પવનની ધાર....પર દોરેલી... રંગોળીને જોતી.. પાદડાની કીકી જેવું.....
ઓગળેલા..રંગોને પાપણ પર લઈ ઉડતા પતંગિયા જેવું...
અરંગી... એ ઝાકળને થોડો ભીનો કરી.. આકાશમાં લપેડીને બનાવેલ ચિત્રહાર જેવું....
સત્ સત્ વંદન કરતાં ગમતીલા ટેરવાંની ટોચ પરની ફીન્ગરપ્રિન્ટ જેવું....
ઓશિકુ ચાંદના..ખોળાનુ બનાવી.. સૂતેલ વિહવળ રાત જેવું...
એક સંભારણું... સંભારુ છું....
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment