ન જોઈ શકાય, ન સંભળાય કે ન કહેવાય .....
છતાંય હોવાપણાની એ વિભાવના કેટલી અલગ છે...!! .
સવાર, સાંજ, બપોર કઈ એમ જ થોડું જીવાય છે !!
ક્ષણમાં ક્ષણાર્ધ જીવી લીધાની આરાધના કેટલી અલગ છે!!
ક્ષમતા છે જ નહીં આપણી આપણાં થકી કશીય...
જેમાં આપણું કર્તાપણું હોય જ નહીં અને જાતમાં 'પરજાત' લઈને ફર્યા કરવું કેટલું અલગ છે!!
સુગંધને માધ્યમની જરૂર હોય છે... હા માન્યું.....
લોબાનમાં સુગંધ લઈને ફર્યા કરવું કેટલું અલગ છે...!!
મિત્તલ પટેલ
" પરિભાષા"
No comments:
Post a Comment