વસવસો નહીં.. ઉમંગોનો તડકો લઈને જીવું છું.....
આખેઆખા અસ્તિત્વનો ભરમાર સતત લઈને જીવું છું...
તોતિંગ ભયને સંકેલુ પળવારમાં કોરાણે....
છે તબીબ સાથે, એટલે જ મારું આકાશ લઈને જીવું છું...
વરસી શકુ ભરપૂર તેવું ભોમ છે સંગાથે...
તેથી જ આરપાર નહીં, સદંતર એકાકાર થઈને જીવું છું.....
તરવું નહીં, ડૂબવું બને છે વહાલના એ દરિયામાં..
હર ક્ષણના પોણા ભાગની ઉજવણી કરીને જીવું છું....
શ્વસી શકુ એ શ્વાસને....સતત શ્વાસની સાવ અડોઅડ.....
મારામાં મારી તેથી જ બાદબાકી કરીને જીવું છું....
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment