Saturday, 29 June 2024
Tuesday, 25 June 2024
Friday, 21 June 2024
Monday, 17 June 2024
💫"ગાંધીનગર ગૌરવ સન્માન -2024"💫
"શિક્ષકત્વ"ને પ્રોત્સાહિત કરનાર ભવ્યાતિભવ્ય કાર્યક્રમ એવો શિક્ષક સન્માન કાર્યક્રમ 16 જુન 2024 રવિવારે ગાંધીનગર ખાતે યોજાઈ ગયો. 💫શ્રી એમ કે રાવલ સાહેબ- નિયામક GIET અને નિયામક શ્રી ગુજરાત પરીક્ષા બોર્ડ, 💫 પુલકિતભાઈ જોશી સાહેબ -મદદનીશ સચિવ શ્રી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગુજરાત નો હૃદય પૂર્વક આભાર.
આમંત્રિત મહાનુભાવો 💫શ્રી ગજેન્દ્રભાઈ જોશી- ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં વિષય સલાહકાર તેમજ પીટીસી અને બી.એડ કોલેજમાં અધ્યાપક અને પ્રાચાર્ય તરીકે 40 વર્ષથી વધુ સેવા આપનાર અને નિયામક ( આદર્શ વિદ્યા સંકુલ પાલનપુર).
💫શ્રી તુષારભાઈ મહેતા (ક્લાસ વન અધિકારી શ્રી ગુજરાત સરકાર) ,
💫શ્રી પિયુષભાઈ પટેલ (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગાંધીનગર),
💫શ્રી મનુભાઈ ચોકસી (ભામાસા અને દાદા) (બ્લીસ વોટરપાર્ક ઓનર, મહેસાણા અને પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મહેસાણા)
આ ઉપરાંત
💫"મારું મન તારું થયું" ફિલ્મનાં દિગ્દર્શક શ્રી સિદ્ધાર્થ ત્રિવેદી અને મુખ્ય કલાકારો "ભરત ચાવડા" (બાળપણમાં "હુતો હુતી" અને "એક જ ડાળના પંખી" તેમજ બીજી ઘણી બધી ગુજરાતી સીરીયલમાં અને ફિલ્મોમાં જોયાં હતાં) . માટલાં પર માટલું ગીતથી ફેમસ થયેલ "વિશ્વા સુથાર", "કોમલ પંચાલ" વગેરે સાથેની યાદગાર ક્ષણો.
Wednesday, 12 June 2024
Monday, 10 June 2024
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે નવમી જુન 2024 નાં દિવસે જાણીતાં સાહિત્યકાર સુમન શાહનાં બે પુસ્તક "સંસ્કૃત કાવ્યશાસ્ત્ર" અને "સુ- મનનીય"...(ટૂંકી વાર્તાના પ્રકાર વિશે લેખો અને ટૂંકી વાર્તાઓ પરની નોંધો) નાં વિમોચન કાર્યક્રમનો સરસ ઉપક્રમ યોજાઈ ગયો."મિત્રાર્પણ"ના સુંદર નામે આયોજિત આ કાર્યક્રમમાં સુજ્ઞ સાહિત્યકાર નિસર્ગ આહીર, જાણીતાં લેખક વીનેશ અંતાણી, જાણીતાં કવિ શ્રી વિનોદ જોશી, અને જાણીતાં લેખક અને સાહિત્યકાર સુમન શાહ નાં સમૃદ્ધ જ્ઞાન સંપદા ને સાંભળવાનો, માણવાનો અવસર પ્રાપ્ત થયો. ZCAD પબ્લિકેશનના સર્વેસર્વા મનીષભાઈએ ખુબ સુંદર આયોજન કર્યું હતું. જ્ઞાનની ઝરમર નાં ચોમાસા જેવા આ કાર્યક્રમનું સુંદર સંચાલન સાહિત્યકાર નિસર્ગ આહીર એ કર્યું. આ ઉપરાંત શ્રેષ્ઠ સાહિત્યકારો લતાબેન હીરાણી, પ્રણવ પંડ્યા, બાળસાહિત્યકાર એવાં નટવરભાઈ પટેલ વગેરેને મળીને ખુબ ખુબ આનંદ થયો.
Subscribe to:
Posts (Atom)