ઝરમર ઝરમર હેલી વરસતી....
આંખ વરસતી કયાંક યાદ વરસતી..
કોરાણે મુકેલ હેતલડીથી..
ઝાઝવાઓની ટોળી વરસતી..
કયાં છે સુકોતરી કયાં છે લીલોતરી..
સર્વત્ર છે બસ રેત સરકતી...
વાવાઝોડા ના પાલવ ...પાછળ ..
ઘોરંભાયેલ કોઈ પ્રિત ઝળકતી....
પથ્થર મનડા ...પર.. ય..ચાસ પાડી દે...
વાદલડી છે આજ હેત વરસતી...
અલક મલકની વાતો કરતાં.....
મનડાઓની ભાતે ટહુકતી....
છેડી દે યુદ્ધ પ્રિત કાજે....
આખેઆખી જ્યાં છે....નજર પલળતી...
મિત્તલ પટેલ
"પરિભાષા"
No comments:
Post a Comment