સહેલાઈથી સમજાઈ જશે આ ઘુંઘવાતો દરિયો ય તને..
તું અહમ્ ને મુકીને 'સ્વ' ને મળવા તો આવ....
એક જ માપપટ્ટીથી માપવાં જઈશ તું હરએકને..?
તું શું માનીશ તેને જ સરવૈયું....??
મનને પુછીને જોજે તારાં જ તું ખુદ....
સંવેદનાની હાજરી પુરી તું કશુંક કળવા તો આવ....
ઓઢેલી ઓઢણીમાં જ ભાત છે ભાતભાતની...
તને એમ કે આકાશ છે ચીતરેલું....!!
દુભાષિયો બેઠો છે તારામાં જ ખુદ.....
તેની ભાષાને આપી વાંચા...તું ખુદ ને જીવાડવા તો આવ....
હા ગમે છે મને રસ્તાનાં કાંકરા ને રેતી...
પગલાંની સાથે તેની સમાંતર ભાત છે.!!
વાગશે નહીં... વગાડીશું નહી... તો.....
મુખવટો ઉતારી ... તું 'સ્વરાખ'માં ઓગળવાં તો આવ....
મિત્તલ પટેલ
"પરિભાષા "
No comments:
Post a Comment