હું મસ્ત મજાનું બાળ ,
મને રમવાનું જોઈએ…
ચાંદા સૂરજ સંગ મને,
ભમવાનું જોઈએ…
પતંગિયા પેઠે આમતેમ …
ઉડવાનું જોઈએ…
હું મસ્ત મજાનું બાળ,
મને રમવાનું જોઈએ..
છાનું માનું બેસું તો,
કરમાઈ જાઉં હું….
ધમાલમસ્તી કરું તો,
ખીલી ખીલી જાઉં હું…
દેડકાંની પેઠે મને ,
કુદવાનું જોઈએ….
હું મસ્ત મજાનું બાળ,
મને રમવાનું જોઈએ…
ચોપડાં ને ટ્યુશન માં
ડબોચાઈ જાઉં હું…
ભણતરનાં ભાર થી
નમી નમી જાઉ હું….
ખડખડાટ ફુલ સમ,
હસવાનું જોઈએ….
ખુલ્લાં મને ભાર વગર ,
ભણવાનું જોઈએ….
મિત્તલ પટેલ
“પરિભાષા”
Tuesday, 7 May 2019
હું મસ્ત મજાનું બાળ..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment