Monday, 28 November 2016

પસંદ પસંદનો વાત છે..

કાેઇને મોભો ગમે ને કોઇને દેખાઙો,
        કાેઇને ઝાકળ ગમે ને કાેઇને ઝગમગાટ..
        પસંદ  પસંદની વાત છે....

કાેઇને અહ્ મનાં આચળા હેઠળ મ્હાલવું ગમે,
         કાેઈને  અરિસાને સાથે રાખી જીવવું..
         પસંદ  પસંદની વાત છે.....

કોઇને ઉપરછલ્લું  શ્વસવું ગમે,
           કાેઇને  હ્રદય સાેસરવુ ઊતરવું....

ભગવાને સાૈના ઓરઙામાં નાંખ્યા સુખ-દુઃખ સરખા જ,
બસ......પસંદ પસંદનો વાત છે....!!!

કાેઇને  ક્ષણમાં ક્ષણ ઉમેરી જીવવું  ગમે,
              કાેઇને જીવનની  શબ્દાવલીમાં અટવાવું ....
               પસંદ પસંદની વાત છે....

કાેઇને બીજાનાં આસું નુછીને  હાસ્ય આપવું ગમે,
             કાેઇને સ્વકેન્દ્રી...  બની "સૂખી" થવું.....
              પસંદ  પસંદની વાત છે...

                                        મિત્તલ પટેલ
                                         "પરિભાષા"

No comments:

Post a Comment