્ધ જ્ઞાન સંપદા ને સાંભળવાનો, માણવાનો અવસર પ્રાપ્ત થયો. ZCAD પબ્લિકેશનના સર્વેસર્વા મનીષભાઈએ ખુબ સુંદર આયોજન કર્યું હતું. જ્ઞાનની ઝરમર નાં ચોમાસા જેવા આ કાર્યક્રમનું સુંદર સંચાલન સાહિત્યકાર નિસર્ગ આહીર એ કર્યું. આ ઉપરાંત શ્રેષ્ઠ સાહિત્યકારો લતાબેન હીરાણી, પ્રણવ પંડ્યા, બાળસાહિત્યકાર એવાં નટવરભાઈ પટેલ વગેરેને મળીને ખુબ ખુબ આનંદ થયો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment