ભીતરથી જન્મેલુ ઊજવશે જીંદગી ...
બાકી દેખાતુ બધું તો સાવ આભાષ છે......
ગીત પરોવીને સંગીત રચતાં નિકળી જશે જીંદગી...
બાકી દેખાતો સૂરતાલ તો સાવ આભાષ છે...
મોંઘી નથી વિટંબણાઓ ....એ તો ઝટ આવશે...
પોતીકી ઓઢણીમા એ તો પોતીકી ભાત છે....
બે શબ્દનુ ઝાપટું વાવશે જીજીવિષા......
બાકી ઓગળેલી સંવેદના તો એક માત્ર આભાષ છે....
વિચારું હું મુજને કે....."ક્યાં વહેંચાયેલી છે તું?? "......
મારામાંય મુજના પોતિકા ભાગ છે.....
આ અડધું વિગું ભાગ જ પ્રગટાવશે જીંદગી.....
બાકી ઓજસનાં અહેવાલ તો એક માત્ર આભાષ છે.....
મિતલ પટેલ
"પરિભાષા "
No comments:
Post a Comment