સાદ આપે, વાદ આપે
સંવાદ આપે આ રંગોત્સવ…..
રંગોની ભીતર મનનું
રંગરોગાન આપે આ રંગોત્સવ…
સ્વ -અર્થના સ્વાર્થ સાથે…..
ભળી જાય ઉપરંગ બધા….
રાતી રાતી આ જીવનપાળીમાં….
લાલી આપે આ રંગોત્સવ….
ક્યાં અહમ છે,
ક્યાં છે ભરમ…..
એક મંચ પર નાચે સંગ બધાં….
દીવાલ તોડી અહમની …
અહા! સહજ આનંદ કરાવે આ રંગોત્સવ…….
મિત્તલ પટેલ
“પરિભાષા”
Monday, 25 March 2019
રંગોત્સવ
Sunday, 24 March 2019
આગને અજવાળે..
આગને. અજવાળે મેં તો…
પોતિકુ તેજ ભાળ્યું..
સ્મિત નાં સથવારે મેં તો…
ગીતમાં ગીતને માણ્યું….
ખુદમાં જ ઈશ્વર ,ખુદ નરેશ્વર…..
ખુદમાં ખુદ નિહાળ્યું…..
વચનામૃત થી બળ્યા કર્ણ.. ને
ભીંત.. ભીતરમાં જ…એ જાણ્યું.…
અસ્તમાં..ઓગળેલ..આ અસ્તિત્વ ને…
નંદ-આનંદમા વહાવ્યું…..
મિત્તલ પટેલ
“પરિભાષા”
Subscribe to:
Posts (Atom)