Saturday, 26 January 2019

હું મળું ..."મુજને.."......

ખોવાઈને મળવું એ મળવું છે “મુજને”….
        ગુમાવી ને શોધવું…એ શોધવું છે “મુજને..”

વખત આવ્યે જતું રહેશે…જવાનું હશે તો બધું જ….
          જતું કરીને બધું જડવુ તે જડવુ છે “મુજને”

'ડહાપણ '..અને 'ગાંડપણ' ...માં ભેદ છે એટલો જ….
          'દુનિયા મળે'.. ને “હું મળું”…મુજને…

રખડપટ્ટી ને અંતે તો….
            એક ખુણો મળે મારાં જ ખભાનો….

તો હું સમજું કે….
            ગુમાવ્યું…નથી કશું……
મેળવ્યું છે ખુદ માટે મેં “મુજને”

               મિત્તલ પટેલ
              “પરિભાષા”
          

Tuesday, 22 January 2019

Balgeet written by me sang by me ...and performed by my class students..." એક ખોબો ભરીને લાવ્યા ભાવ રે....., બાળના પગલે અવતર્યા પ્રભુ શ્યામ રે......."

https://youtu.be/RdnjNzj3RVI

મારાં દ્વારા લખાયેલ બાળકાવ્ય.... "મજુરી નથી કરવી મારે.....". કાવ્ય-પઠન મારી શાળાની વિદ્યાર્થીની ધ્વારા...... https://t.co/82eDpgb9gG

મારાં દ્વારા લખાયેલ બાળકાવ્ય.... "મજુરી નથી કરવી મારે.....".  કાવ્ય-પઠન મારી શાળાની વિદ્યાર્થીની ધ્વારા...... https://t.co/82eDpgb9gG

Balgeet written by me sang by me ...and performed by my class students..." એક ખોબો ભરીને લાવ્યા ભાવ રે....., બાળના પગલે અવતર્યા પ્રભુ શ્યામ રે......."

https://m.facebook.com/story.php?story_fbid=2235234249867307&id=100001422602254

Saturday, 19 January 2019

ખોલજે અરિસો...

ક્યાંક પુર્ણવિરામ પછી..ય..
             અલ્પવિરામ ની હાજરી વર્તાય ને ત્યારે
               ખોલજે અરિસો…….

સવાર થયા પછી..ય…
                નિશા નો અંધકાર વર્તાય ને ત્યારે…
                ખોલજે અરિસો……

વ્યાજબી કારણ પછી..ય…
                   સવાલ પર સવાલ…
ખુલાસા પછી…ય…
                    સાવ અકબંધ વ્યવહાર….

ખુદમાં પોત….
              સહેજ પણ વિખુટુ વર્તાય…ને ત્યારે
              ખોલજે અરિસો…….


મિત્તલ પટેલ
“પરિભાષા”
              



Tuesday, 15 January 2019

કદમ મિલાવી ચલ......

સ્મિત રાખીને ચલ….
        ઓ ભાડુ…..હાથ મિલાવી ચલ….
એકબીજાની….. સાથે સાથે…
         કદમ મિલાવી ચલ…
વિશ્વાસ …જોડીને ચલ….
           ઓ ભાડુ …. શ્વાસ જોડીને ચલ….
એકબીજાની …સાથે સાથે…
              કદમ મિલાવી…ચલ….
સાચેસાચા ..રસ્તે ચાલી……
            જીવનમાં આગે ચલે…
એકબીજાની મદદ કરીને…..
             સૌને સાથે રાખીને ચલ……
માણસ બધા છે સરખે સરખા …
           ન ભેદભાવ રાખીને ચલ...
ફરિયાદ  વગરનું  જીવવા તું….
              સારપ વીણીને ચલ….
સ્મિત રાખીને  ચલ….
         ઓ ભાડુ હાથ મિલાવી ચલ……

                 મિત્તલ પટેલ
                “પરિભાષા”
             


Monday, 14 January 2019

મુંબઈથી પબ્લિશ થતાં .. " સર્જનહાર" મેગેઝીનનાં જાન્યુઆરી-2019 અંકમાં મારો લેખ ....."અપેક્ષા:-એક સમજવા જેવો અવ્યય...."

ઉત્તર-આયન........

એ દોરી, એ કિન્નાર ,એ કાગળ ...તે હું.....
        એ ગાંઠ ,એ પવન,એ ઉડાન..તે તું....

એ આકાશ ,એ રંગો , એ ફિરકી.. તે હું...
        ને ફિરકી નાં ખભે ઉભેલ સંગાથ ...એ તું...

સીમિત જીવતરમાં.. અસીમિત વિહરવા નું આભ.. એ તું...
         સ્થિરતા ને સહજપણે તારાં માં વિસ્તરતું જોડાણ એ..... હું...

હર એક ઉત્સાહ અને ખુશીનો ‌‌"ઉત્તર".. એ હું....
         આનંદ ,આનંદ ને માત્ર આનંદ નું ..."આયન"...એ તું..

ધીમું ધીમું મનમહી ... ઝંપલાવતુ  ઉડાન ..એ તું....
           તારાં થકી મારાં સુધી પહોંચવાની  ચાહત ...એ હું...
   
                                          મિત્તલ પટેલ
                                           "પરિભાષા"

Thursday, 10 January 2019