એ દોરી, એ કિન્નાર ,એ કાગળ ...તે હું.....
એ ગાંઠ ,એ પવન,એ ઉડાન..તે તું....
એ આકાશ ,એ રંગો , એ ફિરકી.. તે હું...
ને ફિરકી નાં ખભે ઉભેલ સંગાથ ...એ તું...
સીમિત જીવતરમાં.. અસીમિત વિહરવા નું આભ.. એ તું...
સ્થિરતા ને સહજપણે તારાં માં વિસ્તરતું જોડાણ એ..... હું...
હર એક ઉત્સાહ અને ખુશીનો "ઉત્તર".. એ હું....
આનંદ ,આનંદ ને માત્ર આનંદ નું ..."આયન"...એ તું..
ધીમું ધીમું મનમહી ... ઝંપલાવતુ ઉડાન ..એ તું....
તારાં થકી મારાં સુધી પહોંચવાની ચાહત ...એ હું...
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment